ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / VIDEO : 'કોળી સમાજના CM' મંત્રી પરસોત્તમ સોલંકીની આવી પ્રતિક્રિયા, કરી દીધી આ મોટી વાત

રાજનીતિ / VIDEO : 'કોળી સમાજના CM' મંત્રી પરસોત્તમ સોલંકીની આવી પ્રતિક્રિયા, કરી દીધી આ મોટી વાત

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 05:45 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના CM એવા પબુભા માણેકના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ADVERTISEMENT

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના 'કોળી સમાજના CM'વાળા નિવેદનને વધુ હવા મળી છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ કોળી સમાજના સીએમને સમર્થન આપ્યું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં પરસોત્તમ સોલંકીએ કહ્યું કે કોળી સમાજની વિધાનસભામાં વધુ બેઠકો મળવી જોઈએ. આવતા દિવસોમાં તેનું રિઝલ્ટ મળશે. તેમણે કહ્યું કે કોળી સમાજને વધુ બેઠકો મળવી જ જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે પબુભાની માંગણીમાં તથ્ય હોવુ જોઈએ.

પબુભા માણેકે શું કહ્યું હતું?

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એક મોટું નિવેદન આપીને ગુજરાત ભરમાં ચર્ચા જગાવી દીધી છે. કોળી સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેક એવું કહ્યું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે. પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધુ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ.

આ પણ વાંચોઃ સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદનો સુઃખદ અંત, બિરસા મુંડાની જન્મજયંતીએ સાગબારાના 500 ખેડૂતોને મળી જમીનની સનદ

ઋષિ ભારતી બાપુએ પણ ઝૂકાવ્યું

પબુભા માણેકે આપેલું આ નિવેદન રાજકીય જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે હવે તેમાં ઋષિ ભારતી બાપુએ પણ ઝૂકાવ્યું છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે "2022માં પણ મેં આ મુદ્દે નિવેદન આપ્યું હતું. 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવાનો ઉઠાવ્યો મુદ્દો હતો. તેમણે કહ્યું કે ભાજપમાં કોળી સમાજને મહત્વના હોદ્દા નથી અપાતા. કોળી સમાજને જાગૃત અને સંગઠિત થવાની જરુર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

parshottam solanki NEWS parshottam solanki koli samaj cm

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ