ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UP ચૂંટણી પહેલાં INDIA ગઠબંધનમાં ખેંચતાણ, 181 બેઠકોની માંગથી અખિલેશની વધી મુશ્કેલી

નેશનલ / UP ચૂંટણી પહેલાં INDIA ગઠબંધનમાં ખેંચતાણ, 181 બેઠકોની માંગથી અખિલેશની વધી મુશ્કેલી

Published By: Nirav Kumar

Last Updated: 11:50 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીનો મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં કોંગ્રેસની 181 બેઠકોની માંગને લઇ ચર્ચા ગરમ થઇ છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગનો મુદ્દો હજુ સ્પષ્ટ થયો નથી. આ બંને પક્ષો ગઠબંધનમાં ચૂંટણી લડવા પર સહમત છે પણ સીટોના વહેંચણીને લઈને અસ્પષ્ટતા છે. મંગળવારે યોજાવાની હતી તે મીટિંગ રદ થઈ ગઈ છે અને હવે 23થી 25 નવેમ્બર વચ્ચે નવી વાતચીતનો પ્રસ્તાવ છે.

અખિલેશ યાદવ છેલ્લા અમુક મહિનાથી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છે, પણ કોંગ્રેસને કેટલી સીટો મળશે તે અંગે સ્પષ્ટ આંકડો નથી આપ્યો. 14 નવેમ્બરે તેમને કહ્યું હતું કે કોંગ્રેસે 181 સીટોની માંગ કરી છે. તેમના નિવેદનમાં ત્રણ મુખ્ય વાતો સામે આવે છે કે, કોંગ્રેસને સન્માનજનક સીટો મળશે, ટિકિટ આપતી વખતે ઉમેદવારની જીતવાની ક્ષમતાને પ્રાધાન્ય મળશે અને સીટોની સંખ્યા કરતાં ગઠબંધનની જીત વધુ મહત્વની છે.

સોમવારે મલ્લિકાર્જુન ખડગેના નિવાસે કોંગ્રેસની મહત્વની મીટિંગ થઈ હતી. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે મંગળવારથી SP સાથે વાતચીત શરૂ થશે પણ SPએ તેની પુષ્ટિ નહોતી કરી. પરિણામે ઔપચારિક મીટિંગ ન થઈ શકી.

SP સાંસદ રાજીવ રાયે જણાવ્યું છે કે 23, 24 અને 25 નવેમ્બરે દિલ્હીમાં સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે. આ બંને પક્ષો ત્રણ-ત્રણ સભ્યોની કમિટીઓ બનાવશે. કોંગ્રેસ તરફથી અજય માકનના નેતૃત્વમાં અને SP તરફથી રામગોપાલ યાદવના નેતૃત્વમાં વાતચીત થવાની શક્યતા છે. અખિલેશ 20 નવેમ્બરે SP કમિટીના સભ્યોની જાહેરાત કરશે.

2024ની લોકસભા ચૂંટણીનું ફોર્મ્યુલા ફરી અપનાવશે સપા-કોંગ્રેસ?

બેઠકોની વહેંચણીમાં 2024ની લોકસભા ચૂંટણીનું ગણિત બંને પક્ષો માટે એક સંભવિત આધાર બની શકે છે. 2024માં ઉત્તર પ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીએ 63 અને કોંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ પ્રમાણે કોંગ્રેસની ભાગીદારી આશરે 21 ટકા હતી. જો આ જ ફોર્મ્યુલા ઉત્તર પ્રદેશની કુલ 403 વિધાનસભા બેઠકો પર લાગુ કરવામાં આવે તો કોંગ્રેસના ભાગે આશરે 86 બેઠકો આવી શકે છે. જ્યારે 20 ટકા હિસ્સાના આધારે કોંગ્રેસને લગભગ 81 બેઠકો મળી શકે છે.

એટલે કે 80થી 86 બેઠકોનું ગણિત બંને પક્ષો વચ્ચેની વાતચીતનો સંભવિત આધાર બની શકે છે. જોકે હજુ સુધી કોઈ પક્ષે આ ફોર્મ્યુલાને ઓફીશીયલ રીતે સ્વીકાર્યું નથી. બીજી તરફ કોંગ્રેસની 181 બેઠકોની કથિત માંગ અને આ સંભવિત ફોર્મ્યુલા વચ્ચે મોટો તફાવત છે.

વધુ વાંચો : UPમાં ફરી સત્તા મેળવવા ભાજપનો મેગા પ્લાન, શ્રીકૃષ્ણ જન્મભૂમિથી UCC સુધી આ મુદ્દાઓથી વિપક્ષને આપશે ટક્કર

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટી પણ બનાવી છે. જેમાં અજય માકનને જવાબદારી આપવામાં આવી છે. પાર્ટી ઇચ્છે છે કે સીટ વહેંચણીનો નિર્ણય જલ્દી થાય અને મુદ્દો લાંબો ન ખેંચાય. ગઠબંધન પર સહમતિ છે પણ સીટોના આંકડા પર હજુ સ્પષ્ટતા આવી નથી. આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચે વાતચીત થશે ત્યારે તસવીર વધુ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Election 2027 Seat Sharing Formula SP Congress Alliance

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ