ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંગતેલનો ડબ્બો ₹3,150એ પહોંચ્યો, માત્ર 2 દિવસમાં ₹40નો વધારો, 2025ની સરખામણીએ ડબ્બો ₹600 મોંઘો!

ગુજરાત / સિંગતેલનો ડબ્બો ₹3,150એ પહોંચ્યો, માત્ર 2 દિવસમાં ₹40નો વધારો, 2025ની સરખામણીએ ડબ્બો ₹600 મોંઘો!

Published By: Nidhi Panchal

Last Updated: 08:28 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય પરિવારો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રસોડામાં દરરોજ વપરાતા સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે અને માત્ર બે દિવસમાં 15 કિલોના ડબ્બાએ રૂ.40નો વધારો થતાં ભાવ રૂ.3150 સુધી પહોંચી ગયો છે.

ADVERTISEMENT

રાજ્યમાં સિંગતેલના ભાવને લઈને ફરી એકવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક તરફ દૂધ, અનાજ અને કઠોળ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ પહેલેથી જ ઊંચા છે, ત્યારે હવે રસોડામાં સૌથી વધુ વપરાતા સિંગતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે સિંગતેલના 15 કિલોના ડબ્બામાં વધુ રૂ.20નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા બે દિવસમાં ડબ્બાદીઠ કુલ રૂ.40નો વધારો થયો છે. પરિણામે સિંગતેલના એક ડબ્બાનો ભાવ વધીને રૂ.3150 થઈ ગયો છે, જ્યારે બ્રાન્ડેડ સિંગતેલના ભાવ રૂ.3200ની આસપાસ પહોંચી ગયા છે.

oil

ચિંતાની વાત એ છે કે સિંગતેલની નવી સીઝન શરૂ થઈ હોવા છતાં લોકોને રાહત મળવાને બદલે મોંઘા ભાવે તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સિંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂ.600 જેટલો મોંઘો થઈ ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન થતું સ્થાનિક તેલ હોવા છતાં સામાન્ય ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ પરિવારો માટે આ વધારો મુશ્કેલી વધારી રહ્યો છે. રોજિંદા વપરાશની વસ્તુમાં આટલો મોટો ભાવ વધારો થતાં ઘરખર્ચનું ગણિત પણ બગડી રહ્યું છે.

માંગમાં વધારો અથવા બજારમાં આવક ઘટવા જેવા કારણો જવાબદાર

સામાન્ય રીતે સિંગતેલના ભાવ વધવા પાછળ મગફળીના ઓછા ઉત્પાદન, માંગમાં વધારો અથવા બજારમાં આવક ઘટવા જેવા કારણો જવાબદાર હોય છે. જોકે, આ વખતે ઉપલબ્ધ પરિસ્થિતિમાં ભાવ વધારાને યોગ્ય ઠેરવે તેવાં સ્પષ્ટ કારણો દેખાતાં નથી. સરકારી અંદાજ મુજબ ચાલુ વર્ષે ગુજરાતમાં આશરે 50 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જે સામાન્ય પાક દર્શાવે છે. બીજી તરફ સિંગતેલની માંગ પણ સ્થિર છે અને તેમાં કોઈ નોંધપાત્ર અચાનક વધારો થયો નથી. સૌરાષ્ટ્રમાં તેલમિલો શરૂ થઈ ગઈ છે અને મગફળીનું પીલાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. બજારો અને યાર્ડમાં મગફળીની પર્યાપ્ત આવક થઈ રહી છે. આમ છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અન્ય તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો

આ ઉપરાંત અન્ય તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ કપાસિયા તેલના ભાવમાં રૂ.80 અને પામતેલના ભાવમાં રૂ.60નો ઘટાડો થયો છે. તેમ છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. હાલ કપાસિયા તેલ અને સિંગતેલના 15 કિલોના ડબ્બા વચ્ચેનો ભાવ તફાવત વધીને રૂ.630 સુધી પહોંચી ગયો છે. અગાઉ આ તફાવત આશરે રૂ.100ની આસપાસ રહેતો હતો. અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોય ત્યારે સિંગતેલના ભાવમાં વધારો થવાને કારણે ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

સરકારની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા

સિંગતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે સરકારની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાવને વાજબી સપાટીએ જાળવવા માટે સરકાર કે ભાજપના નેતાઓ તરફથી કોઈ ખાસ કાર્યવાહી કે નિવેદન સામે ન આવતાં લોકોમાં નારાજગી છે. બીજી તરફ વિરોધપક્ષના નેતાઓ પણ મુખ્યમંત્રી પદ સહિતના રાજકીય વિવાદો પર નિવેદનો આપતા જોવા મળે છે, પરંતુ સામાન્ય લોકોના રસોડાને અસર કરતા સિંગતેલના ભાવ વધારા મુદ્દે મૌન સેવી રહ્યા હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો : આજથી મુખ્યમંત્રીનો આદિવાસી વિસ્તારોનો ત્રણ દિવસીય પ્રવાસ! ગરબાડાના અંતરિયાળ ગામડાઓમાં કરશે રાત્રિ રોકાણ

સૌથી વધુ મુશ્કેલી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને થઈ રહી છે. એક તરફ દૂધ, અનાજ અને કઠોળ મોંઘાં થઈ રહ્યાં છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ એક ડબ્બાએ રૂ.600 વધુ ચૂકવવા પડતાં પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે. હવે સિંગતેલના ભાવમાં વધુ વધારો થશે કે ગ્રાહકોને રાહત મળશે તે જોવાનું રહેશે. હાલ તો સતત વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય પરિવારો મોંઘા ભાવે સિંગતેલ ખરીદવા મજબૂર બન્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Groundnut Oil Price Gujarat Oil Price Oil Price Hike

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ