ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GTUના પૂર્ણકાલીન કુલપતિપદ માટે 53 દાવેદારો મેદાનમાં! પૂર્વ કુલપતિ રાજુલ ગજ્જર સહિત મહેશ છાબરિયા
Last Updated: 02:13 PM, 17 November 2026
ADVERTISEMENT
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પૂર્ણકાલીન કુલપતિપદ માટે શૈક્ષણિક, સંશોધન અને વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ ૫૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. રાજ્યની ૩૫૦થી વધુ સંલગ્ન વ્યાવસાયિક કોલેજોનું સંચાલન કરતી આ યુનિવર્સિટીના સર્વોચ્ચ પદ માટેની સ્પર્ધા રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા છે.
ADVERTISEMENT

આ સમગ્ર પ્રક્રિયાથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર જીટીયુ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના વરિષ્ઠ હોદ્દેદારો અને શૈક્ષણિક વહીવટ સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ આ સ્પર્ધામાં ઊતરી છે. કેટલાક ઉમેદવારોને રાજકીય પીઠબળ હોવાની ચર્ચા છે, જ્યારે કેટલાક ઉમેદવારો પાસે જીટીયુમાં ઉચ્ચ વહીવટી હોદ્દાઓ પર કામ કરવાનો બહોળો અનુભવ છે, પરિણામે કુલપતિપદની પસંદગી પ્રક્રિયા અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT
કુલપતિપદ માટેના અગ્રણી દાવેદારોમાં જીટીયુના પૂર્વ કુલપતિ રાજુલ ગજ્જર, એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ નિલય ભૂપતાણી તથા જીટીયુની સ્કૂલ ઓફ ફાર્મસીના ડીન અને યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય સી. એન. પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓમાંના એક સચીન પરીખે પણ અરજી કરી છે. ટોચના પદ માટેની ચર્ચાઓમાં તેમનું નામ અગાઉથી જ વારંવાર સામે આવતું રહ્યું છે.
ADVERTISEMENT
કેટલાક ઉમેદવારોને પ્રારંભિક તબક્કાની ચકાસણી અને ત્યાર બાદની પસંદગી પ્રક્રિયામાં અન્ય ઉમેદવારોની સરખામણીએ વિશેષ લાભ મળી શકે છે કે કેમ તે અંગે પણ અત્યારથી અટકળો શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (એઈએસ) સંચાલિત સંસ્થામાં લાંબા સમયથી વહીવટી અનુભવ ધરાવતા અને સંશોધન ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરનારા એલ.એમ. ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ મહેશ છાબરિયાને મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
જમણેરી વિચારધારા સાથે સંકળાયેલાં વર્તુળો સાથેની તેમની નિકટતા પણ તેમના માટે ફાયદાકારક બની શકે છે, જોકે થોડાં વર્ષો પહેલાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિપદની નિમણૂકની ઓફર સ્વીકાર્યા બાદ પણ તેમણે આ જવાબદારી સંભાળી નહોતી. આ બાબત તેમની દાવેદારી માટે નબળું પાસું સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
રાજુલ ગજ્જર અને નિલય ભૂપતાણીને પણ અગ્રણી દાવેદારોમાં ગણવામાં આવી રહ્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત અને રાજ્યના શિક્ષણતંત્ર સાથેની નિકટતાના કારણે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવે છે. જોકે રાજુલ ગજ્જર જીટીયુના કુલપતિ તરીકેનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા છે, જ્યારે નિલય ભૂપતાણીની સંશોધન ક્ષેત્રની લાયકાત ખાસ કરીને મહેશ છાબરિયાની સરખામણીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન મહત્ત્વનો મુદ્દો બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બેન્ક ખાતામાં 1 રૂપિયો આવવાથી એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે? જાણો અનફ્રીઝ કરવાની રીત
નવા પૂર્ણકાલીન કુલપતિની પસંદગી માટે રચાયેલી સમિતિ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ થયા બાદ બેઠક યોજે તેવી શક્યતા છે. આ તબક્કે ઉમેદવારોની પાત્રતા અને તેમની લાયકાતની ખરાઈ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.