ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સોનિયા ગાંધીને ટ્રોલ કરનારાઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, કહ્યું- ટ્રોલ કરનારા બાળકોને...

મનોરંજન / સોનિયા ગાંધીને ટ્રોલ કરનારાઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, કહ્યું- ટ્રોલ કરનારા બાળકોને...

Published By: Jinal Chauhan

Last Updated: 12:32 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની લવ સ્ટોરીને લઈને શરૂ થયેલી ચર્ચામાં હવે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની પણ એન્ટ્રી થઈ છે. સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર એવો મજેદાર જવાબ આપ્યો છે કે તેની ચર્ચા થવા લાગી છે.

ADVERTISEMENT

આ સમગ્ર વિવાદની શરૂઆત રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાના સંબંધો સાથે જોડાયેલી બાળપણની એક યાદ શેર કર્યા બાદ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે જમતી વખતે તેમની માતા સોનિયા ગાંધી પિતા રાજીવ ગાંધીના ખોળામાં બેસતાં હતાં. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ મજાક ઉડાવી હતી. હવે સોનાક્ષી સિન્હાએ સોનિયા ગાંધીના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે પોતાના થનારા બાળકોને લઈને એવી રમૂજી વાત કરી કે તેનો જવાબ ચર્ચામાં આવી ગયો છે.

રાહુલ ગાંધીએ સંભળાવ્યો હતો માતા-પિતાની લવ સ્ટોરીનો કિસ્સો

દિલ્હીમાં સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging: A Journey of Love'ના લોન્ચિંગ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાના સંબંધો વિશે એક રસપ્રદ વાત જણાવી હતી. તેમણે બાળપણની યાદો વાગોળતાં કહ્યું હતું કે જ્યારે આખો પરિવાર સાથે બેસીને જમતો હતો ત્યારે તેમની માતા સોનિયા ગાંધી પિતા રાજીવ ગાંધીના ખોળામાં બેસતાં હતાં.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બાળપણમાં તેમને આ વાત સામાન્ય લાગતી હતી. પરંતુ જ્યારે તેઓ પોતાના મિત્રોના ઘરે જતા ત્યારે ત્યાં આવું જોવા મળતું નહોતું. આથી તેઓ મિત્રોને પૂછતા કે તમારી માતા તમારા પિતાના ખોળામાં કેમ નથી બેસતી? રાહુલની આ વાત સાંભળીને કાર્યક્રમમાં હાજર લોકો પણ હસી પડ્યા હતા. જોકે, આ અંગત યાદ સોશિયલ મીડિયા પર પહોંચતાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

sonakshi

સોનાક્ષી સિન્હાએ સોનિયા ગાંધીના સમર્થનમાં શું કહ્યું?

આ સમગ્ર ચર્ચા વચ્ચે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ રી-શેર કરી હતી. આ પોસ્ટમાં સવાલ કરવામાં આવ્યો હતો કે પતિ-પત્ની વચ્ચેના પ્રેમને લઈને લોકોને આટલી પરેશાની શા માટે થઈ રહી છે? સોનિયા ગાંધી રાજીવ ગાંધીના ખોળામાં બેસીને જમતાં હતાં તો તેમાં ખોટું શું છે?સોનાક્ષીએ આ પોસ્ટ પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું, "Damn! મારા થનારા બાળકોને તો અંદાજો પણ નથી કે તેમની સાથે આગળ શું થવાનું છે. તૈયાર રહેજો બાળકો, તમે અત્યારે જ્યાં પણ હોવ!" સોનાક્ષીની આ ટિપ્પણીનો સીધો સંકેત એવો હતો કે તેઓ પણ પોતાના પરિવાર સાથે આવો જ પ્રેમાળ વ્યવહાર રાખશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ‘રામાયણ’એ રચ્યો ઇતિહાસ, માત્ર 11 દિવસમાં 147.5 મિલિયન ડોલરની કમાણી, ભારતીય સિનેમાનો વધ્યો દબદબો

રાહુલ ગાંધીએ પણ આપ્યો ટીકાકારોને જવાબ

સોનાક્ષી પહેલાં રાહુલ ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કર્ણાટકના હળેબીડુમાં આવેલા 12મી સદીના હોયસળેશ્વર મંદિરની એક મૂર્તિનો ફોટો શેર કર્યો હતો. આ મૂર્તિમાં ભગવાન શિવ અને માતા પાર્વતી જોવા મળે છે.આ પોસ્ટ સાથે રાહુલ ગાંધીએ પ્રેમ અને લાગણીને લઈને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે ડર, ગુસ્સો અને નફરતને કારણે ભાજપ અને RSSના સમર્થકો પ્રેમને અનુભવી શકતા નથી. આ રીતે તેમણે પોતાના માતા-પિતાના સંબંધો અંગે થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો.

સોનાક્ષીની ટિપ્પણી સોશિયલ મીડિયા પર ચર્ચામાં

સોનાક્ષી સિન્હાની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. એક્ટ્રેસે કોઈ લાંબી દલીલ કરવાને બદલે પોતાના રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમની વાતને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વ્યક્ત કરવાની સ્વતંત્રતાના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે.સોનાક્ષી પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ અને બેબાક જવાબો માટે જાણીતી છે. આ વખતે પણ તેમણે રાજકીય ચર્ચામાં પડવાને બદલે હળવી મજાક દ્વારા પોતાની વાત રજૂ કરી છે. હાલ તેમની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Sinha Sonia Gandhi News Rahul Gandhi News

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ