ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગાયત્રી મંત્રના જાપનો સાચો સમય અને વિધિ કઈ છે? જાણો શાસ્ત્રોક્ત નિયમો અને બેસવાની યોગ્ય રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 05:10 PM, 17 November 2026
1/5
હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રને અત્યંત પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નિયમિતપણે આ મંત્રનો જાપ કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. ઘણા લોકો સવારે પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરતા હોય છે, પરંતુ ગાયત્રી મંત્રના જાપ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું અનિવાર્ય ગણાય છે.
2/5
માત્ર મંત્ર બોલવો જ પૂરતો નથી, પરંતુ તેનું સ્પષ્ટ ઉચ્ચારણ અને મનની એકાગ્રતા પણ એટલી જ જરૂરી છે. ઘણીવાર ઉતાવળમાં લોકો એવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમનું ધ્યાન ભટકી જાય છે. ત્યારે આવો જાણીએ ગાયત્રી મંત્રના જાપની સાચી રીત, શુભ સમય અને તેની સાથે જોડાયેલા જરૂરી નિયમો વિશે.
ADVERTISEMENT
3/5
ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરતા પહેલા મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે. પ્રયત્ન કરો કે જાપ સમયે મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા કે મૂંઝવણ ન રહે. મંત્ર જાપ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર બેસો. થોડીવાર આંખો બંધ કરીને મનને સ્થિર કરો અને પછી મંત્રનો જાપ શરૂ કરો. શાસ્ત્રોમાં પણ જપ દરમિયાન મનને પ્રસન્ન અને એકાગ્ર રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જાપ કરતી વખતે કોઈની સાથે વાતચીત કરવી, હસી-મજાક કરવી કે વારંવાર આમતેમ જોવાનું ટાળવું જોઈએ. જો કોઈ દિવસે પૂજાની પૂરી તૈયારી ન થઈ શકે, તો મનોમન પણ ગાયત્રી મંત્રનું સ્મરણ કરી શકાય છે.
4/5
ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે બેસવાની રીતનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ માટે તમે સુખાસન અથવા પદ્માસનમાં બેસી શકો છો. ખાસ ધ્યાન રાખો કે જાપ દરમિયાન તમારી કમર અને ગરદન એકદમ સીધી રહે. એવી જગ્યાની પસંદગી કરો જ્યાં તમને આરામદાયક લાગે અને તમે કોઈ પણ અડચણ વિના થોડો સમય શાંતિથી જાપ કરી શકો. વારંવાર ઊભા થવાથી કે બેસવાની સ્થિતિ બદલવાથી ધ્યાન ભંગ થઈ શકે છે. જાપ શરૂ કરતા પહેલા થોડીવાર સામાન્ય અને ઊંડા શ્વાસ લો, જેનાથી મનને શાંત રાખવામાં ઘણી મદદ મળે છે.
ADVERTISEMENT
5/5
સવાર, બપોર અને સાંજનો સમય ગાયત્રી મંત્રના જાપ માટે શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યોદય પહેલાનો સમય સૌથી ઉત્તમ ગણાય છે, કારણ કે આ સમયે વાતાવરણમાં શાંતિ હોય છે અને પૂજામાં મન સરળતાથી લાગે છે. આ ઉપરાંત સૂર્યાસ્ત સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. પ્રયત્ન કરો કે દરરોજ એક જ નિશ્ચિત સમયે અને એક જ સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવામાં આવે. જો કોઈ કારણસર નક્કી કરેલા સમયે જાપ ન થઈ શકે, તો દિવસના અન્ય કોઈ પણ સમયે પૂરી શ્રદ્ધા સાથે મંત્રનું સ્મરણ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ