ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM પદ ગુમાવવું પડ્યું તેનું દુખ', દિનેશ બાંભણિયાની કબૂલાત, અનાર પટેલ શું બોલ્યાં?

જસદણ / 'પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM પદ ગુમાવવું પડ્યું તેનું દુખ', દિનેશ બાંભણિયાની કબૂલાત, અનાર પટેલ શું બોલ્યાં?

Published By: Hiralal Parmar

Last Updated: 11:14 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેર કાર્યક્રમમાં એવો આક્રોશ ઠાલવ્યો હતો કે પાટીદાર સમાજને આનંદીબેન પટેલના રાજીનામાનો પાટીદારોને હજુ પણ વસવસો છે.

ADVERTISEMENT

જસદણમાં સખી સ્નેહમિલનમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલનું રાજીનામું લેવાયું હતું. તેમણે કહ્યું કે પાટીદાર આંદોલનનું બહાનું આપી આનંદીબેન પટેલને CM પદેથી હટાવ્યા હતા. આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા તે ખૂબ જ ખોટું થયું. તેમણે સવાલ કર્યો કે આંદોલનનું માત્ર બહાનું અપાયું, બધા જાણે જ છે શું કામ હટાવ્યા હતા.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો વસવસો

દિનેશ બાંભણિયાએ કહ્યું કે આંદોલનથી અમને 10% અનામત મળી, EWS મળ્યું, યુવાનોએ કરી, પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા.

આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલે આપ્યો જવાબ

દિનેશ બાંભણિયાના નિવેદન પર આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલે જવાબ આપ્યો છે. સખી સ્નેહમિલનમાં અનાર પટેલે કહ્યું કે દિનેશભાઈએ કોઈ વાતનું દુ:ખ રાખવાની જરૂર નથી. જ્યારે આંદોલન શરૂ હતું ત્યારે અમારા ઘરનો વિષય અલગ હતો. અમને એ ના ખબર પડી કે ક્યારે સમાજને અમારી જરૂર છે. અનાર પટેલે કહ્યું કે 'મારા સમાજને જ્યારે મારી જરૂર છે ત્યારે મારે એ તરફ જવું જોઈએ'

જસદણમાં સખીસ્નેહ મિલનનું આયોજન

જસદણના આટકોટ રોડ પર પાટીદાર ભવન ખાતે જસદણ વિંછીયા તાલુકાની બહેનો દ્વારા સખીસનેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમ મા 5000 હજાર બહેનોએ ભાગ લીધો હતો સાંસ્કૃતિક કાર્યક્રમોથી પાટીદાર ભવન ગુંજયુ હતું.

આ પણ વાંચો : અમદાવાદના નરોડામાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લીધાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઓનલાઈન જોડાયા

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિડીયો સંદેશના માધ્યમ થી જોડાયા હતા ખાસ વાત કરીએ તો પાસ કન્વીનર દિનેશ બાંભણિયા એ આનંદીબેન પટેલ ને યાદ કરી અને દુઃખ વ્યક્ત કર્યો હતો તેમને કહ્યું હતું કે આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રીને પદ્ધતિ હટાવવામાં આવ્યા હતા તે બહુ જ ખોટું થયું હતું. પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન પટેલને પદ પર થી હટાવવામાં આવ્યા હતા આનંદીબેન પટેલ ને હટાવવા પર આંદોલન કાર્યોને બાનું બનાવવામાં આવ્યું હતું બાકી સૌ જાણે છે શું કામ હટાવ્યા હતા. કોઈને હટાવ્યા હતા આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી પદમાંથી હટાવ્યા બાદ પાટીદાર સમાજને ઘણું નુકસાન થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anar patel news dinesh bambhaniya anar patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ