ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બીમાર પુત્રને હોસ્પિટલ લઈ જઈ રહેલા પરિવારને ડમ્પરે કચડ્યો, 30 વર્ષીય પિતા અને 6 વર્ષના પુત્રનું મો*ત, પત્ની ગંભીર ઈજાગ્રસ્ત!
Last Updated: 04:14 PM, 17 November 2026
ADVERTISEMENT
મોરબી: મોરબી પંથકમાં બેફામ દોડતા ડમ્પરનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. ટીંબડી પાટિયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા અને છ વર્ષના માસૂમ પુત્રનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT

પૂરઝડપે આવતા ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અમરનગર હાઈવે પર આવેલા એક કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતા દિનેશ પરમાર પોતાના બીમાર પુત્ર આદેશને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટીંબડી પાટિયા નજીક પૂરઝડપે આવતા ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 30 વર્ષીય દિનેશ પરમાર અને તેમના છ વર્ષના પુત્ર આદેશનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર દિનેશભાઈનાં પત્ની લક્ષ્મીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો
આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જનાર ડમ્પર ઓવરલોડ હોવાની તેમજ તેના પર નંબર પ્લેટ ન હોવાની પણ આક્ષેપો થઈ રહ્યા છે. શ્રમિક પરિવાર પર આવી પડેલી આ આફતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાયબર હુમલાઓ સામે ગુજરાત સરકારનો મોટો એક્શન પ્લાન! AI આધારિત નવી સાયબર સુરક્ષા નીતિ લાવવાની તૈયારી
બેફામ અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
ADVERTISEMENT
મોરબીમાં ભારે વાહનોની બેફામ અવરજવર અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ટીંબડી પાટિયા પાસે બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની ગતિ, ઓવરલોડિંગ અને વાહનોની નંબર પ્લેટ અંગેના નિયમોના અમલ સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.