ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાનના ફેન્સ માટે ખુશખબર, ડિસેમ્બરમાં ‘માતૃભૂમિ’ સાથે ‘મોન્સ્ટર’નું પણ મળશે સરપ્રાઈઝ!

મનોરંજન / સલમાન ખાનના ફેન્સ માટે ખુશખબર, ડિસેમ્બરમાં ‘માતૃભૂમિ’ સાથે ‘મોન્સ્ટર’નું પણ મળશે સરપ્રાઈઝ!

Published By: Bijal Vyas

Last Updated: 08:09 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Monster:'માતૃભૂમિ'ના રિલીઝ બાદ, સલમાન ખાન ડિસેમ્બર મહિનામાં પોતાના ચાહકોને વધુ એક ભેટ આપવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે 'મોન્સ્ટર' સાથે જોડાયેલું કંઈક ખાસ આવવાનું છે.

ADVERTISEMENT

સલમાન ખાન આ ડિસેમ્બરમાં ચાહકો માટે બેવડી ભેટ લઈને આવી રહ્યા છે. તેમના ચાહકો માટે તેમની પાસે બે ભેટ તૈયાર છે: પહેલી છે લાંબા સમયથી વિલંબિત તેમની ફિલ્મ 'માતૃભૂમિ', અને બીજી છે તેમનો આગામી પ્રોજેક્ટ 'મોન્સ્ટર'. જાણવા મળ્યું છે કે 'મોન્સ્ટર'ના નિર્માતાઓ સલમાન ખાનના જન્મદિવસ માટે કંઈક ખાસ આયોજન કરી રહ્યા છે. આવો જાણીએ કે તેમના જન્મદિવસ પર આખરે શું ખાસ હોઈ શકે છે.

આવો, તેમની ફિલ્મ ‘માતૃભૂમિ’ વિશે વાત કરીને શરૂઆત કરીએ. મૂળભૂત રીતે, આ ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી. જોકે, તેમાં વિલંબ થયો. હવે તે 4થી ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. 10મી નવેમ્બરે સલમાને આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું, જેના દ્વારા તેની રિલીઝ તારીખની પણ જાહેરાત કરવામાં આવી. સલમાનના ચાહકો આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે.

‘માતૃભૂમિ’ બાદ ‘મોન્સ્ટર’નું ટીઝર

‘માતૃભૂમિ’રિલીઝ થયાના ૨૩ દિવસ બાદ, ચાહકો સલમાનની ફિલ્મ ‘મોન્સ્ટર’ ની ઝલક પણ જોઈ શકશે, જે 2027માં રિલીઝ થવાની છે. આ એક મોટો પ્રોજેક્ટ છે જેમાં નયનતારા સહિત અનેક સ્ટાર્સ જોવા મળશે. સલમાન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની ટીમ સાથે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે, એક અહેવાલ મુજબ, સલમાનના ૬૧મા જન્મદિવસના અવસરે, એટલે કે ૨૭ ડિસેમ્બરે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ શકે છે.

‘મોન્સ્ટર’નું શુટિંગ ક્યા કરી રહ્યા છે સલમાન?

નોંધનીય છે કે નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર રીતે શીર્ષકની જાહેરાત કરી નથી. જોકે, અહેવાલો સૂચવે છે કે તેનું શીર્ષક 'મોન્સ્ટર' છે. એવી શક્યતા છે કે નિર્માતાઓ ટીઝર રિલીઝ થવાની સાથે જ ફિલ્મનાં શીર્ષક અંગે સત્તાવાર જાહેરાત કરશે. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે સલમાન હાલમાં પુણેમાં છે અને 'મોન્સ્ટર'નું શૂટિંગ કરી રહ્યો છે. પુણેમાં શૂટિંગની શરૂઆત 15 નવેમ્બરે થઈ હતી અને તે 10દિવસનું શેડ્યૂલ હોવાનું કહેવાય છે. સલમાનની સાથે સીમા વિશ્વાસ પણ આ શેડ્યૂલનો ભાગ છે.

આ પણ વાંચોઃ કોન્સર્ટમાં રાહત ઇન્દોરીનો શેર સંભળાવી દિલજીત દોસાંઝે વિરોધીઓને આપ્યો જવાબ!

'મોન્સ્ટર'નું નિર્માણ દિલ રાજુ કરી રહ્યા છે અને વંશી પૈડિપલ્લી આ ફિલ્મના દિગ્દર્શક છે. આ ફિલ્મ 2027માં ઈદના અવસરે મોટા પડદા પર રિલીઝ થશે. જોકે, આ વર્ષે સલમાનના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રજૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman khan monster teaser to release on his birthday after maatrubhumi hit in theatre

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ