ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કમરતોડ મોંઘવારીનો વધુ એક માર! રાજકોટમાં હવે ખાનગી ડેરીઓએ દૂધના ભાવમાં ₹2થી ₹4 સુધીનો વધારો ઝીંક્યો
Last Updated: 12:35 PM, 17 November 2026
ADVERTISEMENT
દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય પરિવારોના ઘરનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હજુ તો અમૂલ દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાની અસર લોકો અનુભવી રહ્યા છે, ત્યાં હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ ભાવ વધારો ઝીંકી દીધો છે. રાજકોટમાં ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં 2થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે હવે રાજકોટના લોકોને રોજિંદા વપરાશ માટે દૂધ ખરીદવા વધુ રૂપિયા ખર્ચવા પડશે.
ADVERTISEMENT

રાજકોટમાં ખાનગી ડેરીઓનું મોટું નેટવર્ક છે. શહેરમાં અંદાજે 650 ડેરીઓ આવેલી છે, જ્યાંથી દરરોજ છૂટક અંદાજે 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. આ તમામ ડેરીઓમાં દૂધના ભાવ વધારાની અસર જોવા મળશે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા દૂધની ફેટના આધારે અલગ-અલગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં 4 ફેટથી વધુના દૂધમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 4 ફેટ સુધીના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભાવ વધારા બાદ હવે ગ્રાહકોએ દૂધ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે. અગાઉ 4 ફેટ સુધીનું દૂધ 30થી 35 રૂપિયામાં મળતું હતું, જેનો ભાવ હવે વધીને 32થી 37 રૂપિયા સુધી થઈ ગયો છે. બીજી તરફ 4થી 6 ફેટ સુધીના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ દૂધનો ભાવ વધીને હવે 62થી 70 રૂપિયા સુધી પહોંચ્યો છે. આમ, દૂધની ફેટ પ્રમાણે ગ્રાહકોને 2થી 4 રૂપિયા સુધીનો વધારાનો બોજ સહન કરવો પડશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમૂલ દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડના અડધા લીટરના પાઉચની કિંમત 35 રૂપિયાથી વધીને 37 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અમૂલ તાજાના અડધા લીટરના પાઉચનો ભાવ 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પાટણના શ્રેય મોલ પાસે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ, બુકાનીધારી શખસો ગોળીબાર કરી ફરાર
માત્ર અમૂલ જ નહીં, પરંતુ બરોડા ડેરી દ્વારા પણ અમૂલ શક્તિ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ અમૂલ શક્તિના પ્રતિ 500 મિલીના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ અમૂલ શક્તિના 500 મિલીના પાઉચની કિંમત હવે 34 રૂપિયા થઈ ગઈ છે. એક પછી એક ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતાં સામાન્ય ગ્રાહકોની મુશ્કેલી વધી રહી છે. દૂધ રોજિંદા જીવનની જરૂરી વસ્તુ હોવાથી દરેક પરિવારને આ ભાવ વધારાની સીધી અસર થશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ધરાવતા પરિવારોમાં દૂધનો વપરાશ વધુ હોય છે. ત્યારે અમૂલ બાદ રાજકોટની ખાનગી ડેરીઓ અને બરોડા ડેરીના ભાવ વધારાથી હવે દૂધ ખરીદવા માટે ગ્રાહકોએ પોતાના માસિક બજેટમાં વધુ ખર્ચની તૈયારી રાખવી પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.