ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પાટીદાર નેતાઓ ષડયંત્રનો શિકાર બન્યાં' દિનેશ બાંભણિયાના નિવેદન પર SPG પ્રમુખ લાલજી પટેલની પ્રતિક્રિયા

નિવેદન / 'પાટીદાર નેતાઓ ષડયંત્રનો શિકાર બન્યાં' દિનેશ બાંભણિયાના નિવેદન પર SPG પ્રમુખ લાલજી પટેલની પ્રતિક્રિયા

Published By: Hiralal Parmar

Last Updated: 11:54 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ સખી સ્નેહમિલન કાર્યક્રમમાં આનંદીબેન પટેલે પર દિનેશ બાંભણિયાએ આપેલા નિવેદન પર SPG પ્રમુખ લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

ADVERTISEMENT

દિનેશ બાંભણિયાના નિવેદન પર SPG પ્રમુખ લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે 11 વર્ષ પહેલા હું આંદોલનકારીઓને કહેતો હતો કે ભાજપની નીતિનો વિરોધ કરો પાટીદારનો શા માટે વિરોધ કરો છો. હું ત્યારે કહેતો હતો કે પાટીદારનો વિરોધ ન કરો. લાલજી પટેલે એવું પણ કહ્યું કે ત્યારે પાટીદારન નેતાઓ કોઈના ષડયંત્રનો શિકાર બની ગયા હતા. મને ત્યારે ભાજપનો માણસ છે તેવું ચિતરતા હતા. આજે પણ અમે ભાજપની નીતિઓનો વિરોધ કરીએ છીએ.

દિનેશ બાંભણિયા શું બોલ્યાં હતા?

જસદણમાં સખી સ્નેહમિલનમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલનું રાજીનામું લેવાયું હતું. તેમણે કહ્યું કે પાટીદાર આંદોલનનું બહાનું આપી આનંદીબેન પટેલને CM પદેથી હટાવ્યા હતા. આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા તે ખૂબ જ ખોટું થયું. તેમણે સવાલ કર્યો કે આંદોલનનું માત્ર બહાનું અપાયું, બધા જાણે જ છે શું કામ હટાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા પછી પાટીદાર સમાજને ઘણું નુકસાન થયું છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો વસવસો

દિનેશ બાંભણિયાએ કહ્યું કે આંદોલનથી અમને 10% અનામત મળી, EWS મળ્યું, યુવાનોએ કરી, પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા.

આનંદીબેન પટેલને હટાવવામાં ભાજપના નેતાનો હાથ-કેતન પટેલ

કેતન પટેલે કહ્યું કે આંદોલન કોઈ પણ નેતાને હટાવવા માટે નું હતું જ નહીં. આ આંદોલન ફક્ત સમાજ માટે હતું. આનંદીબેન પટેલને સીએમ તરીકે હટાવવામાં આવ્યા એમ ભાજપના નેતાઓ હાથ હતો. ભાજપના સિનિયર નેતાઓ આનંદીબેન પટેલને હટાવ્યા હતા.

વધુ વાંચો : 'પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM પદ ગુમાવવું પડ્યું તેનું દુખ', દિનેશ બાંભણિયાની કબૂલાત, અનાર પટેલ શું બોલ્યાં?

ચિરાગ પટેલ શું બોલ્યાં?

ચિરાગ પટેલે એવું કહ્યું કે પાટીદાર આંદોલનને 11 વર્ષ થઈ ગયા છે. કોણ ગયું એ ચર્ચા કરવાની જરૂર નથી. 14 પાટીદારો સામે ગોળીબારનો આદેશ કોણે આપ્યો તે શોધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ketan patel news ketan patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ