ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટીદારોમાં જ બે ફાટા પડ્યા? જાણો કોણે કોણે દિનેશ બાંભણિયાના નિવેદનને આપ્યું સમર્થન, કોણ બોલ્યું વિરુદ્ધમાં

રાજકારણ / પાટીદારોમાં જ બે ફાટા પડ્યા? જાણો કોણે કોણે દિનેશ બાંભણિયાના નિવેદનને આપ્યું સમર્થન, કોણ બોલ્યું વિરુદ્ધમાં

Published By: Vishal Khamar

Last Updated: 07:44 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જસદણ ખાતે ગત રોજ યોજાયેલા સમસ્ત પાટીદાર પરિવારના ભવ્ય સખી સ્નેહ મિલન સમારોહમાં પાટીદાર આગેવાન દ્વારા જાહેરમાં પાટીદાર મુખ્યમંત્રીને ગુમાવ્યા તે બાબતે નિવેદન આપ્યું હતું. જે નિવેદનને લઈ આગામી સમયમાં રાજકારણમાં ફરી મોટો ફેરબદલ જોવા મળી શકે છે.

ADVERTISEMENT

2027 ની વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં સમાજના હશે? અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા દિવાળી સ્નેહ મિલનના બેનર હેઠળ શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત રોજ રાજકોટના જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સમસ્ત પાટીદાર પરિવારનું ભવ્ય સખી સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનારબેન પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિત અને પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના જસદણ ખાતે યોજાયેલા સખી સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા જાહેરમાં મંચ પરથી સ્વીકાર્યું હતું કે, પાટીદાર આંદોલનથી આનંદીબેનને મુખ્યમંત્રી તરીકે ગુમાવ્યા તેનો વસવસો છે. આ બાબતે અનારબેન પટેલે કહ્યું હતું કે, દિનેશભાઈને ખાસ કરીશ કે કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી, મમ્મીના હ્રદયમાં કશું પણ નથી, બહુ ઝડપથી તમને મળાવીશ.

સમાજની પીડા અને સમસ્યાને લઈને પાટીદારોએ આંદોલન કર્યું: અલ્પેશ કથીરીયા

પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા દ્વારા સ્નેહ મિલન સમારોહમાં જાહેર મંચ પરથી પાટીદાર મુખ્યમંત્રીને ગુમાવવાનો વસવસો વ્યક્ત કરતા અન્ય પાટીદાર આગેવાન તેમજ નેતાઓ તેમના સમર્થનમાં જોડાયા હતા. જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને PASS ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, સમાજની પીડા અને સમસ્યાને લઈને પાટીદારોએ આંદોલન કર્યું હતું. આંદોલનનું કારણ આગળ ધરીને આનંદીબેનને હટાવાયા તે વાતનો રંજ છે. સમાજની વ્યક્તિ મોટા પદ પરથી જાય તેનો અફસોસ સમાજને થાય છે.

PASS કન્વીનર ગીતા પટેલે સણસણતો જવાબ આપ્યો

દિનેશ બાંભણિયાના નિવેદન મુદ્દે PASS કન્વીનર ગીતા પટેલે સણસણતો જવાબ આપતા કહ્યું કે, ઘટનાનું દુઃખ ચોક્કસ છે, પણ અમારી કોઈ ભૂલ નથી, ભાજપના આંતરિક રાજકારણનો દોષ આંદોલનકારીઓ પર ન ઢોળી શકાય, CM અને HM બંને પટેલ હતા. છતાં શહીદ થયેલા યુવાનોના 'જનરલ ડાયર' કોણ?" શહીદ થયેલા પાટીદાર યુવાનોના 'જનરલ ડાયર'ની ભૂમિકા સ્પષ્ટ થવી જોઈએ. તેમજ આંદોલનકારીઓ ક્યારેય માફી નહી માંગે. દિનેશ બાંભણિયાનો માફીનો નિર્ણય વ્યક્તિગત હોઈ શકે, આંદોલનકારીઓનો નહીં.

11 વર્ષ જૂના પાના ઉથલાવવા કરતાં, જનરલ ડાયરને શોધવાની જરૂર-ચિરાગ પટેલ

PASS નેતા ચિરાગ પટેલે દિનેશ બાંભણિયાના નિવેદન પર જણાવ્યું હતું ક, 11 વર્ષ જૂના પાના ઉથલાવવા કરતાં, જનરલ ડાયરને શોધવાની જરૂ છે. જેણે ગોળી ચલાવવાનો અને લાઠીચાર્જ કરવાનો હુકમ આપ્યો તેને સજા આપો, અનારબેન અને દિનેશભાઈ એક જ સંસ્થામાં હોવા છતાં જાહેર મંચ પર વાત શા માટે? કોણ ગયું તેની ચર્ચા છોડો, ગોળીબારનો આદેશ આપનાર ચહેરાને બેનકાબ કરો, સમાજ પાસે આજે પાટીદાર મુખ્યમંત્રી છે, આ તક અને નેતૃત્વને સાચવવાની જરૂર છે.

માફી માગવાની વાત સાથે સહમત નથી : લલિત કગથરા

આનંદીબેન પટેલને લઈને દિનેશ બાંભણિયાએ આપેલા નિવેદન બાદ પાટીદાર અગ્રણી લલિત કગથરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દિનેશ બાંભણિયાની માફી માગવાની વાત સાથે અસંમતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન જે તે સરકારને રાજકીય નુકસાન થાય તે સ્વાભાવિક બાબત છે. જોકે, આનંદીબેન પટેલને માત્ર પાટીદાર આંદોલનના કારણે જ મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યાં હતાં તેવું તેઓ માનતા નથી. લલિત કગથરાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે વિજયભાઈની સરકાર બદલવામાં આવી ત્યારે કયું આંદોલન ચાલી રહ્યું હતું? દેશભરમાં અનેક આંદોલનો ચાલતાં હોવા છતાં દરેક વખતે સરકાર કે મુખ્યમંત્રી બદલાતા નથી. તેમના મતે, ભાજપને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા જ હતાં અને પાટીદાર આંદોલનના સ્વરૂપમાં પક્ષને એક બહાનું મળી ગયું હતું. ભાજપ પર પ્રહાર કરતાં કગથરાએ કહ્યું કે, ભાજપની સરકાર ક્યારેય કોઈ એક સમાજની બની નથી. સત્તા મેળવવા માટે ભાજપે સમયાંતરે અલગ-અલગ વ્યક્તિઓ અને સમાજોનો ઉપયોગ કર્યો છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ભાજપે ભૂતકાળમાં કેશુભાઈ પટેલ અને લાલકૃષ્ણ અડવાણીને પણ સાઇડલાઇન કર્યા હતા. કગથરાના આ નિવેદનથી આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામા અને પાટીદાર આંદોલનના રાજકીય પ્રભાવને લઈને ફરી ચર્ચા તેજ બની છે.

પાટીદારના નેતાઓ કોઈના ષડ્યંત્રનો શિકાર બની ગયા હતાઃ લાલજી પટેલ

દિનેશ બાંભણિયાના નિવેદનને લઈને SPGના પ્રમુખ લાલજી પટેલે પ્રતિક્રિયા આપતાં પાટીદાર આંદોલનના જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 11 વર્ષ પહેલાં પણ હું આંદોલનકારીઓને કહેતો હતો કે ભાજપની નીતિઓનો વિરોધ કરો, કોઈ પાટીદાર નેતાનો વિરોધ નહીં. તે સમયે પાટીદાર સમાજના નેતાઓ કોઈના ષડ્યંત્રનો શિકાર બની ગયા હતા. મને પણ ત્યારે ભાજપનો માણસ હોવાનું ચિતરવામાં આવતો હતો. લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, આજે પણ અમે ભાજપની નીતિઓનો વિરોધ કરીએ છીએ, કોઈ વ્યક્તિ કે પાટીદાર નેતાનો નહીં. સાથે જ તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળને યાદ કરતાં કહ્યું કે, આનંદીબેન પટેલ અધિકારીઓ પર સારી પકડ રાખી શકતા હતા.

દિનેશ બાંભણિયાના નિવેદન પર MLA હાર્દિક પટેલની પ્રતિક્રિયા

દિનેશ બાંભણિયાના નિવેદનને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અનામત આંદોલન કોઈ એક વ્યક્તિને હટાવવા કે કોઈના વિરોધ માટે કરવામાં આવ્યું નહોતું. દિનેશભાઈએ આપેલું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, અનામત આંદોલન દરમિયાન અનેક યુવાનોએ બલિદાન આપ્યું હતું અને લાંબો સંઘર્ષ કર્યો હતો. આ આંદોલન કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ સમાજના હિત અને આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ VIDEO : 'કોળી સમાજના CM' મંત્રી પરસોત્તમ સોલંકીની આવી પ્રતિક્રિયા, કરી દીધી આ મોટી વાત

મુખ્યમંત્રીને હટાવવા માટે પાટીદાર આંદોલન હતું જ નહીં: કેતન પટેલ

દિનેશ બાંભણિયાના નિવેદનને લઈને પાટીદાર અગ્રણી કેતન પટેલે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે કે પાટીદાર આંદોલનનો હેતુ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ પરથી હટાવવાનો ક્યારેય નહોતો. તેમણે જણાવ્યું કે આનંદીબેન પટેલને બરખાસ્ત કરવાનો નિર્ણય ભાજપનો આંતરિક મુદ્દો હતો અને કોઈ પણ આંદોલનકારીએ તેમને હટાવવાની માંગ કરી નહોતી. કેતન પટેલે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિએ અન્ય કોઈના હાથા બનીને કામ કર્યું હોય તો તે દુઃખદ બાબત છે. ભાજપનું મોવડી મંડળ જ હંમેશાં મોટા રાજકીય નિર્ણયો લેતું આવ્યું છે, તેનો દાખલો આપતાં તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. આમ, પાટીદાર આંદોલનને આનંદીબેન પટેલને હટાવવાના રાજકીય નિર્ણય સાથે જોડવું યોગ્ય નથી, તેવો મત કેતન પટેલે વ્યક્ત કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Bambhaniya Anandiben Patel Anar Patel

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ