ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અચાનક શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹600000 કરોડ સ્વાહા!

બિઝનેસ / અચાનક શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹600000 કરોડ સ્વાહા!

Published By: Jinal Chauhan

Last Updated: 03:09 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે ભારતીય શેરબજારમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

ADVERTISEMENT

સવારના કારોબારમાં બજારની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ બપોર સુધીમાં વેચવાલી વધી ગઈ હતી. બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં સરકતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. આ ઘટાડાની સીધી અસર BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપ પર પડી હતી. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી અંદાજે ₹6 લાખ કરોડનું ધોવાણ થયું હતું. લાર્જકેપ અને મિડકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ગગડ્યો

બુધવારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખાસ મોટી હલચલ જોવા મળી નહોતી. BSE સેન્સેક્સ અગાઉના 82,532.19ના બંધ સ્તરની સરખામણીમાં 82,376.56 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી અગાઉના 25,387.40ના બંધ સ્તરની સામે 25,323.15 પર ખુલ્યો હતો.જોકે, શરૂઆતના ઘટાડા બાદ બજારમાં વેચવાલી વધી હતી. બપોરના સમયે સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટીને 81,780ની આસપાસ પહોંચી ગયો હતો. નિફ્ટી પણ ઘટીને 25,141ના સ્તર સુધી સરક્યો હતો. આ રીતે બંને મુખ્ય ઇન્ડેક્સમાં એક જ દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Share market (1)

રોકાણકારોના ₹6 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં આવેલા આ ઘટાડાની સીધી અસર રોકાણકારોની સંપત્તિ પર પડી હતી. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના કારોબારી દિવસના અંતે ₹5,11,71,121.57 કરોડ હતું. બુધવારે તે ઘટીને ₹5,05,71,089.33 કરોડ પર આવી ગયું હતું.આ બંને આંકડાની સરખામણી કરીએ તો એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹6,00,032 કરોડનો ઘટાડો થયો હતો. એટલે કે બજારની અચાનક આવેલી વેચવાલીથી રોકાણકારોના અંદાજે ₹6 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

Share Market

આ 10 શેરમાં સૌથી વધુ ઘટાડો

બુધવારે બજારમાં આવેલા ઘટાડા વચ્ચે મોટા અને મધ્યમ કદની કંપનીઓના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. લાર્જકેપ શેરોમાં ટાઇટનનો શેર 4.10 ટકા ઘટ્યો હતો. બજાજ ફાઇનાન્સમાં 2.30 ટકા અને ઇટર્નલમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે TCSનો શેર 2.20 ટકા નીચે આવી ગયો હતો.મિડકેપ શેરોમાં નેશનલ એલ્યુમિનિયમનો શેર સૌથી વધુ 4.60 ટકા તૂટ્યો હતો. ડિક્સન ટેક્નોલોજીસમાં 3.40 ટકા અને KEI ઇન્ડસ્ટ્રીઝમાં 3.10 ટકાનો ઘટાડો થયો હતો. AU સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર 2.50 ટકા અને એમ્ફેસિસનો શેર 2.40 ટકા ઘટીને કારોબાર કરી રહ્યો હતો.

બજારમાં અચાનક કેમ વધી વેચવાલી?

બુધવારના કારોબારમાં અગાઉના બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરવાની અસર જોવા મળી હતી. આ પહેલાં સતત બે સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો. બજાર ઊંચા સ્તરે પહોંચ્યા બાદ કેટલાક રોકાણકારોએ શેર વેચીને નફો બુક કર્યો હતો.આ ઉપરાંત અમેરિકાના બજારોમાં નબળાઈ અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. IT, ફાઇનાન્સ અને મેટલ સહિતના ક્ષેત્રોમાં વેચવાલીથી બજાર પર દબાણ વધ્યું હતું. જોકે, ઘટાડા વચ્ચે પણ બજારમાં કેટલાક શેર વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ, WhatsApp પરથી જ ડાઉનલોડ કરો EPFO પાસબુક અને જુઓ છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન!

રોકાણકારો માટે શું છે સંકેત?

બજારમાં એક જ દિવસમાં મોટો ઘટાડો આવે ત્યારે રોકાણકારોમાં ચિંતા વધે તે સ્વાભાવિક છે. જોકે, માત્ર એક દિવસના ઘટાડાને આધારે બજારની આગળની દિશા નક્કી કરવી યોગ્ય નથી. રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે કંપનીઓના પરિણામો, શેરના ભાવ અને બજારની સ્થિતિ પર નજર રાખવી જોઈએ.બુધવારના ઘટાડાએ ફરી એકવાર બતાવ્યું છે કે શેરબજારમાં તેજી વચ્ચે પણ અચાનક મોટો ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ઊંચા સ્તરે ખરીદી કરનારા રોકાણકારોએ જોખમ સમજીને જ આગળનો નિર્ણય લેવો જરૂરી છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Stock Market Crash Sensex Nifty Today

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ