ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 24 કલાકમાં જ આ દેશના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે પવન ફુંકાશે, યલો વોર્નિંગ જાહેર

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / 24 કલાકમાં જ આ દેશના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે પવન ફુંકાશે, યલો વોર્નિંગ જાહેર

Last Updated: 11:28 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

17 નવેમ્બરના બપોરે 12 વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષા, તેજ પવન અને વીજળી પુરવઠો ખોરવાવાની શક્યતા વચ્ચે લોકોને અગાઉથી તૈયાર રહેવા અપીલ કરાઈ છે.

1/6

photoStories-logo

1. યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું

બ્રિટનમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને તેજ પવનની આગાહી વચ્ચે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 17 નવેમ્બરના બપોરે 12 વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સાથે જ સરકાર દ્વારા લોકોને અગાઉથી જરૂરી તૈયારીઓ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનેક વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરની રાતથી વરસાદની સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. આ દરમિયાન ઠંડા પવનોના સંપર્કમાં આવતાં વરસાદનું પાણી બરફમાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને સમુદ્ર સપાટીથી 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 1થી 5 સેન્ટિમીટર સુધી બરફ જામી શકે

નીચાણવાળા વિસ્તારોમાં આશરે 1થી 5 સેન્ટિમીટર સુધી બરફ જામી શકે છે, જ્યારે 300થી 400 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં 5થી 15 સેન્ટિમીટર સુધી હિમવર્ષા થવાની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફના થર જામી શકે છે. પરિણામે વાહનવ્યવહાર ખોરવાવાની સાથે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વીજળી અને મોબાઇલ નેટવર્ક પર અસર થવાની ભીતિ

ખરાબ હવામાનની અસર માત્ર રસ્તાઓ સુધી મર્યાદિત રહેવાની નથી. ભારે પવન અને હિમવર્ષાને કારણે વીજળી પુરવઠો ખોરવાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક નબળું પડવાની તેમજ દુકાનો અને બજારો સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થવાની પણ આશંકા છે. આવી પરિસ્થિતિમાં મુશ્કેલી ટાળવા માટે સરકાર દ્વારા લોકોને છેલ્લી ઘડી સુધી રાહ જોયા વગર જીવનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઘરમાં આ જરૂરી વસ્તુઓ રાખવા અપીલ

સંભવિત હિમવર્ષા અને વીજળીના વિક્ષેપને ધ્યાનમાં રાખીને લોકોને નીચેની વસ્તુઓ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે: ટોર્ચ અને વધારાની બેટરી, ચાર્જ કરેલી પાવરબેંક અને મોબાઇલ ફોન, મીણબત્તી અને માચીસ, ધાબળાં અને ગરમ કપડાં, પૂરતી માત્રામાં જરૂરી ખાદ્યસામગ્રી અને કરિયાણું. કટોકટીના સમયે ઉપયોગી થાય તેવી અન્ય આવશ્યક વસ્તુઓ, મુસાફરી કરતા લોકોએ ખાસ સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વાહનચાલકો અને મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ

હવામાનની સ્થિતિ ગંભીર બનવાની શક્યતાને પગલે વાહનચાલકો અને મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ઊંચાઈવાળા અને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોએ હવામાનની આગાહી અને માર્ગોની સ્થિતિ તપાસ્યા બાદ જ પ્રવાસનું આયોજન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

UK snowfall alert UK weather warning Heavy snowfall in Britain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ