ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતી પર તૂટ્યો વીજ વાયર, કરંટ લાગતાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મો*ત
Last Updated: 11:00 AM, 17 November 2026
ADVERTISEMENT
ખેતરમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહેલા ખેડૂત દંપતીને કદાચ અંદાજ પણ નહીં હોય કે વાડીમાં કામ કરતી વખતે તેમની સાથે આવી કરૂણ ઘટના બની જશે. રોજિંદા કામ માટે વાડીમાં ગયેલા પતિ-પત્ની પર અચાનક વીજ વાયર કાળ બનીને ત્રાટક્યો હતો. વીજપોલ પરથી અચાનક તૂટેલો વાયર સીધો બંનેના માથે પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ખેડૂત દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામે સવારે આ દુર્ઘટના બની હતી. ગામમાં રહેતા ગાંડુ વાવડીયા અને તેમનાં પત્ની કાંતાબેન વાડીમાં કામ કરી રહ્યાં હતાં. બંને પતિ-પત્ની રોજિંદા ખેતીકામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક વીજપોલ પરથી વીજ વાયર તૂટીને નીચે પડ્યો હતો. આ વાયર સીધો બંનેના માથે પડતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો.
ADVERTISEMENT
વીજ વાયર પડવાની આ ઘટનાને પગલે પતિ-પત્નીને ગંભીર અસર થઈ હતી અને બંનેનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ખેડૂત દંપતીએ જીવ ગુમાવી દીધો હતો. એક જ પરિવારના બે સભ્યોનાં એકસાથે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ADVERTISEMENT
બીજી તરફ, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજપોલ પરથી અચાનક વાયર તૂટીને પડવાની ઘટનાને પગલે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. હલેન્ડા ગામમાં એકસાથે પતિ-પત્નીના મોતના સમાચાર ફેલાતાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે દંપતી સવારે વાડીમાં કામ કરવા ગયું હતું, તેઓની ઘરે પરત ફરવાની રાહ જોઈ રહેલા પરિવારજનોને હવે ક્યારેય નહીં ભૂલી શકાય તેવું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.