ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુથી જીવલેણ હુમલો, ધોળા દિવસે બનેલી ઘટનાથી વેપારીઓમાં ફફડાટ

કાર્યવાહી / વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુથી જીવલેણ હુમલો, ધોળા દિવસે બનેલી ઘટનાથી વેપારીઓમાં ફફડાટ

Published By: Vishal Khamar
Reported By: Manav Thakor

Last Updated: 10:57 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના વાપીમાં 5 કરોડની ખંડણીની માગ બાદ અભિષેક જ્વેલર્સના માલિક પર ત્રણથી ચાર હુમલાખોરોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ વેપારી શ્રદ્ધા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ, પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી.

ADVERTISEMENT

વલસાડ: વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાપીના અભિષેક જ્વેલર્સના માલિક પર ત્રણથી ચાર હુમલાખોરોએ સરાજાહેર છરી વડે જીવલેણ હુમલો કરતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલા અગાઉ જ્વેલર્સના માલિક પાસે રૂ. 5 કરોડની ખંડણીની માગ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ખંડણીની માગ બાદ હુમલાખોરોએ અભિષેક જ્વેલર્સના માલિકને નિશાન બનાવી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક તેમને સારવાર અર્થે શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ICUમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને હુમલામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ, ખંડણીની માગમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને આ ગુનામાં વધુ કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં નશાખોરો બેફામ, આંબેડકર શોપિંગ સેન્ટરમાં દારૂ અને નશાના ઇન્જેક્શનનું દુષણ

વાપી જેવા ઔદ્યોગિક અને વેપારી શહેરમાં ધોળા દિવસે વેપારી પર થયેલા આ જીવલેણ હુમલાને પગલે વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં આ ખંડણીકાંડ અને હુમલા અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Crime News Vapi Jeweller Attack Abhishek Jewellers Vapi

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ