ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વીડિયો કોલમાં પોલીસ ઈન્સ્પેક્ટર બની ધમકી આપી અને રૂ. બે કરોડ પડાવ્યા
Last Updated: 02:14 PM, 17 November 2026
ADVERTISEMENT
વીડિયો કોલમાં પોલીસ ઈન્સ્પેક્ટર ગણાવી ધરપકડની ધમકી આપવી, મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની બીક બતાવવી અને પછી લાખો રૂપિયા પડાવવા... સાયબર ઠગાઈની આવી એક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે ૩૩ વર્ષીય બ્રિજેશ રામચંદ્ર પટેલની ધરપકડ કરી છે. તેની સામે વડોદરા અને કચ્છમાં નોંધાયેલા ચાર સાયબર છેતરપિંડીના કેસમાં કુલ રૂ. ૨.૦૪ કરોડથી વધુની રકમના વ્યવહારો થયાનું તપાસમાં બહાર આવ્યું છે. મકરપુરાના નીલકંઠ રેસિડેન્સીનો રહેવાસી બ્રિજેશ અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૫માં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તેને વાસદ ટોલપ્લાઝા નજીકથી ઝડપી લેવાયો હતો.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અન્ય લોકોના નામે ખોલાવેલા બેન્ક ખાતા અને એક કંપનીના ખાતાના નેટવર્ક મારફતે સાયબર છેતરપિંડીની રકમ ફેરવતો હતો. અકોટાના કેસમાં તેણે ઓલ્ડ પાદરા રોડ પરની કર્ણાટક બેન્કમાં અન્ય વ્યક્તિના નામે ખાતું અને બેન્કિંગ કિટ મેળવી હતી. આ ખાતામાં રૂ. ૧૧.૩૦ લાખના ગેરકાયદે વ્યવહારો થયા હતા, જેના બદલામાં તેને કમિશન મળતું હતું.
પાણીગેટના કેસમાં બ્રિજેશ અને તેના પિતાએ આરપીસીએલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે એક્સિસ બેન્કમાં ખોલાવેલા ખાતાનો ઉપયોગ કર્યો હતો. ૨૭ એપ્રિલથી ૧૧ જૂન, ૨૦૨૪ દરમિયાન આ ખાતામાં રૂ. ૧.૨૦ કરોડના અનધિકૃત વ્યવહારો થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ સખ્ત: WhatsAppથી બેન્કો સુધી સુપ્રીમ કોર્ટનો એક્શન પ્લાન
કચ્છના ગાંધીધામ એ-ડિવિઝન સહિતના બે કેસમાં આરોપી અને તેના સાગરીતો ઈન્ડિયા પોસ્ટના અધિકારીઓ તથા મુંબઈ પોલીસકર્મીઓ બની લોકોને ફોન કરતા હતા. પાર્સલ જપ્ત થયાં હોવાની અને મની લોન્ડરિંગ, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી માનસિક દબાણ ઊભું કરતા હતા. એક ફરિયાદીને એસબીઆઈ સહિતના ખાતાંમાંથી રૂ. ૩૬.૬૩ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે આરોપીને વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.