ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ લતીફ ભટને ઠાર કર્યો!

National / જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ લતીફ ભટને ઠાર કર્યો!

Published By: Nidhi Panchal

Last Updated: 12:16 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તોઈબાનો કમાન્ડર અને 15 લાખ રૂપિયાના ઈનામી આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. મસ્જિદમાં છુપાયેલા આતંકીને આત્મસમર્પણ કરવાની અનેક તક આપવામાં આવી હતી, પરંતુ તેણે સરેન્ડર કરવાનો ઈનકાર કર્યો હતો. આખરે મસ્જિદની બહાર આવતાં જ સુરક્ષા દળોએ તેનો ખાત્મો કર્યો હતો.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના કમાન્ડર અને ૧૫ લાખ રૂપિયાના ઈનામી આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન ઠાર માર્યો છે. 11 નવેમ્બરે નૌપોરા અખરાન વિસ્તારમાં સીઆરપીએફની પોસ્ટ પર થયેલા હુમલાનો તે મુખ્ય સૂત્રધાર હતો. સુરક્ષા દળોએ તેને જીવતો પકડવા માટે અનેક વખત આત્મસમર્પણની તક આપી હતી. સ્થાનિક લોકોની મદદથી તેની સાથે વીડિયો કોલ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે શરણાગતિ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. મસ્જિદમાં છુપાયેલા લતીફને બહાર કાઢવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આખરે મસ્જિદની બહાર આવતાં જ તેને ઠાર મારવામાં આવ્યો હતો.

latif

કુલગામના જંગલપોરા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સુરક્ષા દળોએ લતીફને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન તે એક મસ્જિદમાં છુપાયો હોવાનું સામે આવ્યું હતું. સુરક્ષા દળોએ ધાર્મિક સ્થળની પવિત્રતા અને તેને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખી હતી. મસ્જિદની અંદર સીધી કાર્યવાહી કરવાને બદલે તેને બહાર લાવવાના પ્રયાસો કરાયા હતા.

પોતે લતીફ સાથે લાંબી વીડિયો કોલ પર વાત કરી

કુલગામના એસએસપી ઈનાયત અલીના જણાવ્યા અનુસાર તેમણે પોતે લતીફ સાથે લાંબી વીડિયો કોલ પર વાત કરી હતી. તેને હથિયાર મૂકી આત્મસમર્પણ કરવા સમજાવવામાં આવ્યો હતો. સરેન્ડર કરે તો તેનો જીવ બચાવવામાં આવશે તેવી ખાતરી પણ અપાઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પણ તેને સમજાવવાના પ્રયાસો થયા હતા. જોકે, લતીફે સ્પષ્ટ ઈનકાર કરતાં કહ્યું હતું કે, ‘મારી સાથે અલ્લાહ સિવાય કોઈ નથી.’ અન્ય એક સંવાદમાં તેણે કહ્યું હતું કે, ‘મારે અલ્લાહને મળવું છે. હું ખૂબ ખુશ છું. હું અલ્લાહને જોઈશ. હું સરેન્ડર નહીં કરું.’

આશરે 2.45 વાગ્યે મસ્જિદમાં પ્રવેશ્યા બાદ ગોળીબાર

SSPના જણાવ્યા અનુસાર લતીફ રાત્રે આશરે 2.45 વાગ્યે મસ્જિદમાં પ્રવેશ્યા બાદ ગોળીબાર કરવા લાગ્યો હતો. તેને બહાર કાઢવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. ધાર્મિક સ્થળને નુકસાન ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી અને મસ્જિદની અંદર સુરક્ષા દળોએ કોઈ કાર્યવાહી કરી નહોતી. આખરે તે બહાર આવતાં જ તેને ઠાર કરવામાં આવ્યો હતો.

CRPF પોસ્ટ પર હુમલાનો મુખ્ય સૂત્રધાર

લતીફ ભટે પોતાના સાથી ઉમર નિસાર સાથે મળીને 11 નવેમ્બરે કુલગામના નૌપોરા અખરાન વિસ્તારમાં સીઆરપીએફની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. હુમલા બાદ બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ તપાસ દરમિયાન લતીફ અને તેના સાથીઓની હિલચાલ શોધી કાઢી હતી.

10 નવેમ્બરે લતીફ ભટ....

હુમલાના એક દિવસ પહેલાં એટલે કે 10 નવેમ્બરે લતીફ ભટ અને ઉમર નિસાર ડારે કુલગામના મીર બજાર, અખરાન, હબલિશ અને કિલમ સહિતનાં સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સુરક્ષા દળોને નિશાન બનાવવાના હેતુથી તેમણે આ વિસ્તારોની રેકી કરી હતી. તેમની આ હિલચાલ સ્થાનિક સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રેકી કર્યા બાદ બીજા જ દિવસે બંનેએ સીઆરપીએફની પોસ્ટને નિશાન બનાવી હતી.

બે દિવસ પહેલાં ઘાયલ થયો હતો, સાથી ઉમર પણ ઠાર

લતીફ ભટ બે દિવસ પહેલાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘાયલ થયો હતો, પરંતુ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 16 નવેમ્બરે કુલગામના લારનૂ બાયપાસ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં તેનો સાથી ઉમર નિસાર ભટ માર્યો ગયો હતો. શરૂઆતમાં સુરક્ષા દળોએ લતીફ પણ માર્યો ગયો હોવાની માહિતી આપી હતી, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેને પગમાં ગોળી વાગી હતી અને તે બચી ગયો હતો. ત્યારથી સુરક્ષા દળો તેની શોધમાં હતાં.

આ પણ વાંચો : UP ચૂંટણી પહેલાં INDIA ગઠબંધનમાં ખેંચતાણ, 181 બેઠકોની માંગથી અખિલેશની વધી મુશ્કેલી

ઘરેથી ગુમ થયો, પછી આતંકી સંગઠનમાં જોડાયો

૨૨ વર્ષનો મોહમ્મદ લતીફ ભટ કુલગામના અશમુજી વિસ્તારના ખ્રેવાં ચાદેરનો રહેવાસી હતો. તેણે અશમુજીની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલમાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ થોડો સમય કુલગામની સરકારી ડિગ્રી કોલેજમાં અભ્યાસ કર્યા પછી સુથારીકામ શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં તે ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં પાકિસ્તાનમાં બેઠેલા લશ્કરના ઓપરેટિવ સજ્જાદ ગુલે તેને લશ્કર-એ-તોઈબા અને તેના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)માં ભરતી કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેના પર પોલીસે ૧૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. કુલગામમાં લતીફ ભટના ખાત્માથી સુરક્ષા દળોને સીઆરપીએફ પોસ્ટ પરના હુમલાના મુખ્ય સૂત્રધારનો અંત લાવવામાં સફળતા મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lashkar Commander Kulgam Encounter Mohammad Latif Bhat

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ