ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં નશાખોરો બેફામ, આંબેડકર શોપિંગ સેન્ટરમાં દારૂ અને નશાના ઇન્જેક્શનનું દુષણ
Last Updated: 10:02 PM, 17 November 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં નશાના દુષણને ડામવામાં તંત્રની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર પંથકમાં નશાના ઇન્જેક્શનના સેવનથી શંકાસ્પદ મોતની ઘટના સામે આવ્યા બાદ પણ જિલ્લામાં નશાખોરોની પ્રવૃત્તિઓ યથાવત્ હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
ભરૂચના ડૉ. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરમાંથી સામે આવેલા દ્રશ્યોએ સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાવ્યો છે. શોપિંગ સેન્ટર જાણે દારૂડિયાઓ અને નશાખોરોનો અડ્ડો બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
માત્ર દારૂની બોટલો જ નહીં, પરંતુ શોપિંગ સેન્ટરના ધાબા પર નશાના ઇન્જેક્શન લેવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેના પગલે જાહેર સ્થળે નશીલા પદાર્થોનું સેવન થતું હોવાની આશંકા વધુ ઘેરી બની છે.
ADVERTISEMENT

સૌથી ગંભીર બાબત એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરનું ધાબું નશાખોરો માટે સુરક્ષિત અડ્ડો બની ગયું છે કે કેમ તેવો સવાલ ઊભો થયો છે. જાહેર સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોવા છતાં જવાબદાર તંત્રને તેની જાણ નથી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT

ગંભીર ચિંતાનો વિષય બની
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવા છતાં જાહેર સ્થળોએ વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવવો તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. બીજી તરફ, નશાના ઇન્જેક્શન જેવી જોખમી પ્રવૃત્તિઓ યુવાનો અને સમાજના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.
નશાના ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવે છે
ADVERTISEMENT
અંકલેશ્વરમાં શંકાસ્પદ મોતની ઘટના બાદ પણ જો આવી પ્રવૃત્તિઓ અટકતી ન હોય તો પોલીસ અને સંબંધિત વિભાગો ક્યારે જાગશે? શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરી નશાખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તેમજ નશાના ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવે છે અને તેની પાછળ કોણ જવાબદાર છે, તેવા સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ASI અશ્વિન તબિયાડના મોત મામલે મોટો ખુલાસો, મહિલા પોલીસકર્મીએ રચ્યું હતું ષડયંત્ર, 4ની ધરપકડ
ADVERTISEMENT
હવે જોવાનું એ રહેશે કે ભરૂચ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મામલે તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી નશાના દુષણ સામેની લડાઈ માત્ર કાગળ પર જ સીમિત રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.