ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેસુ વિસ્તારમાં આવેલા સ્પામાં પોલીસના દરોડા, ગભરામણમાં 42 વર્ષીય સ્પા સંચાલકે ચોથા માળેથી ઝંપલાવ્યું
Last Updated: 11:26 PM, 17 November 2026
ADVERTISEMENT
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે 17 નવેમ્બરની સાંજે એક સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને જોઈને ગભરાયેલા 42 વર્ષીય સ્પા સંચાલક રાજેશ રઘુવરસિંહે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મૂળ હરિયાણાના વતની રાજેશ રઘુવરસિંહ હાલ સુરતના મગદલ્લા ગામમાં રહેતા હતા અને હોટલ તથા સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજેશને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT
ડમી ગ્રાહક મોકલી પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો
અઠવા પોલીસ મથકના PI એમ.બી. શેરગિલના જણાવ્યા અનુસાર, પોલીસને વેસુના સફલ સ્ક્વેરમાં આવેલા સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે એક પોલીસકર્મીને ડમી ગ્રાહક બનાવી સ્પાની ઓફિસમાં મોકલ્યો હતો.
ADVERTISEMENT
સ્પા સાથે સંકળાયેલી યુવતી મૂળ કલકત્તાની હોવાનું જાણવા મળ્યું
તપાસ દરમિયાન ડમી ગ્રાહક પાસેથી રૂ. 9,000 લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પા સાથે સંકળાયેલી યુવતી મૂળ કલકત્તાની હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં, ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા રૂ. 9,000માંથી યુવતીને માત્ર રૂ. 2,500 આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો હતો.
ADVERTISEMENT

પરિવારમાં લગ્ન પ્રસંગને લઈને તણાવની શક્યતા
ADVERTISEMENT
રાજેશ રઘુવરસિંહના મોત બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના પરિવારમાં આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ યોજાવાનો હતો. આ સંજોગોમાં કોઈ માનસિક તણાવને કારણે તેમણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુથી જીવલેણ હુમલો, ધોળા દિવસે બનેલી ઘટનાથી વેપારીઓમાં ફફડાટ
ADVERTISEMENT
જોકે, તેમના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.