ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:25 PM, 17 November 2026
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોનીનું ઐતિહાસિક IPL કરિયર હવે પૂરું થઈ ગયું છે. વર્ષ 2008થી 2025 સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા રહેલા ધોની હવે આગામી સીઝનમાં ખેલાડી તરીકે નહીં પણ મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. વર્ષો સુધી મેદાનમાં પોતાના હેલિકોપ્ટર શોટ અને શાનદાર કેપ્ટનશિપથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર માહી હવે ખેલાડી તરીકે નહીં, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના મેન્ટર તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
IPLમાં રોકોર્ડ
IPLમાં ધોનીએ કુલ 278 મેચો રમી અને 242 ઇનિંગ્સમાં 38.30ની એવરેજથી 5439 રન બનાવ્યા હતા. તેમાં 24 ફિફ્ટી સામેલ છે. તેની હાઈએસ્ટ નોટ આઉટ ઇનિંગ્સ 84 રનની હતી અને સ્ટ્રાઈક રેટ 137.45 રહ્યો. તેને કુલ 264 છક્કા અને 375 ચોગ્ગા માર્યા હતા. છક્કાની બાબતમાં તેઓ ચોથા સ્થાને રહીને કરિયર પૂરી કરે છે. જેમાં ક્રિસ ગેલ સૌથી આગળ છે.
ADVERTISEMENT
ધોનીની કેપ્ટનશીપમાં CSKએ પાંચ વખત IPLનું ટાઈટલ જીત્યું
ADVERTISEMENT
ધોનીની ઓળખ હંમેશાં એક એવા કેપ્ટન તરીકે રહી છે જે મુશ્કેલ સમયમાં પણ શાંત રહીને યોગ્ય નિર્ણય લે છે. તેની રમતની સમજ, ખેલાડીઓને ઓળખવાની આવડત અને દબાણમાં ટીમને સંભાળવાની કુશળતા CSK માટે હંમેશાં મહત્વની રહી છે. હવે મેન્ટરની નવી જવાબદારીમાં ધોનીનો અનુભવ અને ક્રિકેટિંગ માઇન્ડ CSK માટે કેટલી મોટી તાકાત સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે. ભલે હવે મેદાનમાં તેના બેટમાંથી છગ્ગા જોવા નહીં મળે પરંતુ ટીમની રણનીતિમાં માહીની છાપ ચોક્કસ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો