ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સાથે કારમાં સવાર પાંચેય સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા
Last Updated: 02:30 PM, 17 November 2026
ADVERTISEMENT
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં હવે એક એવો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર કેસની ટ્રાયલને ચર્ચામાં લાવી દીધી છે. જે પાંચ લોકો અકસ્માત સમયે મુખ્ય આરોપી તથ્ય પટેલ સાથે જેગુઆર કારમાં સવાર હતા, તેઓ જ હવે કોર્ટમાં પોતાની અગાઉની વાતથી ફરી ગયા છે. પોલીસ તપાસ દરમિયાન નોંધાવવામાં આવેલા નિવેદનો અને કોર્ટમાં આપવામાં આવેલી જુબાની વચ્ચે તફાવત સામે આવતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ખાસ કરીને કારની ઝડપ અંગે પાંચેય સાક્ષીઓએ અજાણ હોવાની વાત કરતાં સરકારી પક્ષ માટે આ મહત્વનો મુદ્દો બન્યો છે.
ADVERTISEMENT

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ મોટો ખુલાસો થયો છે. અકસ્માત સમયે મુખ્ય આરોપી તથ્ય પટેલની જેગુઆર કારમાં પાંચ મિત્રો પણ સવાર હતા. આ પાંચેય લોકોને કેસમાં સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રાયલ દરમિયાન તેમની જુબાનીમાં અગાઉ પોલીસને આપેલા નિવેદન કરતાં અલગ વલણ જોવા મળ્યું છે.
ADVERTISEMENT
કોર્ટમાં જુબાની આપતી વખતે પાંચેય સાક્ષીઓએ કારની ઝડપ અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. એટલે કે, અકસ્માત સમયે જેગુઆર કાર કેટલી ઝડપે ચાલી રહી હતી તે અંગે તેમને જાણ ન હોવાનું તેમણે કોર્ટ સમક્ષ કહ્યું હતું. આ રીતે સાક્ષીઓએ પોલીસ તપાસ દરમિયાન નોંધાવવામાં આવેલા પોતાના અગાઉના નિવેદનથી અલગ વાત રજૂ કરી છે.
ADVERTISEMENT
આ કેસમાં તથ્ય પટેલ સાથે કારમાં સવાર રહેલા પાંચ સાક્ષીઓમાં માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અકસ્માત સમયે જેગુઆર કારમાં હાજર હતા. જોકે, કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કારની ઝડપને લઈને પાંચેય સાક્ષીઓ પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે.
ADVERTISEMENT
સાક્ષીઓએ અગાઉ પોલીસ તપાસ દરમિયાન જે નિવેદનો આપ્યાં હતાં, તેનાથી વિપરીત જુબાની આપતાં તેમને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા છે. એક જ કેસમાં પોલીસ તપાસ દરમિયાન આપવામાં આવેલા નિવેદન અને કોર્ટમાં આપવામાં આવેલી જુબાની વચ્ચે આટલો મોટો તફાવત સામે આવતાં કાયદાકીય કાર્યવાહી પણ ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની ટ્રાયલમાં નવો વળાંક આવ્યો છે. હવે આ પાંચેય સાક્ષીઓની બદલાયેલી જુબાની બાદ સરકારી પક્ષ આગળ કઈ કાયદાકીય કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ખાસ કરીને સાક્ષીઓએ પોલીસ સમક્ષ આપેલા અગાઉના નિવેદનો અને કોર્ટમાં કરેલી જુબાનીને લઈને આગામી સુનાવણીમાં શું રજૂઆત થાય છે તે મહત્વનું રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.