ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાયબર હુમલાઓ સામે ગુજરાત સરકારનો મોટો એક્શન પ્લાન! AI આધારિત નવી સાયબર સુરક્ષા નીતિ લાવવાની તૈયારી
Last Updated: 02:23 PM, 17 November 2026
ADVERTISEMENT
વધતા જતા સાયબર હુમલાઓ સામે સરકારી નેટવર્ક, ડિજિટલ સેવાઓ અને નાગરિકોના ડેટાને સુરક્ષિત રાખવા ગુજરાત સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત નવી સાયબર સુરક્ષા નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર થઈ રહેલી આ નીતિ આગામી સપ્તાહોમાં જાહેર થવાની શક્યતા છે.
ADVERTISEMENT

નીતિ હેઠળ સાયબર સુરક્ષા માટે વિશેષ પ્રતિભાવ ટીમ (સીએસઆઈઆરટી-ગુજરાત) અને ૨૪ કલાક કાર્યરત સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (જીએસઓસી) સ્થાપવાની દરખાસ્ત છે. આ વ્યવસ્થા સરકારી વિભાગો પર થતા સાયબર હુમલાઓ પર સતત નજર રાખશે અને તાત્કાલિક પ્રતિસાદ આપશે. નવી નીતિમાં એઆઈ સહિતની અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સાયબર હુમલાઓની વહેલી ઓળખ અને તેને અટકાવવા પર ભાર મૂકાયો છે.
ADVERTISEMENT
સરકારી ડિજિટલ પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા સિક્યોરિટી-બાય-ડિઝાઈન સિદ્ધાંત અપનાવાશે. નિયમિત સુરક્ષા ઓડિટ, સતત મોનિટરિંગ, ડેટા સંરક્ષણ અને સમયાંતરે સુરક્ષા સજ્જતાની ચકાસણી પણ કરાશે. નીતિમાં ક્વોન્ટમ કમ્પ્યૂટિંગથી ઊભા થઈ શકનારાં ભવિષ્યનાંં જોખમોને ધ્યાનમાં રાખીને ક્વોન્ટમ-રેઝિસ્ટન્ટ એન્ક્રિપ્શન તરફ તબક્કાવાર આગળ વધવાની પણ જોગવાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વીડિયો કોલમાં પોલીસ ઈન્સ્પેક્ટર બની ધમકી આપી અને રૂ. બે કરોડ પડાવ્યા
ADVERTISEMENT
સાયબર સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સ્ટાર્ટઅપ્સ અને સ્વદેશી ટેક્નોલોજી વિકસાવતી કંપનીઓને પ્રોત્સાહન અપાશે. સાયબર સુરક્ષા સંશોધન અને વિકાસ માટેનું સેન્ટર ઑફ એક્સેલન્સ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધકો વચ્ચે સહયોગ વધારશે. સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ (સીઆઈએસઓ)ની નિમણૂક, તાલીમ, પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને પ્રાયોગિક કવાયત દ્વારા સાયબર સુરક્ષા ક્ષમતા મજબૂત કરવાનું પણ આયોજન છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.