ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પબુભા બાદ રાજુ વંશે પણ ઉઠાવી કોળી સમાજના CMની માગ, સમાજને રાજકીય હક-પ્રતિનિધિત્વ માટે જાગૃત થવા હાકલ!

ગુજરાત / પબુભા બાદ રાજુ વંશે પણ ઉઠાવી કોળી સમાજના CMની માગ, સમાજને રાજકીય હક-પ્રતિનિધિત્વ માટે જાગૃત થવા હાકલ!

Published By: Nidhi Panchal

Last Updated: 12:39 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ગરમાયાં! પાટીદાર સમાજની ચર્ચા વચ્ચે હવે કોળી સમાજે પણ CM પદ પર ઠોક્યો દાવો, પબુભા માણેક અને ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલાં જ સામાજિક સમીકરણો અને સત્તામાં ભાગીદારીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ પાટીદાર સમાજમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મુદ્દે ચર્ચા છે, તો બીજી તરફ કોળી સમાજે પણ મુખ્યમંત્રી પદ માટે માગ ઉઠાવી છે. પબુભા માણેક, ઋષિ ભારતી બાપુ અને હવે રાજુ વંશના નિવેદનોથી ગુજરાતનું સામાજિક રાજકારણ અટકવાનું નામ લઈ રહ્યું નથી.

koli-samaj

પાલીતાણામાં યોજાયેલા કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન રાજુ વંશે જાહેર મંચ પરથી કોળી સમાજના મુખ્યમંત્રીની માગ ઉઠાવી છે. 3 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજને રાજકીય ક્ષેત્રે યોગ્ય ન્યાય મળવો જોઈએ અને સમાજના હક-અધિકારો માટે જાગૃત થવાની જરૂર છે તેવું આહવાન તેમણે કર્યું છે. પબુભા માણેક બાદ રાજુ વંશના આ નિવેદનથી કોળી સમાજના મુખ્યમંત્રીની માગ વધુ ચર્ચામાં આવી છે.

અનામત આંદોલન સાથે જોડાયેલી જૂની ઘટનાઓ ફરી ચર્ચામાં

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને હવે 11 મહિનાનો સમય લગભગ બાકી છે ત્યારે રાજકીય પક્ષોની સાથે વિવિધ સમાજો પણ પોતાની રાજકીય તાકાત અને સત્તામાં ભાગીદારીને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ, રાજકીય પ્રતિનિધિત્વ અને નેતૃત્વનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી જૂની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી છે. હવે આ ચર્ચાની વચ્ચે કોળી સમાજે પણ મુખ્યમંત્રી પદની માગ ઉઠાવતા ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ફરી કેન્દ્રસ્થાને આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે અફસોસ વ્યક્ત કર્યો

તાજેતરમાં જસદણમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરમાં માફી માગતાં કહ્યું હતું કે, પાટીદાર આંદોલનના કારણે ગુજરાતે એક સારા મુખ્યમંત્રી ગુમાવ્યા હતા અને તેનાથી સમાજને પણ નુકસાન થયું હતું.

આ કાર્યક્રમમાં હાજર આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તેમની માતાના મનમાં આ બાબતનો કોઈ રંજ નથી અને કોઈએ દુઃખ રાખવાની જરૂર નથી. આ નિવેદન બાદ પાટીદાર સમાજ અને ગુજરાતના રાજકારણમાં જૂના ઘટનાક્રમની ફરી ચર્ચા શરૂ થઈ છે.

હવે કોળી સમાજે પણ રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો

બીજી તરફ, હવે કોળી સમાજે પણ રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ.

તેમણે કોળી સમાજ ગુજરાતનો મોટો સમાજ હોવા છતાં રાજકીય ક્ષેત્રે વધુ સક્રિય અને જાગૃત બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના આ નિવેદન બાદ પાટીદાર આગેવાનો તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. પાટીદાર આગેવાન વરુણ પટેલે પબુભા માણેકના નિવેદન સામે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોવા જોઈએ તેવી વાત કરી હતી.

મુખ્યમંત્રીની માગને હવે ઋષિ ભારતી બાપુએ પણ સમર્થન આપ્યું

પબુભા માણેકના નિવેદન બાદ કોળી સમાજના મુખ્યમંત્રીની માગને હવે ઋષિ ભારતી બાપુએ પણ સમર્થન આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે બાવળિયા પરિવારના ધાર્મિક પ્રસંગમાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, આશરે 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી.

તેમણે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠાવી હતી. આ સાથે જ તેમણે સમાજને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠાવવા માટે પણ આહવાન કર્યું હતું. તેમના મતે, ચૂંટણી સમયે સમાજના મત લેવામાં આવે છે, પરંતુ સત્તામાં ભાગીદારી આપવાની વાત આવે ત્યારે સમાજને યોગ્ય સ્થાન મળતું નથી. તેમણે કોળી સમાજને એકજૂથ અને જાગૃત થવા પણ અપીલ કરી હતી.

આનંદીબેન પટેલના રાજીનામા અને પાટીદાર આંદોલનના મુદ્દે ચર્ચા થઈ

એક તરફ પાટીદાર સમાજમાં આનંદીબેન પટેલના રાજીનામા અને પાટીદાર આંદોલનના મુદ્દે ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રી પદ અને સત્તામાં ભાગીદારીની માગ કરી રહ્યા છે. પબુભા માણેકના નિવેદનથી શરૂ થયેલી ચર્ચાને ઋષિ ભારતી બાપુના સમર્થન અને હવે રાજુ વંશના નિવેદનથી વધુ વેગ મળ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ સમાજો દ્વારા રાજકીય પ્રતિનિધિત્વની માગ ઉઠાવવી રાજકીય પક્ષો માટે પણ ચર્ચાનો વિષય બની શકે છે.

આ પણ વાંચો : જામનગરની નાગપુર ગ્રામપંચાયતમાં લગ્ન નોંધણી કૌભાંડનો આક્ષેપ, એક જ સ્થળે 400 લગ્ન નોંધાયાં!

સવાલ એ છે કે, ગુજરાતના રાજકારણમાં હવે વિકાસ અને ચૂંટણીના મુદ્દાઓની સાથે જ્ઞાતિગત પ્રતિનિધિત્વની ચર્ચા કેટલી આગળ વધશે? પાટીદાર સમાજની જૂની રાજકીય નારાજગી અને કોળી સમાજની મુખ્યમંત્રી પદની નવી માગ વચ્ચે આગામી સમયમાં કયા સામાજિક સમીકરણો સામે આવશે તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો ગુજરાતમાં એક પછી એક સમાજના આગેવાનો સત્તામાં ભાગીદારીનો અવાજ ઉઠાવી રહ્યા છે અને સામાજિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Samaj Koli Samaj CM Demand Gujarat Politics

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ