ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘કુંવરજી બાવળીયાને નિવૃત્તિની જરૂર નથી’, પ્રવીણ કોળીના નિવેદનનો બોટાદમાં સમાજના આગેવાનોએ કર્યો વિરોધ

ગુજરાત / ‘કુંવરજી બાવળીયાને નિવૃત્તિની જરૂર નથી’, પ્રવીણ કોળીના નિવેદનનો બોટાદમાં સમાજના આગેવાનોએ કર્યો વિરોધ

Published By: Nidhi Panchal

Last Updated: 02:43 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં કુંવરજી બાવળીયાને લઈને રાજકીય ચર્ચા વચ્ચે કોળી સમાજના આગેવાનો એકજૂથ થયા છે. પ્રવીણ કોળીના નિવેદનનો વિરોધ કરવા યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનોએ બાવળીયાના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદનો આપ્યાં હતાં.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં કુંવરજી બાવળીયાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. બોટાદમાં યોજાયેલી એક બેઠકમાં સમાજના આગેવાનોએ કુંવરજી બાવળીયાના સમર્થનમાં એકસાથે અવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને પ્રવીણ કોળી દ્વારા કરવામાં આવેલા નિવેદનનો વિરોધ કરતાં આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કુંવરજી બાવળીયાને નિવૃત્તિની કોઈ જરૂર નથી. આ બેઠકમાં કરવામાં આવેલા નિવેદનોને કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

botadddd

પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદમાં કુંવરજી બાવળીયાના સમર્થનમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બોટાદ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ પ્રવીણ કોળીના નિવેદનનો વિરોધ કરવાનો અને કુંવરજી બાવળીયાના સમર્થનમાં સમાજનો પક્ષ રજૂ કરવાનો હતો. આ દરમિયાન આગેવાનોએ કુંવરજી બાવળીયાની કામગીરીને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કુંવરજી બાવળીયાને હવે નિવૃત્તિની જરૂર નથી

બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયાને હવે નિવૃત્તિની જરૂર નથી. તેમની ઉંમર અંગે કરવામાં આવતી ટિપ્પણીઓનો વિરોધ કરતાં આગેવાનોએ કહ્યું હતું કે, આ ઉંમરે પણ કુંવરજી બાવળીયા યુવાનોને શરમાવે તેવું કામ કરી રહ્યા છે. સમાજના આગેવાનોના મતે, તેઓ આજે પણ સક્રિય રીતે સમાજ માટે કામ કરી રહ્યા છે અને તેમની કામગીરીને ઉંમર સાથે જોડીને જોવી યોગ્ય નથી.

જકીય ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પણ કોળી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો

આ ઉપરાંત, કુંવરજી બાવળીયાને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પણ કોળી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. પ્રવીણ કોળીના નિવેદનનો વિરોધ કરતાં આગેવાનોએ બાવળીયાના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને તેમના યોગદાનને અવગણી શકાય નહીં.

કોળી સમાજના શૈક્ષણિક ભવનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો

બેઠક દરમિયાન કોળી સમાજના શૈક્ષણિક ભવનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. આગેવાનોએ દાવો કર્યો હતો કે, કોળી સમાજના શૈક્ષણિક ભવન માટે કુંવરજી બાવળીયા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. સમાજના શૈક્ષણિક વિકાસ માટે તેઓ સતત પ્રયત્નો કરી રહ્યા હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ કામગીરીને ધ્યાનમાં રાખીને આગેવાનોએ તેમના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સાથે કારમાં સવાર પાંચેય સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા

આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો સહિત કોળી સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, બોટાદમાં યોજાયેલી આ બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ કુંવરજી બાવળીયાના સમર્થનમાં એકજૂથ થઈ પ્રવીણ કોળીના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો. હવે આ નિવેદન બાદ રાજકીય સ્તરે આગળ શું પ્રતિક્રિયાઓ આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Koli Samaj Pravin Koli Kunvarji Bavaliya

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ