ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / કર્મચારીઓ માટે ખુશખબર, 18 હજારનો પગાર વધીને ₹69 હજાર થઈ શકે, પેન્શનધારકોને પણ થશે મોટો ફાયદો

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / કર્મચારીઓ માટે ખુશખબર, 18 હજારનો પગાર વધીને ₹69 હજાર થઈ શકે, પેન્શનધારકોને પણ થશે મોટો ફાયદો

Last Updated: 07:34 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લઘુત્તજેમાં મીનીમમ પગાર 69,000, પેન્શન 67% અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 6% કરવાની માગથી લાભ થઇ શકે છે.

1/7

photoStories-logo

1. 8મુ પગાર પંચ

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ 8મા પે કમિશનથી મોટી આશાઓ રાખી રહ્યા છે. જેમાં NC-JCMના સ્ટાફ સાઇડે કમિશન સમક્ષ અમુક મોટી માંગો મૂકી છે. જો આ માંગો મંજૂર થાય તો કર્મચારીઓ અને પેન્શનર્સની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. જોકે હજુ આ માત્ર માંગો છે જેમાં સરકાર કે કમિશને હજુ મંજૂરી આપી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 3.833 ફિટમેન્ટ ફેક્ટરથી મિનિમમ સેલરી 69,000

સૌથી મોટી ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને છે. જેમાં સ્ટાફ સાઇડે 3.833 ફેક્ટરની માંગ કરી છે. હાલની મિનિમમ બેઝિક સેલરી 18,000 છે. જો આ ફેક્ટર લાગુ થાય તો નવી મિનિમમ બેઝિક સેલરી આશરે 69,000 થઈ શકે છે. એટલે કે 18,000 × 3.833 ≈ 69,000 રૂપિયા થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 7મા પે કમિશનમાં 2.57 ફેક્ટર

ઉલ્લેખનીય છે કે, 7મા પે કમિશનમાં 2.57 ફેક્ટર હતો. હવે તેને વધારવાની માંગ છે. જોકે બેઝિક સેલરી વધે તો પણ HRA અને અન્ય ભથ્થાં અલગ નિયમો અનુસાર ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી 6%

હાલ કર્મચારીઓને વર્ષે 3% ઇન્ક્રિમેન્ટ મળે છે. સંગઠનોએ તેને 6% કરવાની માંગ કરી છે. આથી લાંબા સમય સુધી નોકરી કરનારાઓને વધુ ફાયદો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ફેમિલી પેન્શન 30%થી 50%

હાલ ફેમિલી પેન્શન છેલ્લી બેઝિક સેલરીના 30%ના આધારે મળે છે. તેને 50% કરવાની માંગ છે. આથી પેન્શનરના આશ્રિતોને વધુ રકમ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રેગ્યુલર પેન્શન 50%થી 67%

હાલ પેન્શન છેલ્લી બેઝિક સેલરીના 50%ના આધારે ગણાય છે. સંગઠનોએ તેને 67% કરવાની માંગ કરી છે. ઉદાહરણ તરીકે 80,000 રૂપિયા બેઝિક હોય તો હાલ 40,000 રૂપિયા પેન્શન મળે, જ્યારે 67%થી તે 53,600 રૂપિયા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ક્યારે લાગુ થઈ શકે 8મું પગાર પંચ?

કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી. આયોગના અધ્યક્ષપદે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે. આયોગને પોતાની ભલામણો તૈયાર કરીને રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કર્મચારીઓ, પેન્શનધારકો અને વિવિધ સંગઠનો પાસેથી સૂચનો તથા માગણીઓ પણ મંગાવવામાં આવી હતી. હવે આયોગ તમામ સૂચનો અને પ્રસ્તાવોનો અભ્યાસ કરીને પોતાની ભલામણો તૈયાર કરશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર તેના પર અંતિમ નિર્ણય લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Minimum Salary Hike Fitment Factor 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ