ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ના હોય, આ દિવસે ધોની લેશે સંન્યાસ? રિટેન્શન પહેલા જ ફેન્સના ધબકારા વધી ગયા
Last Updated: 09:02 PM, 16 November 2026
ADVERTISEMENT
આઈપીએલ 2027ના મિની ઓક્શન પહેલાં રિટેન્શનની છેલ્લી તારીખ 17 નવેમ્બર નજીક આવી રહી છે અને ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સની ચિંતા વધતી જઈ રહી છે. જેમાં સોશિયલ મીડિયા પર અટકળોનું વાતાવરણ ગરમાઈ ગયું છે કે મહેન્દ્ર સિંહ ધોની કદાચ IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
ચેન્નઈના અનેક સમર્થકો ડરી રહ્યા છે કે રિટેન્શન લિસ્ટ સાથે જ ધોનીના વિદાયના સમાચારના આવી જાય. જેમાં અમુક ફેન્સે એક્સ પર ભાવુક પોસ્ટ્સ શેર કરી છે. એકે લખ્યું કે કાલે સાંજે તે રડી પડશે. બીજા કોઈએ રીક્વેસ્ટ કરી કે ધોનીએ વચન આપ્યું હતું કે છેલ્લી મેચ ચેપોકમાં રમશે તેથી ત્યાં એક મેચ વધુ રમીને વિદાય લે.
જેમાં અમુક લોકો એવું પણ માને છે કે ધોની ખેલાડી તરીકે ભલે ન રમે પણ મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા રહી શકે છે. જોકે ધોની કે CSK મેનેજમેન્ટ તરફથી હજુ કોઈ ઓફીશીયલ નિવેદન બહાર આવ્યું નથી.
ADVERTISEMENT
યાદ રહે કે પગની ઈજા અને ફિટનેસની સમસ્યાને કારણે ધોની IPL 2026માં એક પણ મેચ રમી શક્યો નહોતો. ગયા મહિને બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન તેને કહ્યું હતું કે તેઓ ડિસેમ્બર પહેલાં ફિટનેસ ટેસ્ટ આપશે અને ડોક્ટરોની રિપોર્ટ જોઈને નક્કી કરશે કે એક સીઝન વધુ રમી શકે કે નહીં. ધોનીએ પોતાને જૂની વિન્ટેજ ગાડી કહીને મજાકમાં કહ્યું હતું કે તેને સારી રીતે ચલાવવા માટે મદદની જરૂર છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, CSK તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ટ્રેડ કરીને નવા ખેલાડીઓ લાવ્યું છે. આવા ફેરફારો વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે કે રિટેન્શન લિસ્ટમાં થાલાનું નામ ખેલાડી તરીકે રહેશે કે આ તેનો અધ્યાય પૂરો થશે.
સંકળાયેલા મુદ્દાઓ