ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નરોડામાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લીધાં

ગુજરાત / અમદાવાદના નરોડામાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લીધાં

Published By: Nidhi Panchal
Reported By: Anita Patani

Last Updated: 07:35 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડા વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ રસ્તા પર અફરાતફરી મચાવી હતી. એક પછી એક વાહનોને અડફેટે લેતાં બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ADVERTISEMENT

અમદાવાદના નરોડા વિસ્તારમાં રસ્તા પર અચાનક એવી અફરાતફરી મચી કે વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એક સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે રસ્તા પર દોડી રહી હતી અને રસ્તામાં આવતાં વાહનોને અડફેટે લઈ રહી હતી. બેફામ બનેલા કારચાલકે એક પછી એક વાહનોને ટક્કર મારતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

ahd

મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં સ્કોર્પિયો ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને વાહનોને અડફેટે લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નરોડા સ્મશાન પાસે એક વાહનચાલકને કારચાલકે ટક્કર મારી હતી. જોકે, આટલેથી કારચાલક અટક્યો નહોતો અને આગળ વધીને તેણે વધુ વાહનોને નિશાન બનાવ્યાં હતાં. જાહેર રસ્તા પર બેફામ રીતે કાર ચલાવવાને કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

પેટ્રોલ પંપની સામે એક બાઇકચાલકને અડફેટે લીધો

ત્યારબાદ સ્કોર્પિયો ચાલકે પેટ્રોલ પંપની સામે એક બાઇકચાલકને અડફેટે લીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકસવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત બાદ પણ કારચાલકની બેફામ ડ્રાઇવિંગ અટકી નહોતી. આગળ જતાં વિઠ્ઠલ પ્લાઝા પાસે પાર્કિંગમાં ઊભેલાં વાહનોને પણ કારચાલકે અડફેટે લીધાં હતાં. પાર્કિંગમાં ઊભેલાં વાહનોને નુકસાન પહોંચતાં આસપાસના લોકોમાં પણ ભારે હોબાળો મચ્યો હતો.

સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક જે રીતે પૂરપાટ ઝડપે અને બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો, તેનાથી રસ્તા પર ચાલતા લોકો અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, કારચાલક ખરેખર દારૂના નશામાં હતો કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

આ પણ વાંચો : રાજકોટમાં 24 કલાકમાં બે પરણિતા અને એક યુવતીનો આપઘાત, બેએ ઝેરી દવા પીધી, એકે ગળેફાંસો ખાધો

બીજી તરફ, ઘટનાની જાણ થતાં G ડિવિઝન ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સ્કોર્પિયો ચાલકને ઝડપી લીધો છે અને તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. કારચાલકની બેદરકારીથી કેટલાં વાહનોને નુકસાન થયું છે અને અકસ્માતની સમગ્ર હકીકત શું છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે. નરોડાની આ ઘટનાએ ફરી એકવાર શહેરના રસ્તાઓ પર બેફામ ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Naroda Accident Scorpio Driver Ahmedabad News

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ