ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ‘રામાયણ’એ રચ્યો ઇતિહાસ, માત્ર 11 દિવસમાં 147.5 મિલિયન ડોલરની કમાણી, ભારતીય સિનેમાનો વધ્યો દબદબો

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / ‘રામાયણ’એ રચ્યો ઇતિહાસ, માત્ર 11 દિવસમાં 147.5 મિલિયન ડોલરની કમાણી, ભારતીય સિનેમાનો વધ્યો દબદબો

Last Updated: 09:22 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય સિનેમાની મહાગાથા ‘રામાયણ: રાઇઝ ઓફ એ લેજન્ડ’એ બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો છે કે દુનિયાભરના ફિલ્મી બજારોમાં તેની ચર્ચા થઈ રહી છે. માત્ર 11 દિવસમાં 147.5 મિલિયન ડોલરથી વધુની કમાણી સાથે ફિલ્મે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સાતમું સ્થાન મેળવી લીધું છે.

1/5

photoStories-logo

1. રામાયણ બોક્સ ઓફીસ

નિતેશ તિવારીની ‘રામાયણ: રાઈઝ ઓફ એ લેજેન્ડ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જેમાં માત્ર 11 દિવસમાં ફિલ્મે વૈશ્વિક સ્તરે 147.5 મિલિયન ડોલરથી વધુની કમાઈ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તે અત્યાર સુધીની સાતમી સૌથી વધુ કમાઈ કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શાનદાર ઓપનિંગ

પહેલા વીકેન્ડમાં ફિલ્મે વિશ્વભરમાં 55.7 મિલિયન ડોલરની શાનદાર ઓપનિંગ કરી હતી, જે દિવાળીના મોકે કોઈ ભારતીય ફિલ્મની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પણ છે. બીજા વીકેન્ડમાં 38.1 મિલિયન ડોલરની કમાઈ થઈ અને પહેલા વીકેન્ડની સરખામણીએ માત્ર 34%નો ઘટાડો નોંધાયો જે ફિલ્મની મજબૂત પકડ દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ભારત બહાર

ભારત બહારના ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી સોની પિક્ચર્સ સંભાળી રહી છે. ફિલ્મને 130થી વધુ દેશો અને 17 ડબ ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે. શરૂઆતમાં 37 વિદેશી બજારોમાં રિલીઝ થઈ હતી જે હવે 43 સુધી પહોંચી ગઈ છે. ઇન્ડોનેશિયા, કંબોડિયા અને મેક્સિકોમાં ભારતીય ફિલ્મ માટે રેકોર્ડ ઓપનિંગ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મુખ્ય ઇન્ટરનેશનલ માર્કેટમાં કમાણી

વિદેશી બજારોમાં ફિલ્મનું પ્રદર્શન પણ ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે અમેરિકા અને કેનેડામાંથી 24 મિલિયન ડોલર, યુકેમાંથી 5.5 મિલિયન ડોલર અને UAEમાંથી 4.7 મિલિયન ડોલરની કમાણી થઈ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં 4.2 મિલિયન ડોલર, થાઇલેન્ડમાં 1.5 મિલિયન ડોલર, મલેશિયામાં 1.4 મિલિયન ડોલર અને જર્મનીમાં 1.1 મિલિયન ડોલરનું કલેક્શન નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઇન્ટરનેશનલ સફર હજુ બાકી

‘રામાયણ’ની ઇન્ટરનેશનલ સફર હજુ પૂરી થઈ નથી. જેમાં 19 નવેમ્બરે બ્રાઝિલ, ઇટાલી, યુક્રેન અને હંગેરીમાં ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારબાદ 20 નવેમ્બરે પોલેન્ડમાં પણ ફિલ્મ દર્શકો સુધી પહોંચશે. 26 નવેમ્બરથી આર્જેન્ટિના, મધ્ય અમેરિકા, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ અને ચેકિયામાં ફિલ્મ રજૂ કરવાની તૈયારી છે. આ સીબય ચીન, જાપાન અને સાઉથ કોરિયા જેવા મોટા ફિલ્મ બજારોમાં પણ ફિલ્મની થિયેટર રિલીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Movie Ramayan Box Office Collection Highest Grossing Indian Films
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ