ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આંબળા નવમી પર આ રીતે કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા ખાસ છે આ દિવસ

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / આંબળા નવમી પર આ રીતે કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા ખાસ છે આ દિવસ

Last Updated: 07:35 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 નવેમ્બરે આજે આંબળા નવમીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને આંબળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

1/9

photoStories-logo

1. આંબળાના વૃક્ષમાં છે ભગવાન વિષ્ણુનો વાસ!

હિન્દુ ધર્મમાં આંબળા નવમીને અક્ષય નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરેલી પૂજા, દાન અને પુણ્યકર્મનું ફળ લાંબા સમય સુધી મળે છે. આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે વૃક્ષની પૂજા કરીને તેની પ્રદક્ષિણા કરવાની પરંપરા છે. ઘણી જગ્યાએ લોકો પરિવાર સાથે આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન પણ બનાવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. જો તમે પણ આજે પૂજા કરવાના હોવ તો શુભ મુહૂર્તથી લઈને પૂજાની સામગ્રી અને વિધિ વિશે જાણી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. આંબળા નવમી 2026 ક્યારે છે?

દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ આંબળા નવમી મનાવવામાં આવે છે. વર્ષ 2026માં આ આજે એટલે કે તહેવાર 18 નવેમ્બર બુધવારના રોજ છે. કેટલીક જગ્યાએ તેને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે.ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવી અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. આંબળા નવમી 2026નું શુભ મુહૂર્ત

આંબળા નવમીના દિવસે પૂજા માટે સવારનો સમય શુભ માનવામાં આવે છે. આ વર્ષે નવમી તિથિ 18 નવેમ્બરની સવારે શરૂ થઈને 19 નવેમ્બરની સવારે પૂરી થશે.નવમી તિથિની શરૂઆત 18 નવેમ્બર 2026ના રોજ સવારે 6:04 વાગ્યે થશે. જ્યારે તિથિની સમાપ્તિ 19 નવેમ્બર 2026ના રોજ સવારે 7:05 વાગ્યે થશે.પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:46 વાગ્યાથી બપોરે 12:06 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન આંબળાના વૃક્ષની પૂજા કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. આંબળા નવમીની પૂજા માટે કઈ સામગ્રી જોઈએ?

પૂજા શરૂ કરતા પહેલાં જરૂરી સામગ્રી એકઠી કરી લેવી જોઈએ, જેથી વિધિ દરમિયાન કોઈ વસ્તુની કમી ન રહે. આંબળા નવમીની પૂજા માટે શુદ્ધ પાણી, કાચું દૂધ, હળદર, ચંદન, કંકુ, ચોખા અને પીળું જનોઈ રાખવું.આ ઉપરાંત કાચો દોરો અથવા નાડાછડી, ફૂલ, ફૂલની માળા અને તાજા આંબળા રાખવા. પૂજા માટે ઓછામાં ઓછા 9 અથવા 108 આંબળા લેવાની પરંપરા છે. આરતી માટે ઘીનો દીવો અને કપૂર રાખવો. ભગવાનને ધરાવવા માટે ખીર, પૂરી, મીઠાઈ અને અન્ય પ્રસાદની વ્યવસ્થા પણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. આંબળા નવમીની પૂજા કેવી રીતે કરવી?

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ આંબળાના વૃક્ષ પાસે જઈને વ્રત અને પૂજાનો સંકલ્પ લો. સૌથી પહેલાં વૃક્ષની આસપાસ સફાઈ કરો. ત્યારબાદ વૃક્ષના મૂળમાં શુદ્ધ પાણી અને કાચું દૂધ અર્પણ કરો.પૂજાની શરૂઆત ભગવાન ગણેશ અને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને કરો. ત્યારબાદ આંબળાના વૃક્ષના થડ પર હળદર અથવા ચંદનથી તિલક કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીને તેમને પૂજામાં આવવા માટે પ્રાર્થના કરો.ત્યારબાદ વૃક્ષને પીળું જનોઈ અથવા હળદરથી રંગેલું સફેદ જનોઈ અર્પણ કરો. વૃક્ષ પર કંકુ, ચંદન, કાળા અથવા સફેદ તલ અને તાજા આંબળા ચઢાવો. ત્યારબાદ વૃક્ષની આસપાસ કાચો દોરો અથવા નાડાછડી વીંટાળીને 8, 9 અથવા 108 વાર પ્રદક્ષિણા કરો.પ્રદક્ષિણા કરતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ત્યારબાદ ઘીનો દીવો અથવા કપૂર પ્રગટાવી આરતી કરો. વૃક્ષની નીચે બેસીને મંત્રજાપ કરવો પણ શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. આંબળા નવમીના દિવસે કયા મંત્રનો જાપ કરવો?

આંબળા નવમીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે તેમના મંત્રનો જાપ કરી શકાય છે. આ દિવસે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.આ ઉપરાંત 'ૐ ધાત્ર્યૈ નમઃ' મંત્રનો જાપ પણ કરી શકાય છે. પૂજા દરમિયાન મનને શાંત રાખીને ભગવાનનું સ્મરણ કરવું. ત્યારબાદ આંબળા નવમીની વ્રતકથા વાંચવી અથવા સાંભળવી અને ભગવાનને ભોગ ધરાવવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. આંબળાના વૃક્ષ નીચે ભોજન બનાવવાની પરંપરા

આંબળા નવમી સાથે જોડાયેલી એક ખાસ પરંપરા છે. આ દિવસે ઘણા પરિવારો આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન બનાવે છે અને પરિવારના સભ્યો સાથે પ્રસાદ ગ્રહણ કરે છે.ધાર્મિક માન્યતા પ્રમાણે આંબળાના વૃક્ષની નીચે ભોજન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આ પરંપરા પરિવારના સભ્યોને સાથે બેસીને સમય પસાર કરવાની તક પણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. આંબળા નવમીના દિવસે દાનનું મહત્વ

આંબળા નવમીના દિવસે પૂજા સાથે દાન-પુણ્ય કરવાનું પણ ખાસ મહત્વ છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન, અનાજ, કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકાય છે.માન્યતા પ્રમાણે આ દિવસે કરવામાં આવેલું દાન અને પુણ્ય ક્યારેય વ્યર્થ જતું નથી. આ જ કારણથી આ નવમીને અક્ષય નવમી કહેવામાં આવે છે. ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amla Navami 2026 Amla Navami Puja Vidhi Akshaya Navami Shubh Muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ