ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના જૈન વેપારીનો અનોખો નિર્ણય, કરોડોની સંપત્તિ છોડી પત્ની અને બે દીકરીઓ સાથે લેશે દીક્ષા!
Last Updated: 09:28 AM, 18 November 2026
ADVERTISEMENT
સુરતમાં એક કરોડપતિ વેપારીએ એવો નિર્ણય લીધો છે જેને દરેકને આશ્ચર્યમાં મૂકી દીધી છે. અહીં એક મોટા વેપારીએ પત્ની અને સંતાનો સાથે દીક્ષા લેવાની જાહેરાત કરી છે. સામે આવેલી વિગતો અનુસાર વેપારીનું નામ દિલીપભાઈ ભોગર છે અને તેઓ કાપડના વેપારી છે. તેઓએ પત્ની અને 2 દીકરીઓ સાથે સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, દિલીપ ભોગર કરોડો રુપિયાની સંપત્તિ છોડીને દીક્ષા લેશે. તેઓ આવતા વર્ષે 8 ફેબ્રુઆરી, 2027ના રોજ પરિવાર સાથે દીધા લેશે. જૈન વેપારીના આ નિર્ણયની હાલ ખુબ ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દિલીપભાઈની ઉંમર હાલમાં 47 વર્ષની છે અને તેમના પત્ની જ્યોતિબેન 45 વર્ષના છે જ્યારે તેમની દીકરીની ઉંમર વિશે વાત કરીએ તો એક દીકરીનું નામ છવી છે અને તેની ઉંમર 22 વર્ષની છે જ્યારે બીજી દીકરીનું નામ ચાર્વી છે અને તેમની ઉંમર 14 વર્ષની છે. હવે આ આખો જૈન પરિવાર બધી મિલ્કતનો ત્યાગ કરીને દીક્ષા લેવા જઈ રહ્યો છે. જોકે, આ પહેલીવાર નથી કે કોઈ જૈન પરિવારના આટલા મોટા માણસ દીક્ષા લેતા હોય આ પહેલા પણ ઘણા ઉદ્યોગપતિ કે કરોડપતિ લોકો સંયમનો માર્ગ પસંદ કરી ચૂક્યા છે.
કરોડોની સંપત્તિ છોડી દીક્ષા લેશે જૈન પરિવાર
ADVERTISEMENT
દિલીપભાઈના પરિવાર વિશે વધુ વાત કરીએ તો તેઓ મૂળ રાજસ્થાનના જસવંતગઢના રહેવાસી છે. નાના એવા ટાઉનમાંથી આવતા દિલીપ ભાઈએ સુરતમાં કાપડનો ઉદ્યોગ શરુ કર્યો હતો. તેમની મહેનત અને લગનના કારણે આ ધંધો ખુબ જામ્યો અને 15 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડી દીધો. જોકે, હવે આ બધી જાહોજલાલી છોડીને દીક્ષા ગ્રહણ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમણે પોતાના આખો બિઝનેસ પોતાના પાર્ટનરને સોપી દીધો છે. અત્યાર સુધી મોંઘી કારોમાં ફરતા દિલીપભાઈ અને તેમનો પરિવાર હવે પગપાળા ચાલીને દીક્ષા ગ્રહણ કરશે અને સાથે સાથે મોબાઈલ કે કલરફુલ કપડા પણ નહીં પહેરે.
આ પણ વાંચોઃ સિંગતેલનો ડબ્બો ₹3,150એ પહોંચ્યો, માત્ર 2 દિવસમાં ₹40નો વધારો, 2025ની સરખામણીએ ડબ્બો ₹600 મોંઘો!
ADVERTISEMENT
અગાઉ એક દીકરીએ લીધી હતી દીક્ષા
તમને જાણીને નવાઇ થશે કે આ પહેલા તેમના વડીલોએ પણ સંયમનો માર્ગે પસંદ કર્યો હતો. તેમની ચાર પેઢીથી આ પ્રણાલી ચાલી આવે છે. તો બીજી તરફ દિલીપ ભાઈની એક દીકરીએ 2023 મા જ દીક્ષા લઈ લીધી હતી. હવે દિલીપ ભાઈનો આખો પરિવાર સંયમના માર્ગે જઈ રહ્યો છે. જે દીકરીએ પહેલા દીક્ષા લીધી હતી તેમનું નામ શૈલી હતું જે આજે સાધવી દર્શિતાના નામે ઓળખાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ