ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:19 AM, 17 November 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં મંગળવારની સવાર મુસાફરો માટે કાળ બનીને આવી હતી. ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર એક એવી ભયાનક દુર્ઘટના સર્જાઈ કે જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મુસાફરોથી ભરેલી એક બસ અચાનક ચાલકના કાબૂ બહાર જતાં પુલ પરથી નીચે ખાબકી હતી. બસ લગભગ 100 મીટર ઊંડે પાણીમાં ખાબકતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત સમયે બસમાં આશરે 30થી 35 લોકો સવાર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગુલર બજાર નજીક મંગળવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોને લઈ જતી બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પુલ પરથી નીચે પાણીમાં ખાબકી ગઈ હતી. બસ ઊંચાઈ પરથી નીચે પટકાતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
ADVERTISEMENT
ઘટનાની માહિતી મળતાં જ પોસ્ટ બિયાસી અને ધલવાલાની SDRF ટીમો તાત્કાલિક બચાવ કામગીરી માટે રવાના થઈ હતી. બંને ટીમો વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીમોએ પાણીમાં ખાબકેલી બસમાંથી મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી પ્રમાણે, બચાવ ટીમોએ અત્યાર સુધીમાં આશરે 26 ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. જોકે, બસમાં સવાર તમામ મુસાફરોની સ્થિતિ અને અકસ્માતમાં અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સંપૂર્ણ વિગતો હજુ સામે આવી નથી.
ADVERTISEMENT
બીજી તરફ, બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે SDRF કમાન્ડર અર્પણ યદુવંશીના નિર્દેશ પર વધારાની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે. SDRF અને સ્થાનિક પોલીસની ટીમો પરસ્પર સંકલન કરીને બચાવ કામગીરી કરી રહી છે. બસમાં સવાર અન્ય મુસાફરોને શોધવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, અકસ્માત કેવી રીતે સર્જાયો અને બસ ચાલકે કયા સંજોગોમાં કાબૂ ગુમાવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર તંત્રનું ધ્યાન બચાવ કામગીરી અને ઘાયલોને સમયસર સારવાર મળે તેના પર કેન્દ્રિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.