ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / CSKને 5 વાર ચેમ્પિયન બનાવી, માહીનું IPL કરિયર કેવું રહ્યું? વીડિયો કોલ પર માલિકોને કહ્યું- 'મને છૂટો કરી દો'
Last Updated: 05:14 PM, 17 November 2026
ADVERTISEMENT
મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી નિવૃતી લઈ લીધી છે જોકે ટીમના મેન્ટર તરીકે ચાલુ રહેશે. ધોનીએ 18 વર્ષની તેની આઈપીએલ કરિયરમાં તેની ટીમ સીએસકેને 5 વાર આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી.
ADVERTISEMENT
CSKને 5 IPL જીતાડી
ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 5 IPL ટાઇટલ જીત્યા છે. ધોનીએ ટીમને 2 ચેમ્પિયન્સ લીગ T20 ખિતાબ પણ જીતાડ્યા.
ADVERTISEMENT
CSK સાથે 17 સીઝન વીતાવી
ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે 17 સીઝન વીતાવી હતી જોકે બે વર્ષ 2016 અને 2017માં ટીમ પર પ્રતિબંધ લાગવાના કારણે તે પુણે વતી રમ્યાં હતા.
ADVERTISEMENT
CSK માટે 272 મેચ રમી
ધોનીએ પોતાની આઈપીએલ કરિયરમાં 272 મેચ રમી હતી અને 5,439 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આઈપીએલમાં ક્યારેય સદી નહીં
ઉલ્લેખનીય છે કે ધોનીએ આઈપીએલમાં ક્યારેય સદી ફટકારી નથી, તેનો સર્વોચ્ચ સ્કોર 84 છે. તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સાતમા ક્રમે છે.
ADVERTISEMENT
ધોની વગર CSKની કલ્પના જ ન કરી શકાય-એન. શ્રીનિવાસન
CSK માલિક એન. શ્રીનિવાસને એવું જણાવ્યું કે ધોની વગર CSKની કલ્પના જ ન કરી શકાય. સીએસકે ધોનીનું ઘર છે. ધોની હંમેશાં CSKની ઓળખ રહેશે.
ADVERTISEMENT
CSKના બીજા માલિક રૂપા ગુરુનાથ શું બોલ્યાં?
CSKના બીજા એક માલિક રૂપા ગુરુનાથે કહ્યું, ‘ધોની જેવો ખેલાડી જિંદગીમાં એક જ વાર આવે છે. તેઓ શરૂઆતથી ટીમ સાથે છે અને તેમણે તેની પાયો મજબૂત કર્યો છે. તેમની કેપ્ટનશીપ, સાદગી અને અનુભવ ટીમ માટે હંમેશાં ખાસ રહેશે. મેન્ટર તરીકે તેઓ યુવા ખેલાડીઓને આગળ વધવામાં મદદ કરશે.
ધોનીની કુલ સંપત્તિ કેટલી?
મહેન્દ્ર સિંહ ધોનીએ 2008માં આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવાનું શરૂ કર્યું હતું અને હવે તેણે આઈપીએલથી અલગ થવાની જાહેરાત કરી છે. ધોનીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે, જેનો મોટો ભાગ આઈપીએલમાંથી તેની કમાણી છે. સીએસકેએ પહેલા તેને 6.03 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ત્યારબાદ તેને 12-15 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. 2026ની આઈપીએલ સીઝનમાં ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો આપણે એમએસ ધોનીની આઈપીએલ આવક વિશે વાત કરીએ, તો અત્યાર સુધીમાં તેણે 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
વધુ વાંચો : 'PM મોદી ખૂબ મજબૂત માણસ', મનીલામાં PM મોદીને મળતાં US પ્રેસિડન્ટ ટ્રમ્પે કર્યાં વખાણ
વીડિયો કોલ પર માલિકોને કહ્યું
ધોનીએ વીડિયો કોલ પર સીએસકેના માલિકોને કહ્યું કે રિલિઝ કરવામાં આવનાર ખેલાડીઓમાં મારુ નામ જોડી દેજો. સીએસકેના માલિકોએ ધોનીની ખૂબ પ્રશંસા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.