ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પ્રદૂષણનો કહેર, મોટાભાગના વિસ્તારોમાં AQI 220ને પાર, મણિનગરમાં સૌથી વધુ 239 નોંધાતાં ચિંતામાં વધારો!
Last Updated: 11:25 AM, 17 November 2026
ADVERTISEMENT
દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણનો ધુમ્મસ છવાતો જોવા મળી રહ્યો છે. એક તરફ શહેરમાં ઠંડીના ચમકારા વધી રહ્યા છે, તો બીજી તરફ હવાની ગુણવત્તા સતત બગડતી હોવાના સંકેતો મળી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળી દરમિયાન ફટાકડાના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થતો હોય છે, પરંતુ તહેવાર પૂર્ણ થયા બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળી રહ્યો નથી. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે, જેના કારણે અમદાવાદવાસીઓના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 220ને પાર પહોંચી ગયો છે. આ આંકડો શહેરની હવાની ગુણવત્તા બગડી રહી હોવાનો સંકેત આપે છે. ખાસ વાત એ છે કે માત્ર સામાન્ય રહેણાક વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના પોશ વિસ્તારોમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. અગાઉ સ્વચ્છ વાતાવરણ માટે જાણીતા ગણાતા વિસ્તારોમાં પણ AQIમાં બમણો વધારો નોંધાતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
શહેરના સેટેલાઇટ, બોડકદેવ અને પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારોમાં પણ AQI 222થી વધુ નોંધાયો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રહેણાક સોસાયટીઓ, ઓફિસો અને કોમર્શિયલ એકમો આવેલા છે. સામાન્ય રીતે શહેરના આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સારી રહેવાની અપેક્ષા હોય છે, પરંતુ અહીં પણ પ્રદૂષણનું પ્રમાણ વધતાં સ્થિતિ ચિંતાજનક બની છે. એટલે કે અમદાવાદના માત્ર વ્યસ્ત રસ્તાઓ કે ઔદ્યોગિક વિસ્તારો જ નહીં, પરંતુ પોશ વિસ્તારોની હવા પણ હવે પ્રદૂષિત બની રહી છે.
ADVERTISEMENT
આ તમામ વિસ્તારોમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મણિનગર વિસ્તારમાં જોવા મળી છે. મણિનગરમાં AQI આશરે 239 નોંધાયો છે, જે શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ છે. આ આંકડો દર્શાવે છે કે મણિનગરની હવાની ગુણવત્તા પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. દિવાળી બાદ વધેલું પ્રદૂષણ અને ઠંડીના વધતા પ્રમાણ વચ્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હવાની સ્થિતિ બગડતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
હાલમાં ઠંડીના ચમકારા શરૂ થતાં લોકો વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર નીકળે છે. ત્યારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું વધતું પ્રમાણ શહેર માટે ચેતવણી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હવાની ગુણવત્તામાં સુધારો થાય છે કે પછી અમદાવાદવાસીઓને હજુ વધુ પ્રદૂષિત હવાનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.