ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસનું ડ્રગ્સ માફિયાઓ સામે મેગા ઓપરેશન! 10 વર્ષના 400થી વધુ જૂના આરોપીઓનું એકસાથે ઈન્ટ્રોગેશન

ગુજરાત / પોલીસનું ડ્રગ્સ માફિયાઓ સામે મેગા ઓપરેશન! 10 વર્ષના 400થી વધુ જૂના આરોપીઓનું એકસાથે ઈન્ટ્રોગેશન

Published By: Nidhi Panchal

Last Updated: 01:19 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે પોલીસ હવે જૂના ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સ પર એક્શન લેવાની તૈયારીમાં છે. છેલ્લાં 10 વર્ષમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા 400થી વધુ આરોપીઓનું મેગા ઈન્ટ્રોગેશન કરી તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરાશે.

ADVERTISEMENT

ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા હવે પોલીસ જૂના ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સની કુંડળી ખોલવા જઈ રહી છે. અત્યાર સુધી ડ્રગ્સના કેસમાં આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી થતી હતી, પરંતુ હવે સવાલ એ છે કે જેલમાંથી બહાર આવ્યા પછી આ આરોપીઓ શું કરી રહ્યા છે? શું તેમણે ડ્રગ્સનો ધંધો છોડી દીધો છે કે પછી પોલીસની નજરથી દૂર રહીને ફરી નશાના કાળા કારોબારમાં સક્રિય થઈ ગયા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન ડ્રગ્સના વિવિધ કેસોમાં સંડોવાયેલા ૪૦૦થી વધુ આરોપીઓને પોલીસ સ્ટેડિયમ ખાતે એકસાથે બોલાવી તેમનું ઈન્ટ્રોગેશન કરવામાં આવશે.

Drugs

આ મેગા ઈન્ટ્રોગેશનમાં માત્ર આરોપીઓની હાજરી પૂરતી કાર્યવાહી નહીં થાય, પરંતુ દરેક વ્યક્તિની અલગથી પ્રોફાઈલ તૈયાર કરવામાં આવશે. અગાઉ કયા કેસમાં પકડાયો હતો, ડ્રગ્સના નેટવર્કમાં તેની ભૂમિકા શું હતી, જેલમાંથી છૂટ્યા બાદ હાલમાં કયો વ્યવસાય કરે છે અને કોના સંપર્કમાં છે તે સહિતની વિગતો મેળવવાનો પ્રયાસ થશે. ખાસ કરીને અગાઉ પેડલર તરીકે કામ કરતા લોકો હવે મોટા સપ્લાયર કે ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા તો નથી ને તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ માટે આ કવાયત જૂના ગુનેગારોની યાદી તપાસવા કરતાં ડ્રગ્સના નેટવર્કની વર્તમાન સ્થિતિ સમજવાની તક બની રહેશે.

આરોપીઓ સમય જતાં જામીન પર બહાર આવી જાય

ડ્રગ્સના કેસમાં પકડાયેલા કેટલાક આરોપીઓ સમય જતાં જામીન પર બહાર આવી જાય છે. ત્યાર બાદ તેઓ ફરી એ જ પ્રવૃત્તિમાં જોડાય છે કે પછી સામાન્ય જીવન જીવે છે તેની માહિતી પોલીસ પાસે હોવી જરૂરી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ૪૦૦થી વધુ આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવશે. તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ, વ્યવસાય તથા સંપર્કોની ચકાસણી કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવાની દિશામાં પણ કાર્યવાહી થઈ શકે છે.

ડ્રગ્સના નેટવર્કને માત્ર સપાટી પર લાવવાનો નહીં

આ સમગ્ર કવાયત પાછળ ડ્રગ્સના નેટવર્કને માત્ર સપાટી પર લાવવાનો નહીં, પરંતુ તેના મૂળ સુધી પહોંચવાનો હેતુ છે, કારણ કે ડ્રગ્સના કારોબારમાં એક પેડલર પકડાય તો તેની પાછળ સપ્લાયર, મુખ્ય આરોપી અને અન્ય સંપર્કોની કડી હોય છે. અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી મળતી માહિતીના આધારે જૂના નેટવર્કની કડીઓ ફરી તપાસવામાં આવશે. ડ્રગ્સના ધંધામાં નવા ખેલાડીઓ ઊભા થયા છે કે જૂના આરોપીઓ જ અલગ-અલગ રીતે આ કારોબાર ચલાવી રહ્યા છે તે દિશામાં પણ પોલીસનું ધ્યાન રહેશે. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના અધિકારીઓ આરોપીઓની પૂછપરછ કરીને તેમની પ્રોફાઈલ તૈયાર કરશે.

સંપૂર્ણ ડ્રગ્સમુક્ત બનાવવાનું લક્ષ્ય જાહેર કર્યું

બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 9 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના જાહેર કાર્યક્રમમાં ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં સંપૂર્ણ ડ્રગ્સમુક્ત બનાવવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. સમગ્ર દેશને ૩૧ ડિસેમ્બર, 2029 સુધીમાં ડ્રગ્સમુક્ત બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્ય કરતાં ગુજરાત એક વર્ષ વહેલું આ લક્ષ્ય હાંસલ કરે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ જાહેરાત બાદ પોલીસની જવાબદારી પણ વધી છે. ડ્રગ્સના નવા કેસો અટકાવવા સાથે જૂના આરોપીઓ ફરી નશાના કારોબારમાં જોડાય નહીં તેની તકેદારી રાખવી પણ એટલી જ મહત્ત્વની બની છે.

પોલીસના મેગા ઈન્ટ્રોગેશનમાં આ મુદ્દા તપાસાશે

■ છેલ્લાં 10 વર્ષમાં ડ્રગ્સના કેસમાં પકડાયેલા ૪૦૦થી વધુ આરોપીઓની પ્રોફાઈલિંગ.

■ જેલમાંથી છૂટ્યા બાદ હાલ શું વ્યવસાય કરે છે તેની તપાસ.

■ જૂના ડ્રગ્સ નેટવર્ક અને આરોપીઓના સંપર્કોની કડીઓ.

■ પેડલરથી લઈને સપ્લાયર સુધીની ભૂમિકા અંગે માહિતી.

■ આરોપીઓ ફરી ડ્રગ્સના કારોબારમાં સક્રિય થયા છે કે નહીં તેની તપાસ.

■ ભવિષ્યમાં ડ્રગ્સના ગુનાઓ અટકાવવા માટે જૂના આરોપીઓ પર નજર રાખવાની કવાયત.

ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા કેન્દ્રીય ગૃહપ્રધાનની જાહેરાત

■ ગુજરાત માટે લક્ષ્ય: 31 ડિસેમ્બર, ર૦ર૮ સુધીમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાનો સંકલ્પ.

■ દેશ માટે લક્ષ્ય: 31 ડિસેમ્બર, ર૦ર૯ સુધીમાં સમગ્ર ભારતને ડ્રગ્સમુક્ત બનાવવાનું લક્ષ્ય.

■ 1033 હેલ્પલાઈન: 1 ડિસેમ્બર, ર૦ર૬થી ડ્રગ્સના વેચાણ અને સેવન અંગે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર શરૂ થશે.

■ આધુનિક કંટ્રોલરૂમ: ડ્રગ્સ અંગેની ફરિયાદો અને કાર્યવાહી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે.

■ ત્રણ કલાકમાં કાર્યવાહી: ડ્રગ્સ વેચાણ અંગે ફરિયાદ મળ્યા બાદ ત્રણ કલાકમાં કડક કાર્યવાહી કરવાની જાહેરાત.

■ નાગરિકોને અપીલ: ડ્રગ્સનું વેચાણ કે ગેરકાયદે પ્રવૃત્તિ જોવા મળે તો 1033 નંબર પર જાણ કરવા અપીલ.

આ પણ વાંચો : સુરતમાં દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ મળ્યાની ચર્ચા વચ્ચે વોટ્સએપ ચેટ વાયરલ, કોને મળ્યા અને કોણ રહી ગયું?

આજે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા ૪૦૦થી વધુ લોકોના ઈન્ટ્રોગેશન અને પ્રોફાઈલિંગની કવાયત હાથ ધરવામાં આવશે. આ કામગીરીના આધારે ભવિષ્યમાં ડ્રગ્સના ગુનાઓ રોકવા માટે પોલીસને જૂના આરોપીઓ પર નજર રાખવામાં મદદ મળી શકે છે.

■ શરદ સિંઘલ, જેસીપી, ક્રાઈમ બ્રાંચ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Drugs Free Gujarat Gujarat Police, Drugs Mafia Gujarat,

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ