ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા અભિયાન, વેજીટેબલ ફેટથી બનતા ફ્રોઝન ડેઝર્ટ અંગે ગ્રાહકોને કરાશે જાગૃત!

ગુજરાત / આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા અભિયાન, વેજીટેબલ ફેટથી બનતા ફ્રોઝન ડેઝર્ટ અંગે ગ્રાહકોને કરાશે જાગૃત!

Published By: Nidhi Panchal

Last Updated: 09:25 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ બજારમાંથી આઈસક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ ખરીદો છો? તો હવે સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાત સરકાર ગ્રાહકોને આ બંને વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી 'ઓપરેશન હેલ્થ' અભિયાન શરૂ કરવા જઈ રહી છે.

ADVERTISEMENT

બજારમાં મળતા આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવમાં એકસરખા હોવાથી મોટાભાગના ગ્રાહકો બંને વચ્ચેનો તફાવત જાણતા નથી. ઘણીવાર લોકો ફ્રોઝન ડેઝર્ટને પણ આઈસક્રીમ સમજીને ખરીદી લેતા હોય છે. જોકે, બંનેની બનાવટમાં મોટો તફાવત છે. ત્યારે ગ્રાહકોને આ બાબતે જાગૃત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યભરમાં 'ઓપરેશન હેલ્થ' નામથી જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવાનો અને ખાદ્યપદાર્થોની ખરીદી કરતી વખતે વધુ સજાગ બનાવવાનો છે.

health

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોમાં પારદર્શિતા લાવવાના હેતુથી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજ્યભરમાં વેચાતા આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે ગ્રાહકોમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ સંબંધિત અધિકારીઓને આ અભિયાનને સઘન રીતે ચલાવવા માટે જરૂરી સૂચનો અને આદેશ આપ્યા હતા.

આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ માન્ય ખાદ્યપદાર્થો છે. દેખાવ, ઠંડક અને સ્વાદમાં બંને એકસરખા લાગતા હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસક્રીમ માની લે છે. જોકે, તેની બનાવટમાં મહત્વનો તફાવત છે. આઈસક્રીમ દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ બનાવવામાં વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ રાજ્યના મોટા ભાગના નાગરિકો આ તફાવતથી અજાણ છે અને અજાણતા જ ફ્રોઝન ડેઝર્ટને આઈસક્રીમ સમજીને આરોગે છે.

ખરીદતા પહેલાં પેકેટ પરનું લેબલ ધ્યાનથી વાંચવાની અપીલ

આ અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રીએ ગ્રાહકોને ખાદ્યપદાર્થો ખરીદતા પહેલાં પેકેટ પરનું લેબલ ધ્યાનથી વાંચવાની અપીલ કરી છે. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં તેના પર લખેલું ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલા ઘટકોની યાદી અને પોષકતત્વોની માહિતી તપાસવી જરૂરી છે. ખાસ કરીને આઈસક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતી વખતે તેમાં કઈ પ્રકારની ચરબી અને અન્ય ઘટકોનો ઉપયોગ થયો છે તેની ચકાસણી કરવી જોઈએ. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના લાગુ પડતા ધોરણોનું પાલન કરતું હોવું પણ જરૂરી છે. ગ્રાહકો માત્ર દેખાવ કે સ્વાદના આધારે ખરીદી ન કરે અને યોગ્ય માહિતી મેળવીને જ ઉત્પાદન પસંદ કરે તેવો અભિયાનનો હેતુ છે.

રાજ્યના આઈસક્રીમ વિક્રેતાઓને પણ ખાસ અપીલ

બીજી તરફ આરોગ્ય મંત્રીએ રાજ્યના આઈસક્રીમ વિક્રેતાઓને પણ ખાસ અપીલ કરી છે. છૂટક આઈસક્રીમ અથવા ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતી વખતે ગ્રાહકોને ઉત્પાદનની સાચી બનાવટ વિશે સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. દુકાનોમાં યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ લગાવવું જોઈએ, જેથી ગ્રાહકોને ખબર પડે કે તેઓ આઈસક્રીમ ખરીદી રહ્યા છે કે ફ્રોઝન ડેઝર્ટ. બંને ઉત્પાદનોને એક જ નામથી રજૂ કરીને ગ્રાહકોમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવાયું છે.

ચીઝ અને બટર અંગે લોકોમાં સારી એવી જાગૃતિ આવી

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં સારી એવી જાગૃતિ આવી છે. હવે આ જ રીતે આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ લોકોમાં સમજણ કેળવવી જરૂરી છે. આ માટે શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને પણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. લોકો આ અંગેની સાચી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે, જેથી ગ્રાહકો કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદતી વખતે સાવચેતી રાખી શકે.

આ પણ વાંચો : સિંગતેલનો ડબ્બો ₹3,150એ પહોંચ્યો, માત્ર 2 દિવસમાં ₹40નો વધારો, 2025ની સરખામણીએ ડબ્બો ₹600 મોંઘો!

જોકે, ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે તે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંનેની ગુણવત્તા અને પોષક મૂલ્ય તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે 'ઓપરેશન હેલ્થ' અભિયાન દ્વારા રાજ્યના ગ્રાહકોમાં કેટલી જાગૃતિ આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Health Operation Health Gujarat Ice Cream vs Frozen Dessert

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ