ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ASI અશ્વિન તબિયાડના મોત મામલે મોટો ખુલાસો, મહિલા પોલીસકર્મીએ રચ્યું હતું ષડયંત્ર, 4ની ધરપકડ
Last Updated: 08:55 PM, 17 November 2026
ADVERTISEMENT
હાથમતી નદીનો સુમસામ કિનારે સળગીને ખાખ થયેલી અર્ટિગા કાર અને કારની અંદરથી મળી આવેલા માનવ અવશેષો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામ નજીક બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. શરૂઆતમાં રહસ્યમય લાગતી આ ઘટનાની તપાસ આગળ વધતાં પોલીસ સમક્ષ એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવવા લાગી. સળગેલી કારમાંથી મળેલા માનવ અવશેષોના પ્રકરણમાં મૃતકની ઓળખ 45 વર્ષીય અશ્વિનભાઈ તબિયાડ તરીકે સામે આવી હતી.
ADVERTISEMENT
અશ્વિનભાઈ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ સવાલ એ હતો કે પોલીસ અધિકારીનો મૃતદેહ આ રીતે સળગેલી કારમાં કેવી રીતે પહોંચ્યો? કારને આગ કોણે લગાવી? અને આ સમગ્ર ઘટના પાછળ કોનું કથિત કાવતરું હતું?પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમપ્રકરણ હોવાનો આરોપ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ હત્યાકાંડમાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે

ADVERTISEMENT
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મૃતક અશ્વિનભાઈ અને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ આલ્ફા છેલ્લા પાંચેક મહિનાથી પરિચયમાં હતા. ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આલ્ફાના ભાડાના મકાનમાં આ સમગ્ર હત્યાનો બનાવ બન્યો હતો આઠ તારીખે રાત્રે હત્યા કર્યા બાદ, નવ તારીખે રાત્રે આરોપી આલ્ફા, તેના ભાઈ, અન્ય બે કઝીન ભાઈ અને એક ઓળખીતા મનોજ સહિતના ચાર શખ્સોએ ભેગા મળીને મૃતક અશ્વિનભાઈના જ શબને તેમની અર્ટિગા કારમાં મૂક્યું હતું. ત્યારબાદ અવાવરૂ જગ્યા શોધીને ગાડી પર પેટ્રોલ છાંટીને તેને સળગી દીધી હતી

ADVERTISEMENT
હત્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવા કથિત રીતે સમગ્ર યોજના બનાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ASI અશ્વિનભાઈ તબિયાડના મૃતદેહને અર્ટિગા કારમાં મૂકી સૌપ્રથમ કણાદર ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ બે વાહનોની મદદથી મૃતદેહને પાદરા ગામ નજીક હાથમતી નદીના કિનારે પહોંચાડવામાં આવ્યો હતો. અહીં મૃતદેહને અર્ટિગા કારમાં મૂકી તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દેવામાં આવી હોવાનો આરોપ છે. મૃતદેહ સંપૂર્ણપણે સળગી જાય, તેની ઓળખ ન થઈ શકે અને હત્યાના પુરાવા નષ્ટ થઈ જાય તેવા ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પાટીદારોમાં જ બે ફાટા પડ્યા? જાણો કોણે કોણે દિનેશ બાંભણિયાના નિવેદનને આપ્યું સમર્થન, કોણ બોલ્યું વિરુદ્ધમાં
ADVERTISEMENT
આ ચકચારી હત્યાકાંડમાં ભિલોડા પોલીસે તપાસ આગળ વધારતાં મહિલા સહિત ચાર શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આલ્ફાબેન કલ્પેશભાઈ,અશોકકુમાર,પંકજકુમાર,મગનભાઈ અને મનોજકુમાર ભુરાજી વજાજી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ એકબીજાની મદદથી હત્યાનું કાવતરું રચી મૃતદેહ સાથે કાર સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. હાલ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે IPCની કલમ ૩૦૨ (હત્યા) અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ મેળવી આગળની કડક પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.