ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / જૂનું સોનું વેચવા કે બદલવા જાઓ છો? નુકસાનથી બચવા માટે જ્વેલર્સને આ 8 સવાલો પૂછવાનું ભૂલતા નહીં!

photo-story

12 ફોટો ગેલેરી

બિઝનેસ / જૂનું સોનું વેચવા કે બદલવા જાઓ છો? નુકસાનથી બચવા માટે જ્વેલર્સને આ 8 સવાલો પૂછવાનું ભૂલતા નહીં!

Last Updated: 08:32 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરમાં પડેલા જૂના સોનાના દાગીના વેચીને પૈસા મેળવવા હોય કે નવા ઘરેણાં ખરીદવા માટે એક્સચેન્જ કરવા હોય તો ઉતાવળ ન કરવી. જ્વેલર્સ પાસે જતાં પહેલાં કેટલીક બાબતો જાણી લેશો તો સોનાની યોગ્ય કિંમત મેળવી શકશો.

1/12

photoStories-logo

1. જૂનું સોનું વેચતા પહેલાં જાણી લો આ 8 વાતો!

ઘણા લોકોને લાગે છે કે સોનાના બજારભાવ પ્રમાણે જ જૂના દાગીનાના પૈસા મળી જશે, પરંતુ હકીકત થોડી અલગ છે. દાગીનાની શુદ્ધતા, વજન અને ખરીદીના ભાવ પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. ઘણી વખત પથ્થર કે અન્ય વસ્તુઓના વજનના નામે પણ કપાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ગ્રાહકને મળનારી અંતિમ રકમ અપેક્ષા કરતાં ઓછી હોઈ શકે છે. જૂનું સોનું વેચતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને જ્વેલર્સને કયા સવાલો પૂછવા જોઈએ તે જાણવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. જૂના સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

જૂના સોનાના દાગીનાની કિંમત નક્કી કરવા માટે મુખ્યત્વે ત્રણ બાબતો જોવામાં આવે છે. પહેલી દાગીનામાં રહેલા અસલી સોનાનું વજન, બીજી સોનાની કેરેટ પ્રમાણે શુદ્ધતા અને ત્રીજી જ્વેલર તે દિવસે કયા ભાવે જૂનું સોનું ખરીદે છે. માત્ર દાગીનાનું કુલ વજન જોઈને તેની કિંમત નક્કી થતી નથી. કારણ કે દાગીનામાં સોનાની સાથે પથ્થર, મોતી અને અન્ય ધાતુઓ પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. દાગીનાનું કુલ વજન અને સોનાનું અસલી વજન કેટલું છે?

જૂનું સોનું વેચવા જાઓ ત્યારે જ્વેલર સૌથી પહેલાં દાગીનાનું વજન કરે છે. જોકે આ વજનમાં સોનાની સાથે પથ્થર, મોતી, મીનાકારી, લાખ અને મીણ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. આ વસ્તુઓનું વજન અલગ કર્યા પછી જ સોનાનું અસલી વજન નક્કી થાય છે.ઉદાહરણ તરીકે તમારી પાસે 20 ગ્રામનો સોનાનો હાર છે અને તેમાં 1.5 ગ્રામ પથ્થર લગાવેલા છે, તો સોનાનું વજન 18.5 ગ્રામ ગણાશે. એટલે જ જ્વેલર પાસે કુલ વજન અને પથ્થરો સહિતની અન્ય વસ્તુઓનું વજન અલગ-અલગ લખાવવું જોઈએ. વજનમાં કેટલો તફાવત આવ્યો છે તે પણ ચકાસવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. સોનાની શુદ્ધતા કેટલી છે અને તેની તપાસ કેવી રીતે થશે?

દાગીનાનું વજન કર્યા પછી તેની શુદ્ધતા તપાસવામાં આવે છે. સામાન્ય રીતે 22 કેરેટ સોનામાં 91.6 ટકા અને 18 કેરેટ સોનામાં 75 ટકા શુદ્ધ સોનું હોય છે. બાકીના ભાગમાં અન્ય ધાતુઓ ભેળવેલી હોય છે, જેના કારણે દાગીનાને મજબૂતી મળે છે.સોનાની શુદ્ધતા તપાસવા માટે ઘણા જ્વેલર્સ XRF મશીનનો ઉપયોગ કરે છે. આ મશીન દાગીનાને નુકસાન પહોંચાડ્યા વગર તેની ધાતુઓની તપાસ કરે છે. જોકે આ તપાસ મુખ્યત્વે દાગીનાની ઉપરની સપાટી પર આધારિત હોય છે. કેટલાક કિસ્સામાં વધુ તપાસની જરૂર પડી શકે છે.જો જ્વેલર તમારા હોલમાર્કવાળા દાગીનાની શુદ્ધતા ઓછી હોવાનું કહે તો તેની તપાસનો રિપોર્ટ માગો. માત્ર મૌખિક વાતના આધારે ઓછી કિંમત સ્વીકારવી નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. 20 ગ્રામના સોનાના હારની કિંમત કેટલી મળી શકે?

જૂના સોનાની કિંમત કેવી રીતે ગણાય છે તે એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારી પાસે 20 ગ્રામનો 22 કેરેટનો હાર છે. તેમાં 1.5 ગ્રામ પથ્થર લગાવેલા છે. એટલે હારમાં સોનાનું વાસ્તવિક વજન 18.5 ગ્રામ થશે.22 કેરેટ સોનામાં 91.6 ટકા શુદ્ધ સોનું હોય છે. આ હારમાં અંદાજે 16.95 ગ્રામ શુદ્ધ સોનું હશે. હવે જો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,800 રૂપિયા માનીએ તો શુદ્ધ સોનાની ગણતરી પ્રમાણે હારની અંદાજિત કિંમત 2,33,855 રૂપિયા થાય છે.જોકે આ માત્ર ગણતરી સમજવા માટેનું ઉદાહરણ છે. વાસ્તવિક કિંમત જ્વેલરની ખરીદીના ભાવ, શુદ્ધતા અને અન્ય કપાત પ્રમાણે બદલાઈ શકે છે. એટલે દાગીના વેચતા પહેલાં તેની કિંમતનો આખો હિસાબ સમજવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. બજારભાવ નહીં, જૂનું સોનું ખરીદવાનો ભાવ કેટલો છે?

ઘણા ગ્રાહકો સોનાનો બજારભાવ જોઈને જ્વેલર પાસે જાય છે. પરંતુ દુકાનમાં નવા દાગીના વેચવાનો ભાવ અને જૂનું સોનું ખરીદવાનો ભાવ અલગ હોઈ શકે છે. જ્વેલર જૂનું સોનું ખરીદતી વખતે તપાસ, હેન્ડલિંગ અને રિફાઇનિંગ જેવા ખર્ચને ધ્યાનમાં રાખી શકે છે.એટલે જ્વેલરને સીધો સવાલ પૂછો કે આજે તમારા 22 કેરેટ કે 18 કેરેટના જૂના સોનાનો ખરીદીભાવ કેટલો છે? આ ભાવમાં ટેસ્ટિંગ અને રિફાઇનિંગનો ખર્ચ સામેલ છે કે અલગથી કપાશે તે પણ જાણી લો.ઉદાહરણ તરીકે, ખરીદીના ભાવમાં પ્રતિ ગ્રામ 100 રૂપિયાનો તફાવત હોય તો 10 ગ્રામ સોનામાં 1,000 રૂપિયા અને 50 ગ્રામ સોનામાં 5,000 રૂપિયાનો ફેરફાર થઈ શકે છે. એટલે માત્ર સોનાનો બજારભાવ નહીં, પરંતુ જૂનું સોનું વેચ્યા પછી હાથમાં કેટલી રકમ આવશે તે જાણવું વધારે જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. સોનાની કિંમતમાંથી કયા ચાર્જ કાપવામાં આવશે?

જૂના દાગીના વેચતી વખતે કેટલીક કપાત થવી સામાન્ય છે, પરંતુ દરેક કપાતનું કારણ હોવું જોઈએ. પથ્થર, મોતી, મીનાકારી, લાખ અને મીણનું વજન સોનાથી અલગ કરવામાં આવે છે. આ ઉપરાંત દાગીનામાં સોલ્ડરિંગ કે રિપેરિંગ થયું હોય તો તેની અસર શુદ્ધતાની તપાસમાં જોવા મળી શકે છે.જ્વેલર ટેસ્ટિંગ કે રિફાઇનિંગ ચાર્જ લેતો હોય તો તેની માહિતી અગાઉથી આપવી જોઈએ. કેટલા રૂપિયા કયા કામ માટે કાપવામાં આવશે તેનો હિસાબ માગો. કોઈ કારણ વગર એકસાથે 3થી 5 ટકા કપાત કરવામાં આવે તો તેની પાછળનું કારણ પૂછો.ખાસ ધ્યાન રાખો કે જો ટેસ્ટિંગ કે પ્રોસેસિંગનો ખર્ચ પહેલેથી જ ખરીદીના ભાવમાં સામેલ હોય તો ફરીથી એ જ ખર્ચ કાપવામાં આવે છે કે નહીં તે તપાસો. અલગ-અલગ જ્વેલર્સ પાસેથી ભાવ જાણો અને અંતે મળનારી રકમની સરખામણી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. BIS હોલમાર્ક અને HUID નંબરથી શું ફાયદો થાય?

જો તમારા સોનાના દાગીના પર BIS હોલમાર્ક અને છ આંકડાનો HUID નંબર હોય તો તેની મદદથી દાગીનાની માહિતી ચકાસી શકાય છે. આ માટે BIS CARE એપનો ઉપયોગ કરી શકાય છે. હોલમાર્ક દાગીનાની પ્રમાણિત શુદ્ધતા દર્શાવે છે, જેથી ગ્રાહક પાસે તેની ગુણવત્તાનો આધાર રહે છે.જો જ્વેલર હોલમાર્ક પ્રમાણે દર્શાવેલી શુદ્ધતા કરતાં ઓછી શુદ્ધતા હોવાનું કહે તો તરત જ ઓછી કિંમત સ્વીકારવી નહીં. તેની તપાસનો રિપોર્ટ લેખિતમાં માગો. તમારી મંજૂરી વગર દાગીનાને ઓગાળવા કે ઘસીને તપાસવા ન આપો.જો શુદ્ધતા અંગે શંકા હોય તો BIS માન્યતા ધરાવતા તપાસ અને હોલમાર્કિંગ કેન્દ્રમાં પણ તપાસ કરાવી શકાય છે. તપાસમાં શુદ્ધતામાં ખામી સાબિત થાય તો BISની ફરિયાદ પ્રક્રિયા અને લાગુ પડતા વળતરના નિયમો વિશે માહિતી મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. જૂનું સોનું એ જ દુકાનમાં વેચવાથી પુરા પૈસા મળશે?

ઘણા લોકો જે દુકાનમાંથી સોનાના દાગીના ખરીદ્યા હોય ત્યાં જ પાછા વેચવા કે એક્સચેન્જ કરવા જાય છે. પરંતુ એક જ દુકાનમાંથી ખરીદેલા દાગીના પાછા આપવાથી પૂરી કિંમત મળશે તેની ગેરંટી હોતી નથી.કેટલાક જ્વેલર્સ પોતાની દુકાનના જૂના દાગીના બદલવા પર 100 ટકા એક્સચેન્જ વેલ્યૂ આપવાની ઓફર કરે છે. પરંતુ આ ઓફરનો અર્થ એવો નથી કે દાગીના રોકડમાં વેચો ત્યારે પણ એટલી જ કિંમત મળશે. રોકડમાં ખરીદી કરતી વખતે જ્વેલર પ્રમાણે 3થી 5 ટકા સુધીની કપાત થઈ શકે છે.આ ઉપરાંત દાગીના ખરીદતી વખતે ચૂકવેલા મેકિંગ ચાર્જ અને GSTની રકમ સામાન્ય રીતે જૂનું સોનું વેચતી વખતે પાછી મળતી નથી. જો તમારી પાસે જૂના દાગીનાનું બિલ હોય તો તે સાથે લઈ જવું. બિલમાં પથ્થરોનું વજન અલગ દર્શાવેલું હોય તો કિંમત નક્કી કરવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. અંતિમ ચુકવણી પહેલાં આખો હિસાબ લેખિતમાં માગ્યો છે?

જૂનું સોનું વેચતી વખતે સૌથી છેલ્લી અને અગત્યની બાબત છે અંતિમ હિસાબ. જ્વેલર પાસે દાગીનાનું કુલ વજન, પથ્થર કે અન્ય વસ્તુઓનું વજન, સોનાનું નેટ વજન, કેરેટ પ્રમાણે શુદ્ધતા અને પ્રતિ ગ્રામ ખરીદીભાવની વિગતો માગો.આ ઉપરાંત ટેસ્ટિંગ, રિફાઇનિંગ કે અન્ય કોઈ ચાર્જ કાપવામાં આવ્યો હોય તો તેની પણ અલગ માહિતી લો. તમામ ગણતરી કર્યા પછી તમને કેટલી રકમ મળશે તે લેખિતમાં મેળવી લો. એક જ દુકાનના ભાવ પર આધાર રાખવાને બદલે ઓછામાં ઓછા બે-ત્રણ જ્વેલર્સ પાસેથી કિંમત જાણી લો. કોઈ એક દુકાન વધુ ભાવ આપે છે એવું સાંભળીને તરત દાગીના આપી દેવા નહીં. તમામ કપાત બાદ સૌથી વધુ રકમ ક્યાં મળે છે તેની સરખામણી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. જૂનું સોનું વેચતા પહેલાં આ વાત ખાસ યાદ રાખો

જૂના સોનાના દાગીના વેચતી વખતે માત્ર બજારભાવ જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી. દાગીનાનું અસલી વજન, શુદ્ધતા, જ્વેલરની ખરીદીનો ભાવ અને તમામ કપાતનો હિસાબ જાણવો જરૂરી છે. ઉતાવળમાં દાગીના આપવાને બદલે દરેક બાબતની લેખિત વિગતો મેળવો. આમ કરવાથી જૂનું સોનું વેચતી વખતે થતું આર્થિક નુકસાન ટાળી શકશો અને તમારા દાગીનાની યોગ્ય કિંમત મેળવી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Old Gold Selling Tips Gold Jewellery Price Jewellery Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ