ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027: મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ સહિત અનેક દિગ્ગજો ટીમમાંથી બહાર, જાણો તમામ ટીમોની સંપૂર્ણ યાદી

સ્પોર્ટ્સ / IPL 2027: મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ સહિત અનેક દિગ્ગજો ટીમમાંથી બહાર, જાણો તમામ ટીમોની સંપૂર્ણ યાદી

Published By: Pravin Joshi

Last Updated: 10:26 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027ની હરાજી પહેલા તમામ 10 ટીમોએ પોતાના જાળવી રાખેલા અને મુક્ત કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી, જેમાં મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજોને મુક્ત કરાયા છે.

ADVERTISEMENT

આગામી મહિને યોજાનારી ખેલાડીઓની હરાજી પહેલા મંગળવારે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ આઈપીએલ 2027 માટે પોતાના જાળવી રાખેલા અને મુક્ત કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓ મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ સહિત ઘણા મોટા નામોને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

IPL

દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના ઘાતક ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્કલોડ મેનેજમેન્ટના કારણે સ્ટાર્ક આઈપીએલ 2026ના પ્રથમ તબક્કામાં રમી શક્યો ન હતો. દિલ્હીએ તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ 2027ની સીઝનમાં પણ તેની ઉપલબ્ધતા અંગે પ્રશ્નો ઊભા થતા ફ્રેન્ચાઈઝીએ તેને બહાર કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સે કુલ 10 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેમાં સ્ટાર્ક ઉપરાંત નીતિશ રાણા, અભિષેક પોરેલ, બેન ડકેટ, દુષ્મંથા ચમીરા અને કરુણ નાયરનો સમાવેશ થાય છે.

SRH_0

બીજી તરફ, અભિષેક શર્મા સાથે મળીને આઈપીએલની સૌથી વિસ્ફોટક ભાગીદારી બનાવનાર ટ્રેવિસ હેડે આઈપીએલ 2027માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ કારણોસર સનરાઈઝર્સ હૈદરાબાદે તેને ટીમમાંથી મુક્ત કર્યો છે. ટોચના ક્રમમાં રમવા માટે હેડને 14 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. હૈદરાબાદે હેડ, ગેરાલ્ડ કોએત્ઝી અને જયદેવ ઉનડકટ સહિત કુલ 9 ખેલાડીઓને મુક્ત કર્યા છે.

મંગળવારે સાંજે ખેલાડીઓને જાળવી રાખવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મુક્ત કરાયેલા અન્ય મુખ્ય વિદેશી ખેલાડીઓમાં ટ્રેન્ટ બોલ્ટ (મુંબઈ ઈન્ડિયન્સ), જેકબ બેથેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) અને શિમરોન હેટમાયર (રાજસ્થાન રોયલ્સ) સામેલ છે.

deepak-chahar-and-MS-dhoni

મુંબઈ ઈન્ડિયન્સે પણ 9 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેનાથી તેમના ખાતામાં 28.8 કરોડ રૂપિયા પરત આવ્યા છે. બોલ્ટ ઉપરાંત દીપક ચહર અને એએમ ગઝનફરને પણ બહાર કરવામાં આવ્યા છે. પંજાબ કિંગ્સ સાથેના સોદા મારફતે અર્શદીપ સિંહ ટીમમાં આવતા મુંબઈને હવે દીપક ચાહરની જરૂર જણાતી ન હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડ રૂપિયાની જંગી કિંમતના કેમરૂન ગ્રીનને ટીમમાં જાળવી રાખ્યો છે, પરંતુ ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્દેશ પર આઈપીએલ 2026 પહેલા પણ તેને અચાનક મુક્ત કરવામાં આવ્યો હતો. કોલકાતાએ શ્રીલંકાના ઝડપી બોલર મથીશા પથિરાનાને પણ મુક્ત કર્યો છે. કોલકાતાએ કુલ 12 ખેલાડીઓને બહાર કર્યા છે, જેમાં નિવૃત્તિ લઈ ચૂકેલા અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર અને આકાશ દીપનો સમાવેશ થાય છે.

IPL-FINAL

ગત ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલને મુક્ત કર્યો છે. બેથેલને શાનદાર ખેલાડી માનવામાં આવે છે, પરંતુ તે હજુ સુધી ઘૂંટણની શસ્ત્રક્રિયામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. બેંગલુરુએ કુલ 6 ખેલાડીઓને મુક્ત કર્યા છે.

પંજાબ કિંગ્સે પણ 6 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેમાં લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ સામેલ છે. મુંબઈ ઈન્ડિયન્સમાંથી હાર્દિક પંડ્યાના આગમન બાદ અનેક ઓલરાઉન્ડર વિકલ્પો હોવા છતાં, ફ્રેન્ચાઈઝીએ માર્કસ સ્ટોઈનિસને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

punjab kings.jpg

આઈપીએલ ટ્રેડિંગ વિન્ડો 9 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે અને એવી શક્યતા છે કે 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી હરાજી પહેલા સ્ટોઈનિસની અન્ય ટીમ સાથે અદલાબદલી થઈ શકે છે. ગત સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર લખનૌ સુપર જાયન્ટ્સે 7 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેમાં મેથ્યુ બ્રીટ્ઝકે, આવેશ ખાન અને એનરિક નોર્કિયા સામેલ છે.

ગુજરાત ટાઈટન્સે માત્ર 5 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેમાં અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા અને મધ્યમ ક્રમના બેટ્સમેન શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. જે દિવસે એમએસ ધોનીએ પોતાની આઈપીએલ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો, તે જ દિવસે ચેન્નાઈ સુપર કિંગ્સે 10 ખેલાડીઓને મુક્ત કર્યા છે. 14.2 કરોડ રૂપિયામાં ખરીદાયેલા પ્રશાંત વીરને મેથ્યુ શોર્ટ અને મેટ હેનરી સાથે મુક્ત કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા મુક્ત કરાયેલા 8 ખેલાડીઓમાં હેટમાયર સૌથી મોટું નામ હતું, જ્યારે અન્ય ખેલાડીઓમાં એડમ મિલ્ને, તુષાર દેશપાંડે અને કુલદીપ સેન સામેલ છે.

તમામ 10 ટીમોની સંપૂર્ણ યાદી

મુંબઈ ઈન્ડિયન્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (9): ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, એએમ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઈઝહાર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે, મયંક રાવત.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: અર્શદીપ સિંહ (અદલાબદલી), અશ્વિની કુમાર, કોર્બિન બોશ, જસપ્રીત બુમરાહ, મિચેલ સેન્ટનર, નમન ધીર, ક્વિન્ટન ડી કોક, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, શાર્દુલ ઠાકુર, શેરફેન રૂધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ.

Rohit-Sharma-IPL

કોલકાતા નાઈટ રાઈડર્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (12): અજિંક્ય રહાણે, આકાશ દીપ, બ્લેસિંગ મુઝરબાની, દક્ષ કામરા, લવનીથ સિસોદિયા, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, નવદીપ સૈની, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, તેજસ્વી સિંહ, ઉમરાન મલિક.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: અંગક્રિશ રઘુવંશી, અનુકૂલ રોય, કેમરૂન ગ્રીન, ફિન એલન, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મનીષ પાંડે, પ્રશાંત સોલંકી, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, સાર્થક રંજન, સૌરભ દુબે, સુનીલ નારાયણ, ટિમ સેઈફર્ટ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

shubhman-gill-final

ગુજરાત ટાઈટન્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (5): ઈશાંત શર્મા, માર્ક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરૂખ ખાન, કોનર એસ્ટરહુઈઝન.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: શુભમન ગિલ, અનુજ રાવત, કાગીસો રબાડા, રાહુલ તેવટિયા, અશોક શર્મા, કુમાર કુશાગ્ર, રાશિદ ખાન, ગ્લેન ફિલિપ્સ, માનવ સુથાર, સાઈ સુદર્શન, ગુરનૂર બરાર, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ (અદલાબદલી), મોહમ્મદ અરશદ ખાન, ટોમ બેન્ટન, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જયંત યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, જોસ બટલર, આર. સાઈ કિશોર.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

મુક્ત કરાયેલા ખેલાડીઓ: જેકબ બેથેલ, રિચર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ, વિહાન મલ્હોત્રા. (નોંધ: ફ્રેન્ચાઈઝીએ કુલ 6 ખેલાડીઓ મુક્ત કર્યા છે).

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: વિરાટ કોહલી, રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, જોર્ડન કોક્સ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, વેંકટેશ ઐયર, કનિષ્ક ચૌહાણ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, નુવાન તુષારા, રસિક સલામ, સુયશ શર્મા, અભિનંદન સિંહ, જેકબ ડફી, વિકી ઓસ્તવાલ.

dhoni-news

ચેન્નાઈ સુપર કિંગ્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (10): મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, ઝેક ફોલ્ક્સ, પ્રશાંત વીર, અમન ખાન, કુલદીપ યાદવ, આકાશ મધવાલ, ડાયન ફોરેસ્ટર, મેકનીલ નોરોન્હા, એમએસ ધોની.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: અકીલ હોસેન, અંશુલ કંબોજ, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, ગુરજાપનીત સિંહ, જેક એડવર્ડ્સ (અદલાબદલી), જેમી ઓવરટન, કાર્તિક શર્મા, લિયામ લિવિંગસ્ટોન (અદલાબદલી), મુકેશ ચૌધરી, નૂર અહમદ, રાહુલ ચાહર, રામકૃષ્ણ ઘોષ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સરફરાઝ ખાન, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, ઉર્વિલ પટેલ.

રાજસ્થાન રોયલ્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (8): એડમ મિલ્ને, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે, કુલદીપ સેન, યુદ્ધવીર સિંહ, વિગ્નેશ પુથુર, રવિ સિંહ, શિમરોન હેટમાયર.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, અમન રાવ પેરાલા, બ્રિજેશ શર્મા, નાન્દ્રે બર્ગર, દાસુન શનાકા, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા, શુભમ દુબે, સુશાંત મિશ્રા, યશ પુંજા.

ravindra jadeja ipl 2026

સનરાઈઝર્સ હૈદરાબાદ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (9): ટ્રેવિસ હેડ, કામિન્ડુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ, ડી. મદુશંકા, ઓમકાર તરમાલે, અમિત કુમાર, શિવમ માવી, ગેરાલ્ડ કોએત્ઝી, ડેવિડ પાયને.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, બ્રાયડન કાર્સે, સલિલ અરોરા, અનિકેત વર્મા, હર્ષ દુબે, આર. સ્મરણ, પ્રફુલ્લ હિંજ, સાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ક્રેન્સ ફુલેત્રા, ઈશાન મલિંગા, ટી. નટરાજન (અદલાબદલી), નાથન એલિસ (અદલાબદલી), ખલીલ અહમદ (અદલાબદલી).

પંજાબ કિંગ્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (6): લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે, વિશાલ નિષાદ.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: અઝમતુલ્લાહ ઓમરઝાઈ, બેન દ્વારશુઈસ, કૂપર કોનોલી, હાર્દિક પંડ્યા (અદલાબદલી), હરનૂર પન્નુ, હરપ્રીત બરાર, માર્કો યાન્સેન, માર્કસ સ્ટોઈનિસ, મુશીર ખાન, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, શ્રેયસ ઐયર, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વિશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.

HARDIK-COVER

લખનૌ સુપર જાયન્ટ્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (7): મેથ્યુ બ્રીટ્ઝકે, આવેશ ખાન, એનરિક નોર્કિયા, જ્યોર્જ લિન્ડે, વાનિન્દુ હસરંગા, નમન તિવારી, અર્શિન કુલકર્ણી.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, જોશ ઈંગ્લિસ, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, કુલદીપ યાદવ (અદલાબદલી), સેમ કરન (અદલાબદલી), અક્ષત રઘુવંશી, મયંક યાદવ, શાહબાઝ અહમદ, અર્જુન તેંડુલકર, મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, મોહસિન ખાન, આયુષ બદોની, મુકુલ ચૌધરી.

delhi capitals

દિલ્હી કેપિટલ્સ

મુક્ત કરાયેલા ખેલાડીઓ (10): નીતિશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, રેહાન અહમદ, મિચેલ સ્ટાર્ક, અજય મંડલ.

જાળવી રાખેલા અને અદલાબદલીથી આવેલા ખેલાડીઓ: ડેવિડ મિલર, કેએલ રાહુલ, નીતિશ રાણા, સમીર રિઝવી, આશુતોષ શર્મા, પૃથ્વી શો, ટ્રિસ્ટન સ્ટબ્સ, માધવ તિવારી, ઋષભ પંત (અદલાબદલી), ઝીશાન અંસારી, કાઈલ જેમીસન, મુકેશ કુમાર, ઔકિબ નબી, લુંગી એનગિડી, વિપ્રજ નિગમ, ત્રિપુરાના વિજય, અક્ષર પટેલ.

કઈ ટીમના ખાતામાં કેટલી રકમ બાકી?

હરાજીમાં ઉતરનારી ટીમોમાં લખનૌ સુપર જાયન્ટ્સ પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. ત્યારબાદ અન્ય ટીમોની સ્થિતિ નીચે મુજબ છે:

ક્રમ ટીમનું નામ બાકી રહેલી રકમ (કરોડ રૂપિયામાં)

  • લખનૌ સુપર જાયન્ટ્સ - 47.45
  • કોલકાતા નાઈટ રાઈડર્સ - 41.65
  • સનરાઈઝર્સ હૈદરાબાદ - 40.15
  • દિલ્હી કેપિટલ્સ - 39.50
  • મુંબઈ ઈન્ડિયન્સ - 32.60
  • ચેન્નાઈ સુપર કિંગ્સ - 28.05
  • રાજસ્થાન રોયલ્સ - 27.05
  • પંજાબ કિંગ્સ - 18.60
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - 14.15
  • ગુજરાત ટાઈટન્સ - 8.75

સંકળાયેલા મુદ્દાઓ

MitchellStarc IPLAuction IPL2027

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ