ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય! 3 જંક્શન પર કેપ્સ્યૂલ કટ શરૂ
Last Updated: 01:30 PM, 18 November 2026
ADVERTISEMENT
SG હાઈવે પરથી દરરોજ પસાર થતા લગભગ એક લાખ વાહનચાલકો માટે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું સમય અને ઈંધણ બંનેનો બગાડ બની રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એસજી હાઈવે પરના નવ ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોનો દરરોજ સામૂહિક રીતે લગભગ નવ કલાકનો સમય બરબાદ થાય છે, તેની સામે આ સિગ્નલો પર કુલ ગ્રીન સિગ્નલનો સમય માત્ર ત્રણ કલાક જેટલો મર્યાદિત છે.
ADVERTISEMENT

અભ્યાસ અનુસાર એસજી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ નવ ટ્રાફિક સિગ્નલનો સામનો કરવો પડે છે. દરેક સિગ્નલ પર સરેરાશ ૧૨૦ સેકન્ડ એટલે કે બે મિનિટ રાહ જોવી પડે છે. આ લાંબી રાહના કારણે મુસાફરીનો સમય વધે છે અને વાહનોનાં એન્જિન ચાલુ રહેતાં બિનજરૂરી ઈંધણનો વપરાશ પણ થાય છે. સિગ્નલ ગ્રીન થતાં જ વાહનોની કતારો આગળ વધે ત્યારે હોર્નનો ઘોંઘાટ પણ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે.
ADVERTISEMENT
ટ્રાફિક DCP નરેશ કણઝરિયાએ જણાવ્યું છે કે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વાહનવ્યવહાર વધુ સરળ બનાવવા વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સિગ્નલ પર વાહનોનાં એન્જિન ચાલુ રહેવાથી ઈંધણનો બગાડ પણ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે પેલેડિયમ મોલ ક્રોસ રોડ, કારગિલ ક્રોસ રોડ અને મંગળવારથી સોલા સિવિલ હોસ્પિટલ સામેના ક્રોસ રોડ પર કેપ્સ્યૂલ કટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવી વ્યવસ્થા હેઠળ સોલા તરફ સીધા જવા ઈચ્છતા વાહનચાલકોએ સોલા સિવિલ હોસ્પિટલ જંક્શનથી આશરે ૧૦૦ મીટર આગળ જઈને યુ-ટર્ન લેવો પડશે, તેવી જ રીતે કારગિલ તરફ જતા વાહનચાલકોએ સોલા સિવિલ ક્રોસ રોડથી આશરે ૧૦૦ મીટર પહેલાં યુ-ટર્ન લેવો પડશે. આ ફેરફારથી દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ રાહત મળશે. હવે આ જંક્શનો પર એમ્બ્યુલન્સને ટ્રાફિક સિગ્નલની રાહ જોવી નહીં પડે. ટ્રાફિક પોલીસના અંદાજ મુજબ ત્રણ સ્થળોએ સિગ્નલ દૂર થવાથી વાહનચાલકોનો મુસાફરીનો સમય આશરે છ મિનિટ ઘટી શકે છે.
ADVERTISEMENT
પ્રારંભિક ફેરફારોને મળેલા પ્રતિસાદ બાદ ટ્રાફિક વિભાગ હવે એસજી હાઈવે પરનાં વધુ સાત જંક્શનમાં કેપ્સ્યૂલ કટની વ્યવસ્થા અમલી બનાવવાનું આયોજન કરી રહ્યો છે. આ માટે વૈષ્ણોદેવી, ગોતા, સોલા, પકવાન, થલતેજ, ઈસ્કોન, પ્રહ્લાદનગર, વાયએમસીએ અને સરખેજ ક્રોસ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ વ્યવસ્થા હેઠળ દિશા બદલવા ઈચ્છતા વાહનચાલકોએ સિગ્નલ પર રાહ જોવાના બદલે થોડા આગળ જઈને નિર્ધારિત યુ-ટર્ન લેવાનો રહેશે, તેનાથી સીધાં જતાં વાહનોને વચ્ચે રોકાવું નહીં પડે અને જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટશે. એસજી હાઈવે પર દરરોજ લગભગ એક લાખ વાહનોની અવરજવર રહે છે ત્યારે આ પ્રસ્તાવિત ફેરફારથી વાહનચાલકોનો કીમતી સમય બચવાની સાથે ઈંધણનો બગાડ ઘટશે, હોર્નનો ઘોંઘાટ ઓછો થશે અને એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચવામાં પણ મદદ મળશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.