ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હોર્મુઝમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર ધરાવતા LPG ટેન્કરને મિસાઈલથી બનાવાયું નિશાન

વર્લ્ડ / હોર્મુઝમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર ધરાવતા LPG ટેન્કરને મિસાઈલથી બનાવાયું નિશાન

Published By: Jinal Chauhan

Last Updated: 02:44 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોર્મુઝની ખાડીમાં જહાજો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે 24 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હોય તેવા LPG ટેન્કર પર મિસાઈલથી હુમલો કરવામાં આવતા ચિંતા વધી છે.

ADVERTISEMENT

16 નવેમ્બરે પનામાના ધ્વજ સાથે હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા 'તારા ગેસ' નામના LPG ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજમાં કુલ 25 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 24 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલા બાદ તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. કોઈને ઈજા થઈ નથી. ભારત સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજની મેનેજમેન્ટ કંપની સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં અનેક જહાજો પર હુમલા અને દરિયાઈ સુરંગ સાથે ટકરાવાની ઘટનાઓ સામે આવી છે.

હોર્મુઝમાં LPG ટેન્કર પર મિસાઈલથી હુમલો

હોર્મુઝની ખાડીમાં 16 નવેમ્બરે 'તારા ગેસ' નામના LPG ટેન્કરને મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ટેન્કર પનામાના ધ્વજ હેઠળ દરિયામાં સફર કરી રહ્યું હતું. જહાજમાં કુલ 25 ક્રૂ મેમ્બર હાજર હતા, જેમાંથી 24 ભારતીય હતા. હુમલાના સમાચાર સામે આવ્યા બાદ ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી.જોકે રાહતની વાત એ છે કે મિસાઈલ હુમલા છતાં જહાજમાં સવાર તમામ 25 લોકો સુરક્ષિત છે. કોઈપણ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. આ ઘટનાને કારણે ભારતીય નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

Hormuz LPG Tanker (1)

ભારત સરકાર સ્થિતિ પર રાખી રહી છે નજર

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે ભારત સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જહાજની મેનેજમેન્ટ કંપની સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.સરકારનો પ્રયાસ છે કે જહાજમાં સવાર ભારતીય નાવિકોની સુરક્ષા અને તેમની સુખાકારી જળવાઈ રહે. હોર્મુઝ વિસ્તારમાં વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રૂ મેમ્બરોની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી છે.

ઓમાન નજીક ઓઇલ ટેન્કર દરિયાઈ સુરંગ સાથે અથડાયું

હોર્મુઝની ખાડીમાં LPG ટેન્કર પર હુમલા પહેલાં ઓમાન નજીક એક ઓઇલ ટેન્કર પણ દરિયાઈ સુરંગની અડફેટે આવ્યું હતું. આ ઘટના ઓમાનના ખાસાબ દરિયાકિનારાથી આશરે 13 કિલોમીટર દૂર બની હતી.સુરંગ સાથે અથડાયા બાદ ટેન્કરના એન્જિન રૂમમાં આગ લાગી હતી. જેના કારણે જહાજને ભારે નુકસાન થયું હતું અને તેનું સંચાલન બંધ થઈ ગયું હતું. જોકે, આ જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.ઈરાની નૌકાદળે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેના દાવા પ્રમાણે, આ ટેન્કર પ્રતિબંધિત દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. એટલું જ નહીં, જહાજે પોતાની નેવિગેશન સિસ્ટમ પણ બંધ રાખી હતી અને તે ડાર્ક મોડમાં આગળ વધી રહ્યું હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ GTUના પૂર્ણકાલીન કુલપતિપદ માટે 53 દાવેદારો મેદાનમાં! પૂર્વ કુલપતિ રાજુલ ગજ્જર સહિત મહેશ છાબરિયા

છેલ્લા 24 કલાકમાં ચાર જહાજો પર હુમલા

હોર્મુઝ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ ચાર અલગ-અલગ જહાજો પર હુમલા થયા હોવાના અથવા દરિયાઈ સુરંગ સાથે અથડાવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાઓને કારણે આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો માટે જોખમ વધી ગયું છે.ઈરાન દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા વિસ્તારોમાં પ્રવેશતા જહાજો માટે સ્થિતિ વધુ જોખમી બની છે. મિસાઈલ હુમલા અને દરિયામાં બિછાવવામાં આવેલી સુરંગોનો ભય હોવાથી શિપિંગ કંપનીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. જહાજોના સુરક્ષિત પરિવહનને લઈને ચિંતા વધી રહી છે.

દુનિયાના 20 ટકા તેલની હેરફેર માટે હોર્મુઝ કેમ જરૂરી?

હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની સપ્લાય માટે આ માર્ગ ખૂબ જ અગત્યનો છે. યુદ્ધ પહેલાં દુનિયાના દરિયાઈ માર્ગે થતા તેલના વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થતો હતો.એશિયાના અનેક દેશો માટે આ માર્ગ ઊર્જા સપ્લાયનું મોટું માધ્યમ છે. ભારત સહિતના દેશો પણ ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત માટે આ દરિયાઈ માર્ગ પર નિર્ભર છે. તેથી અહીં થતી કોઈપણ હિંસક ઘટના માત્ર જહાજો પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ તેની અસર આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા સપ્લાય પર પણ પડી શકે છે.

અમેરિકા-ઈરાન તણાવથી વધી રહ્યું છે જોખમ

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડીમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા દ્વારા ઈરાન પર હુમલા બાદ આ વિસ્તાર બંને દેશો વચ્ચેના તણાવનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો.ઈરાન આ દરિયાઈ માર્ગ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માગે છે, જ્યારે અમેરિકા અહીં જહાજોની અવરજવર પર નજર રાખી રહ્યું છે. બંને દેશો વચ્ચે સમજૂતી ન થવાને કારણે જહાજોની અવરજવર સામે સતત પડકારો ઊભા થઈ રહ્યા છે.આ સ્થિતિમાં LPG અને ઓઇલ ટેન્કર પર થઈ રહેલા હુમલાઓએ ભારત સહિત અનેક દેશોની ચિંતા વધારી છે. ખાસ કરીને ભારતીય નાવિકો મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં કામ કરતા હોવાથી તેમની સુરક્ષા પણ મોટો મુદ્દો બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Indian Crew Members Hormuz LPG Tanker,

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ