ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ધોનીએ IPLને કહ્યું અલવિદા, હવે CSKમાં નવી ભૂમિકામાં જોવા મળશે માહી, ફેન્સ થયા ભાવુક

સ્પોર્ટ્સ / ધોનીએ IPLને કહ્યું અલવિદા, હવે CSKમાં નવી ભૂમિકામાં જોવા મળશે માહી, ફેન્સ થયા ભાવુક

Published By: Nirav Kumar

Last Updated: 07:02 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના મેદાન પર વર્ષો સુધી પોતાની બેટિંગ અને કેપ્ટનશિપથી રાજ કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ખેલાડી તરીકે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. માહીની આ જાહેરાતથી ફેન્સ ભાવુક થઈ ગયા છે.

ADVERTISEMENT

ધોની 2008થી જ CSKનો ભાગ રહ્યા છે અને લાંબા સમય સુધી કેપ્ટનશીપ પણ કરી. તેની આગેવાનીમાં ટીમે પાંચ વખત IPL ટાઈટલ જીત્યું હતું. IPLમાં તેને 278 મેચો રમી અને 5439 રન બનાવ્યા હતા. તેઓ ટૂર્નામેન્ટના સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓમાં પણ સામેલ છે.

Dhoni (2)

સોશિયલ મીડિયા પર આ ખબર આવતાં જ ફેન્સ ભાવુક થઈ ગયા. જેમાં ઘણાએ લખ્યું કે “હવે IPLનો કોઈ અર્થ નથી”, “એન્ડ ઑફ ધ એરા”, “થાલા વગર ક્રિકેટનો જાદુ અધૂરો લાગશે”. જેમાં અમુકે કહ્યું કે “માહી ભાઈ, વન્સ અગેઇન...” અને “ઓફિશિયલી IPL ખતમ થઈ ગયું”.

Dhoni (3)

CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું કે 2008માં ધોનીને ટીમમાં લેવો તેમના શ્રેષ્ઠ નિર્ણયોમાંનું એક હતો અને ધોની હંમેશા CSKની ઓળખનો ભાગ રહેશે. હવે તેઓ યુવા ખેલાડીઓને પોતાનો અનુભવ અને ક્રિકેટની સમજ આપશે. મેદાન પર નહીં પણ ડ્રેસિંગ રૂમમાંથી ટીમને માર્ગદર્શન આપશે.

Dhoni (1)

વધુ વાંચો : ધોનીએ IPLને તો અલવિદા કહી દીધું, પણ તેમના આ રેકોર્ડ હંમેશા યાદ રહેશે

ધોનીની નિવૃત્તિના સમાચાર બાદ X પર ફેન્સે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કોઈએ તેમને 'ક્રિકેટનો સુવર્ણ યુગ' ગણાવ્યો તો કોઈએ કહ્યું કે IPL હવે પહેલાં જેવું નહીં રહે. ઘણા ચાહકો માટે ધોનીની છેલ્લી ઓવરમાં મેચ જીતાડવાની સ્ટાઇલ, હેલિકોપ્ટર શોટ અને મેદાન પરનો શાંત અંદાજ હંમેશાં યાદગાર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL Retirement MS Dhoni Chennai Super Kings

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ