ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : 'કોળી સમાજમાંથી CM', પબુભા માણેકના નિવેદનને ઋષિ ભારતી બાપુએ આપ્યો ટેકો
Last Updated: 03:54 PM, 17 November 2026
ADVERTISEMENT
'કોળી સમાજમાંથી CM', દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે આપેલું આ નિવેદન રાજકીય જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે હવે તેમાં ઋષિ ભારતી બાપુએ પણ ઝૂકાવ્યું છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે "2022માં પણ મેં આ મુદ્દે નિવેદન આપ્યું હતું. 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવાનો ઉઠાવ્યો મુદ્દો હતો. તેમણે કહ્યું કે ભાજપમાં કોળી સમાજને મહત્વના હોદ્દા નથી અપાતા. કોળી સમાજને જાગૃત અને સંગઠિત થવાની જરુર છે.
ADVERTISEMENT
''2022માં મેં પણ કીધું હતું કે...'', કોળી સમાજમાંથી CM બનાવવાની માંગ મુદ્દે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન #RishiBharatiBapu #PabubhaManek #KoliSamaj #GujaratPolitics #PoliticalStatement #VTVDigital https://t.co/JMSuiqsAEA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 17, 2026
ADVERTISEMENT
મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ-પબુભા માણેક
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એક મોટું નિવેદન આપીને ગુજરાત ભરમાં ચર્ચા જગાવી દીધી છે. કોળી સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેક એવું કહ્યું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે. પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધુ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.