ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UPમાં ફરી સત્તા મેળવવા ભાજપનો મેગા પ્લાન, શ્રીકૃષ્ણ જન્મભૂમિથી UCC સુધી આ મુદ્દાઓથી વિપક્ષને આપશે ટક્કર

Strategy / UPમાં ફરી સત્તા મેળવવા ભાજપનો મેગા પ્લાન, શ્રીકૃષ્ણ જન્મભૂમિથી UCC સુધી આ મુદ્દાઓથી વિપક્ષને આપશે ટક્કર

Published By: Nirav Kumar

Last Updated: 04:34 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી જ પાંચ મુદ્દાઓ પર આધારિત માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. જેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિથી લઈને UCCના મુદ્દા સામેલ છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 માટે ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. મથુરામાં યોજાયેલા ચિંતન શિબિરમાં પાર્ટીએ પોતાની ચૂંટણી વ્યૂહરચના અંતિમ સ્વરૂપ આપ્યું છે. આમાં પાંચ મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે ભાજપના ચૂંટણી એજન્ડામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહેવાની શક્યતા છે. તેની સાથે સમાન નાગરિક સંહિતા (UCC), વિકાસ, સુરક્ષા અને રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓને પણ જનતા વચ્ચે લઈ જવાની તૈયારી છે.

પાર્ટીના અનુસાર આ પાંચ મુદ્દા

  1. શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો મુદ્દો
  2. સમાન નાગરિક સંહિતા (UCC)
  3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ
  4. કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા
  5. રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક વારસો

જેમાં ખાસ કરીને શ્રીકૃષ્ણ જન્મભૂમિના મુદ્દાને રાજકીય અને વૈચારિક એજન્ડા તરીકે આગળ વધારવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દા દ્વારા અખિલેશ યાદવને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે કારણ કે તેઓ યદુવંશી મતોની રાજનીતિ કરે છે. આથી તેમને બેકફુટ પર લાવવાનું સરળ બનશે તેવું પાર્ટી માને છે.

તાજેતરમાં અમિત શાહે કાર્યસમિતિની મીટિંગમાં બૂથ સ્તર સુધી પહોંચવાનું કહ્યું હતું. સંગઠનની અન્ય મીટિંગમાં સીએમ યોગી આદિત્યનાથ, પ્રભારી વિનોદ તાવડે અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી સહિતના નેતાઓ હાજર હતા. તેમાં સીટવાર વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો : 5 રાજ્યોમાં ચૂંટણીને લઈ કોંગ્રેસનું સ્ક્રીનિંગ કમિટીનું એલાન, ગુજરાતના નેતા પાલ આંબલિયાને મળી જવાબદારી

આગામી દિવસોમાં પાર્ટી કેમ્પેન વધુ જોરદાર બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રેલીઓ યોજાશે. સીએમ યોગી આજે જ દિલ્હીમાં અમિત શાહને મળવા જઈ રહ્યા છે. ભાજપ ત્રીજી વાર સત્તામાં પાછા ફરવા માટે આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદારો સુધી પહોંચવાની તૈયારીમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Election Strategy UP Election 2027 Krishna Janmabhoomi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ