ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પબુભા માણેકને કોળી સમાજની કેમ યાદ આવી?

Explainer / ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પબુભા માણેકને કોળી સમાજની કેમ યાદ આવી?

Published By: Kalpesh Kandoriya

Last Updated: 11:26 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત આઠ વખત દ્વારકા વિધાનસભાની સીટ જીતનાર પબુભા માણેકને ઓચિંતી કોળી સમાજની યાદ આવી. 40 વર્ષ બાદ પબુભાને કેમ કોળી સમાજના મુખ્યમંત્રીની જરૂરિયાત જણાઈ? અહીં સમજો રાજકીય ગણીત.

ADVERTISEMENT

દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે 40 વર્ષના રાજકીય કારકિર્દીમાં પહેલી વખત એવું નિવેદન આપ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. પબુભા માણેકે આપેલા નિવેદન પાછળ કોઈ સમાજ માટે લાગણી કરતાં વધુ તેમનો રાજકીય સ્વાર્થ છૂપાયેલો હોય તેવું લાગી રહ્યું છે.

દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે આયોજિત માતાજીના માંડવાના પ્રસંગમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા હાજર રહ્યા હતા, આ દરમિયાન તેમણે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની હાજરીમાં કહ્યું હતું કે, "મુખ્યમંત્રી કોળી સમાજમાંથી બનવો જોઈએ." આ નિવેદન આપી પબુભા માણેકે કોળી સમાજને રીઝવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

ત્યારે સવાલ એ છે કે શું આઠ ટર્મથી સતત ધારાસભ્ય પદ ભોગવતા અને કોઈપણ પક્ષ સાથે રહીને કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી જીતવાનો દમખમ ધરાવતા ધૂરંધર ધારાસભ્ય પબુભા માણેકને 2027ની વિધાનસભા ચૂંટણીમાં હારનો ભય સતાવી રહ્યો છે?

જો તાજેતરની પરિસ્થિતિ અને દ્વારકાના રાજનીતિનું વિશ્લેષણ કરીએ તો સ્થિતિ પબુભા માણેકને નિરાશ કરે તેવી છે, ત્યારે કોળી સમાજને ખુશ કરવો જ પબુભા માણેકનો એકમાત્ર વિકલ્પ બની ગયો છે.

8 ટર્મથી ધારાસભ્ય હોવા છતાં પબુભા માણેક રાવલની સમસ્યાનું સમાધાન ન કરી શક્યા, દર વર્ષે ચોમાસામાં રાવલ જળમગ્ન થઈ જતું હોય છે, ગત વર્ષે 2025માં પણ રાવલમાં આવી જ પરિસ્થિતિ હતી અને એ સમયે જ્યારે તંત્ર ના પહોંચી શક્યું ત્યાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પહોંચી ગયા હતા અને રાવલના નાગરિકોની મદદે ઉભા રહ્યા હતા. જેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી હતી અને રાવલ નગરપાલિકામાં ભાજપના સુપડાં સાફ થઈ ગયાં હતાં.

પાલભાઈ આંબલિયા, કોંગ્રેસ પ્રમુખ દેવભૂમિ દ્વારકા

માનનીય ધારાસભ્ય પબુભા માણેકે જે રીતે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, તે મને લાગે છે ક્યાંકને ક્યાંક પબુભા માણેકને કોળી સમાજ પ્રત્યે પ્રેમ નથી પણ દ્વારકા વિધાનસભાની અંદર રાવલ અને તેની આસપાસના ગામોમાં જ્યાં કોળી સમાજના મતદારો છે તેમને માત્ર ખુશ કરવા માટે આ નિવેદન આપ્યું હોય તેવું મારું સ્પષ્ટ પણે માનવું છે. જો ખરેખર પબુભા ઈચ્છતા હોય કે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ, તો પબુભાએ એક કામ કરવું જોઈએ, ભાજપના ધારાસભ્યોને લઈ દિલ્હી માનનીય નરેન્દ્ર મોદી અને માનનીય અમિત શાહ પાસે જવું જોઈએ અને એ બધા ધારાસભ્યો સાથે પબુભાએ આગેવાની લઈ ત્યાં માગણી કરવી જોઈએ કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી તો કોળી સમાજનો જ હોવો જોઈએ, પણ આવું તેઓ નહીં કરે, તેમણે માત્રને માત્ર નિવેદન આપી ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાવલ નગરપાલિકાના લોકોએ જે રીતે ભાજપને જાકારો આપ્યો છે, અને 24માંથી 3 સીટ પર લઈ આવી દીધા છે એટલે એમને ક્યાંકને ક્યાંક ખબર છે કોળી સમાજને ખુશ કર્યા સિવાય રાવલ નગરપાલિકામાંથી મત કાઢવા મુશ્કેલ છે, એટલે તેમણે માત્રને માત્ર આ સમાજને ખાસ કરીને દ્વારકા વિધાનસભા મતવિસ્તારના કોળી સમાજના મતવિસ્તારના મતદારોને ખુશ કરવા આ નિવેદન આપ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે.

આ પણ વાંચો- પાટીદારોમાં જ બે ફાંટા પડ્યા? જાણો કોણે કોણે દિનેશ બાંભણિયાના નિવેદનને આપ્યું સમર્થન, કોણ બોલ્યું વિરુદ્ધમાં

રામજીભાઈ સતવારા, AAP પ્રમુખ દેવભૂમિ દ્વારકા અને રાણ જીલ્લા પંચાયતના સદસ્ય

ધારાસભ્યએ આવનારી વિધાનસભામાં રાવલ અને આજુબાજુમાં રહેતા કોળી સમાજના મત માટે દિલાસો આપવા સમાન વાત કરી છે એવું મને લાગે છે. 40 વર્ષથી દ્વારકા વિધાનસભા સીટના ધારાસભ્ય તરીકે તમે કાર્યભાર સંભાળો છો ત્યારે છેલ્લા 40 વર્ષમાં કોળી સમાજ માટે શું પ્રયત્નો કર્યા એ જણાવોને, રાવલમાં 90% કોળી સમાજ વસવાટ ધરાવતો હોય ત્યારે રાવલમાં કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવી તમે? વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે સમાજના નામે યસ ખાટવા માટે આપના દ્વારા બોહડા પ્રમાણમાં કોળી સમાજના સંગઠનને જોઈ અને ખાલી વાતો કરવામાં આવી પણ રાવલ જેવા મોટા શહેરમાં આટલો વિશાળ પ્રમાણમાં કોળી સમાજ રહેતો હોય અને ક્યારેય એને ખબર અંતર પૂછવા કે તેમને શું જરૂરિયાત અને શું સુવિધાઓ હાલના સમયમાં નથી એ બાબતે ચિંતન કે એ દિશામાં આપના તરફથી સ્ટેટ લેવલે એક ધારાસભ્યના સ્થાનેથી 40 વર્ષમાં ક્યારેય કોઈ રજૂઆત લેખિતમાં આપના દ્વારા કરવામાં આવ્યું હોય તો કહો અથવા તો આ સમાજનો ઉપયોગી બને અને આ સમાજનો વિકાસ થાય એવી આપણા વિસ્તારમાં આપના તરફથી કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા હોય તો કહો. આ તો મત મેળવવા માટે સભાની સંખ્યા જોઈ અને બણગા ફૂકવા એવી વાત આપના તરફથી કરવામાં આવી છે બાકી આજ દિવસ સુધી 82 વિધાનસભા સીટમાં કે સચિવાલયમાં જઈને આ વિસ્તારની તકલીફો વિશે ખેડૂતોને સિંચાઈની જે સુવિધાઓ જોઈએ તે બાબતે કે જિલ્લા સંકલન ની મિટિંગમાં 40 વર્ષમાં અમે તમને કોઈ દી બોલતા જોયા નથી.

ઉલ્લેખનીય છે કે દ્વારકામાં જિલ્લામાં આ વર્ષે સિઝનનો સૌથી ઓછો માત્ર 16% જ વરસાદ નોંધાયો છે ત્યારે પબુભા માણેકે સૌની યોજનાથી સિંહણ ડેમ, ઘી ડેમ અને સાની ડેમ ભરવાની કરેલી જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું હતું. ધારાસભ્ય હોવા છતાં ડેમની ભરવાની જાહેરાત કર્યા પછી પણ ડેમ ના ભરાતાં તે વિસ્તારના ખેડૂતોમાં નારાજગી તો છે જ, સાથે જ સરકારે પણ દુષ્કાળમાં જે રાહત પેકેજની જાહેરાત કરીને ખેડૂતો સાથે મજાક કરી તે પણ પબુભા માણેકને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત દર વર્ષે પબુભા માણેકનો જીતનો માર્જિન 5 હજાર મત જેટલો હોય છે ત્યારે કોળી સમાજને રીઝવવા પબુભા માણેક માટે ખૂબ જરૂરી બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Political Analysis Dwarka MLA Pabubha Manek

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ