ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઠંડી વધવાના એંધાણ! આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી ગગડશે તાપમાન, જાણો કેવું રહેશે હવામાન

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ઠંડી વધવાના એંધાણ! આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી ગગડશે તાપમાન, જાણો કેવું રહેશે હવામાન

Last Updated: 06:54 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં હાલ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું પણ વધુ તીવ્ર બની રહ્યું છે.

1/6

photoStories-logo

1. અત્યારે ઠંડીની શરૂઆત તો થઈ ગઈ

ગુજરાતમાં અત્યારે ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ લોકો જે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે તે હજુ જોવા મળી નથી. રાત્રે અને વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ યથાવત છે. જોકે હવે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે ગુજરાતમાં હાલ અનુભવાઈ રહેલી ઠંડી કરતાં આગામી દિવસોમાં વધુ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ રાત્રિના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા અને અમરેલી રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. હવામાનની સિસ્ટમ વધુ શક્તિશાળી બની રહી

બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમ વધુ શક્તિશાળી બની રહી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ સિસ્ટમ છેલ્લા 6 કલાક દરમિયાન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ આગામી સમયમાં સાયક્લોનિક સ્ટ્રોર્મમાં પરિવર્તિત થશે. આવતીકાલે તે વધુ તીવ્ર બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોર્મ એટલે કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારબાદ આ વાવાઝોડું વધુ શક્તિશાળી બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દરિયાકાંઠે નેલ્લોર અને ટુની વચ્ચે ટકરાય તેવી શક્યતા

આ વાવાઝોડું 20 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે નેલ્લોર અને ટુની વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 120થી 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી, કારાઇકલ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાયલસીમા, તેલંગણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જોકે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રાજ્યના શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન

હવે વાત કરીએ રાજ્યના શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની. 16 નવેમ્બર 2026ના રોજ નલિયા અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 19.4, મહુવામાં 19.9, સુરતમાં 20, ગાંધીનગરમાં 20.5, કેશોદ અને અમદાવાદમાં 21.2, પોરબંદરમાં 21.5, ભાવનગરમાં 21.6, રાજકોટમાં 21.7, ડીસામાં 21.8, ભુજમાં 22.2, વેરાવળમાં 22.7, સુરેન્દ્રનગરમાં 22.8, કંડલા પોર્ટમાં 23.3, દ્વારકામાં 24.2 અને ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અમદાવાદના આજના હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો શહેરમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે. અહીં પણ આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહી શકે છે. સુરતમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે વડોદરામાં પણ આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે. અહીં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આમ, ગુજરાતમાં હાલ તો દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Winter Forecast Gujarat Weather Gujarat Temperature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ