ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સ્વાર્થી લોકોથી છુટકારો મેળવવો છે? ચાણક્ય નીતિના આ 5 નિયમો અપનાવો, ક્યારેય નહીં થાય પસ્તાવો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સ્વાર્થી લોકોથી છુટકારો મેળવવો છે? ચાણક્ય નીતિના આ 5 નિયમો અપનાવો, ક્યારેય નહીં થાય પસ્તાવો

Last Updated: 06:34 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચાણક્ય નીતિ અનુસાર, વારંવાર અપમાન કરનારા, સ્વાર્થી, સતત ફરિયાદ કરનારા, વિચાર્યા વગર બોલનારા અને અહંકારી એમ 5 પ્રકારના લોકોની મદદ કરવાનું ટાળવાથી માનસિક શાંતિ અને આત્મસન્માન જળવાઈ રહે છે.

1/6

photoStories-logo

1. સ્વાર્થી લોકોથી છુટકારો મેળવવો છે? ચાણક્ય નીતિના આ 5 નિયમો અપનાવો, ક્યારેય નહીં થાય પસ્તાવો

જીવનની સફરમાં કોઈ લાચાર કે જરૂરિયાતમંદ વ્યક્તિનો હાથ પકડવો એ અત્યંત નેક કાર્ય છે, પરંતુ તે જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારી આ ભલાઈ અને સંવેદનાની તેટલી જ કદર કરે. ઘણીવાર આપણે માનવીય સ્વભાવ કે આપણી સહજતાને કારણે કોઈની મુશ્કેલી જોઈને મદદનો હાથ લંબાવી દઈએ છીએ, પરંતુ ધીરે-ધીરે એ જ વ્યક્તિ આ બાબતનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કરી દે છે. આ પ્રકારના સંજોગો જોતજોતામાં આપણી મજબૂરી બની જાય છે, જેની સીધી અસર આપણા કીમતી સમય, કમાણી અને માનસિક શાંતિ પર પડે છે. આવો, ચાણક્ય નીતિના માધ્યમથી સમજીએ કે કયા 5 પ્રકારના લોકોની સહાય કરતી વખતે આપણે હંમેશાં સતર્ક રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વારંવાર અપમાન કરનારા લોકો

ઘણીવાર આપણે જૂની વાતોને અવગણીને એવા વ્યક્તિની પણ મદદ કરી બેસીએ છીએ, જેણે જાહેરમાં આપણું અપમાન કર્યું હોય. જો સામેની વ્યક્તિ તમારા આત્મસન્માનની પરવા કર્યા વિના માત્ર પોતાના સ્વાર્થ સમયે જ સંપર્ક કરે, તો તેના છુપાયેલા ઇરાદાઓને ઓળખવા અત્યંત જરૂરી છે. જૂની કડવાશને ભૂલી જવી એ સારી બાબત છે, પરંતુ પોતાની ગરિમા અને આત્મસન્માનને જાળવી રાખવા પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સ્વાર્થી સ્વભાવ ધરાવતા લોકો

કેટલાક લોકોની પ્રકૃતિ જ એવી હોય છે કે તેઓ કોઈના પ્રત્યે વફાદાર રહેતા નથી અને પોતાના અંગત ફાયદા માટે દરેક વ્યક્તિનો ઉપયોગ કરતા અચકાતા નથી. જો કોઈ વ્યક્તિ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડીને વારંવાર સહાયની અપેક્ષા રાખે, તો તેની મદદ કરવી તમારા માટે મોટી મુસીબત બની શકે છે. આવા લોકોની મીઠી વાતોમાં ફસાવાને બદલે તેમના વર્તન પર નજર રાખો અને સમયસર અંતર બનાવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હરહંમેશ રડારોળ કરનારા લોકો

કેટલાક લોકો પોતાના જીવનની સમસ્યાઓનું રોદણું હંમેશાં રડતા રહે છે. શરૂઆતમાં માનવતાના નાતે તેમની મદદ કરવાનું મન થાય છે, પરંતુ આ સિલસિલો ક્યારેય અટકતો નથી. જ્યારે તમે તેમની એક મુસીબતનો ઉકેલ લાવો છો, ત્યારે તેઓ તરત જ બીજી નવી પરેશાની લઈને સામે ઊભા રહી જાય છે, જેના કારણે તમારા પોતાના મહત્વના કાર્યો પાછળ રહી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વિચાર્યા વગર બોલનારા લોકો

વિચાર્યા વગર નિર્ણયો લેનારા અને પોતાની જ ભૂલોમાંથી શીખવા તૈયાર ન રહેનારા લોકોની મદદ કરવી ઘણીવાર ગળાનો ગાળિયો બની જાય છે. આવા લોકો વારંવાર એ જ જૂની ભૂલોનું પુનરાવર્તન કરે છે અને દર વખતે પોતાની નાસમજનો બોજ બીજા પર નાખી દે છે. આ ઉપરાંત, જે લોકો જરૂરિયાત કરતા વધારે બોલે છે અને વાતનું વતેસર બનાવે છે, તેમની સામે પોતાની અંગત વાતો કે રહસ્યો રજૂ કરવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અહંકારી લોકો

અહંકારી લોકો તમારી મદદ તો સરળતાથી સ્વીકારી લે છે, પરંતુ તેના બદલામાં તમને સન્માન આપવું એ પોતાનું અપમાન સમજે છે. મદદ મળ્યા પછી પણ તેમનું વલણ એવું હોય છે કે જાણે તેમણે તમારા પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય. આવા લોકોની સહાય કરવાથી માત્ર માનસિક તણાવ જ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Motivation ChanakyaNiti LifeLessons
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ