ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં સિંગતેલનો ડબ્બો ₹3,130એ પહોંચ્યો, ભાવમાં વધુ ₹20નો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
Last Updated: 09:28 AM, 17 November 2026
ADVERTISEMENT
મોંઘવારીનો માર સામાન્ય પરિવારોનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે રસોડાનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બા દીઠ રૂ.20નો વધારો થતાં હવે એક ડબ્બાનો ભાવ વધીને રૂ.3,130 સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધુ એક વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ ડબ્બા દીઠ રૂ.20નો વધારો થતાં ગ્રાહકોએ હવે સિંગતેલ ખરીદવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે. સિંગતેલના એક ડબ્બાનો ભાવ હવે રૂ.3,130 થઈ ગયો છે. ખાદ્યતેલના ભાવમાં વારંવાર થઈ રહેલા વધારાને કારણે બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બન્યો છે. ઘરમાં રોજિંદા રસોઈ માટે સિંગતેલનો ઉપયોગ થતો હોવાથી તેલના ભાવમાં થોડો પણ વધારો થાય તો તેની અસર સમગ્ર મહિનાના ઘરખર્ચ પર પડે છે. એક તરફ જીવનજરૂરિયાતની અન્ય વસ્તુઓના ભાવ પણ પરિવારના બજેટને અસર કરી રહ્યા છે, ત્યારે સિંગતેલના ભાવમાં થયેલો આ વધારો ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
ADVERTISEMENT
ગૃહિણીઓએ હવે મહિનાનું બજેટ બનાવતી વખતે ખાદ્યતેલ પાછળ વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. રસોઈ માટે જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી પરિવારના અન્ય ખર્ચમાં કાપ મૂકવાની નોબત આવી શકે છે. ખાસ કરીને મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં રૂ.20નો વધારો થતાં ભાવ રૂ.3,130 પર પહોંચ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હવે સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં રાહત મળશે કે મોંઘવારીનો માર હજુ પણ ચાલુ રહેશે તેના પર ગ્રાહકોની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.