ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / સિંહ રાશિમાં મંગળ-ગુરુની યુતિથી વધશે આ 3 રાશિઓની ઈન્કમ, પડી જશે લીલા લહેર
5 ફોટો ગેલેરી
Last Updated: 11:34 PM, 16 November 2026
1/5
12 નવેમ્બરે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ્યો છે, જ્યાં પહેલેથી જ ગુરુ બીરાજમાન છે. આ બે ગ્રહોની યુતિ જ્યોતિષમાં ખાસ મહત્વ ધરાવે છે. ગુજેમાં રુ જ્ઞાન, ભાગ્ય અને ધનના કારક મનાય છે, જ્યારે મંગળ સાહસ, ઊર્જા અને પરાક્રમનું પ્રતીક છે. આ યુતિ લગભગ 25 જાન્યુઆરી 2027 સુધી ચાલુ રહેશે, જ્યારે ગુરુ કર્ક રાશિમાં પાછા જશે. આ સમયગાળામાં ત્રણ રાશિઓને સારા લાભ મળવાની સંભાવના છે.
2/5
તમારા માટે આ યુતિ બીજા ભાવમાં બનશે જે ધન, પરિવાર અને વાણી સાથે જોડાયેલો છે. આ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નોકરી કરનારાઓને પોતાની ક્ષમતા બતાવવાનો અવસર મળશે અને આત્મવિશ્વાસ વધશે. જૂના પ્રયત્નોનું સારું પરિણામ આવી શકે છે. નવા આવકના માર્ગો ખુલી શકે છે અને પરિવારમાં પણ પ્રભાવ વધશે. વાતચીતની કળાથી અનેક કામ સરળતાથી પૂરા થઈ શકે છે.
ADVERTISEMENT
3/5
તમારા માટે આ યુતિ અગિયારમા ભાવમાં રહેશે. જે આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન મનાય છે. આવકમાં વધારાના યોગ બની શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી કે સારી તક મળી શકે છે. લાંબા સમયથી કરિયરમાં પ્રગતિની રાહ જોનારાઓને રાહત મળી શકે છે. વેપારીઓને નવા સંપર્કોથી ફાયદો થઈ શકે છે અને કોઈ જૂની યોજનામાંથી પણ સારો લાભ મળવાની શક્યતા છે.
4/5
તમારા માટે આ યુતિ દસમા ભાવમાં બનશે જે કર્મ, નોકરી અને પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે. મંગળ આ રાશિના સ્વામી હોવાથી આ ગોચરનું મહત્વ વધુ છે. નોકરી શોધનારાઓને સારી તકો મળી શકે છે. વર્ક પ્લેસમાં જવાબદારી અને ઓળખ વધી શકે છે. વેપારીઓને મોટો ઓર્ડર કે ફાયદાકારક સોદો મળી શકે છે. જેમાં આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ મહેનતનું સારું ફળ મળી શકે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ