ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પાટીદાર આંદોલન કોઈને હટાવવા માટે નહોતું', બાંભણિયાના નિવેદન પર હાર્દિક પટેલની ચોખવટ, કોણ શું બોલ્યું?

રાજનીતિ / 'પાટીદાર આંદોલન કોઈને હટાવવા માટે નહોતું', બાંભણિયાના નિવેદન પર હાર્દિક પટેલની ચોખવટ, કોણ શું બોલ્યું?

Published By: Hiralal Parmar

Last Updated: 12:38 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાના નિવેદન પર હવે હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે.

ADVERTISEMENT

પૂર્વ સીએમ આનંદીબેન પટેલને લઈને પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આપેલા નિવેદન બાદ બયાનબાજીનો દોર શરુ થયો છે. આ ક્રમમાં હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે આંદોલનને 12 વર્ષ થયા છે. આંદોલન કોઈને નુકશાન કરવા માટે ન હતું. દિનેશભાઈનું નિવેદન વ્યક્તિગત છે. સમાજનું આંદોલન સમાજના હિત માટે હતું. તેમણે કહ્યું કે આંદોલન કોઈને હટાવવા માટે ન હતું. આંદોલનના કારણે કોઈએ રાજીનામું આપવું નથી પડ્યું.

દિનેશ બાંભણિયા શું બોલ્યાં હતા?

જસદણમાં સખી સ્નેહમિલનમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલનું રાજીનામું લેવાયું હતું. તેમણે કહ્યું કે પાટીદાર આંદોલનનું બહાનું આપી આનંદીબેન પટેલને CM પદેથી હટાવ્યા હતા. આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા તે ખૂબ જ ખોટું થયું. તેમણે સવાલ કર્યો કે આંદોલનનું માત્ર બહાનું અપાયું, બધા જાણે જ છે શું કામ હટાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા પછી પાટીદાર સમાજને ઘણું નુકસાન થયું છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે આંદોલનથી અમને 10% અનામત મળી, EWS મળ્યું, યુવાનોએ કરી, પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા.

અલ્પેશ કથીરીયાએ શું કહ્યું

બાંભણિયાના નિવેદન પર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે સમાજની પીડાને લઈને અને માંગણીને લઈને અમે આંદોલન કરતા હતા. અન્ય બીજા કારણભૂત કરી આનંદીબેન પટેલને હટાવવામાં આવ્યા તો સ્વાભાવિક છે આજે પણ રંજ છે.

પરસોતમ પીપળીયાએ શું કહ્યું?

પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ એવું કહ્યું કે હું દિનેશ બાંભણિયાના નિવેદનને સમર્થન આપું છું.જે આંદોલન થયું તે આંદોલન પાટીદાર યુવાનોએ કર્યું હતું. મુખ્યમંત્રી આનંદી પટેલ વિરુદ્ધ આંદોલન નહોતું. આનંદીબેન પટેલ સ્વતંત્ર રીતે કામ કરતા હતા માટે તેમની પદ ઉપરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આનંદીબેનને તેમના પક્ષના જે નેતાઓએ હટાવ્યા હતા.

આનંદીબેન પટેલને હટાવવામાં ભાજપના નેતાનો હાથ-કેતન પટેલ

કેતન પટેલે કહ્યું કે આંદોલન કોઈ પણ નેતાને હટાવવા માટે નું હતું જ નહીં. આ આંદોલન ફક્ત સમાજ માટે હતું. આનંદીબેન પટેલને સીએમ તરીકે હટાવવામાં આવ્યા એમ ભાજપના નેતાઓ હાથ હતો. ભાજપના સિનિયર નેતાઓ આનંદીબેન પટેલને હટાવ્યા હતા.

વધુ વાંચો : 'પાટીદાર નેતાઓ ષડયંત્રનો શિકાર બન્યાં' દિનેશ બાંભણિયાના નિવેદન પર SPG પ્રમુખ લાલજી પટેલની પ્રતિક્રિયા

ચિરાગ પટેલ શું બોલ્યાં?

ચિરાગ પટેલે એવું કહ્યું કે પાટીદાર આંદોલનને 11 વર્ષ થઈ ગયા છે. કોણ ગયું એ ચર્ચા કરવાની જરૂર નથી. 14 પાટીદારો સામે ગોળીબારનો આદેશ કોણે આપ્યો તે શોધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dinesh bambhaniya anandiben patel hardik patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ